તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Jammu Kashmir Terrorist Attack Municipal Councillor And His Personal Security Guard Shot Dead By Militants In Sopore Baramulla District

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલો:સોપોર શહેર કાઉન્સિલ ઓફિસમાં ફાયરિંગ, એક કાઉન્સિલરનું મોત-એક ઘાયલ; એક પોલીસકર્મી શહીદ

2 મહિનો પહેલા

જમ્મુ-કાશ્મીરના બારામુલા જિલ્લાના સોપોર વિસ્તારમાં આતંકીઓએ સીટી કાઉન્સિલ ઓફિસમાં ફાયરિંગ કર્યું છે. માનવામાં આવે છે કે, હુમલા સમયે ઓફિસમાં કાઉન્સિલર્સની મીટિંગ ચાલતી હતી. આ હુમલામાં કાઉન્સિલર રિયાઝ અહમદનું મોત થયું છે. જ્યારે અન્ય એક કાઉન્સિલર શમ્સુદ્દીન ઘાયલ થયા છે. આ હુમલામાં એક પોલીસકર્મી શફાકત પણ ઘાયલ થયા હતા, તેમનું હોસ્પિટલમાં મોત થયું છે. સેનાએ આતંકીઓને શોધવા વિસ્તાર કોર્ડન કરીને સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે.

24 કલાકમાં બીજો આતંકી હુમલો
જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા 24 કલાકમાં બીજો આતંકી હુમલો થયો છે. રવિવારે અનંતનાગમાં આતંકીઓએ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના બંકર પર ગ્રેનેડથી હુમલો કર્યો હતો. પરંતુ ત્યારે તે રસ્તા પર જઈને પડ્યો હતો. તેમાં બે લોકોના મોત થયા હતા. આ ઘટના રવિવારે સાંજે અંદાજે 7 વાગે અનંતનાગના સંગમ વિસ્તારમાં થઈ હતી.

કુપવાડાના કરનાલમાંથી તેમાં 5 Ak રાઈફલ, 6 Ak મેગેઝીન, 7 પિસ્તોલ અને 9 પિસ્ટલ મેગેઝીન મળી આવ્યા છે
કુપવાડાના કરનાલમાંથી તેમાં 5 Ak રાઈફલ, 6 Ak મેગેઝીન, 7 પિસ્તોલ અને 9 પિસ્ટલ મેગેઝીન મળી આવ્યા છે

કુપવાડામાં આતંકી કાવતરું નિષ્ફળ
બીજી બાજુ કુપવાડામાં સેના અને પોલીસને એક મોટી સફળતા મળી છે. જોઈન્ટ ઓપરેશન દરમિયાન સોમવારે મોટી માત્રામાં હથિયાર, લાઈવ કારતુસ અને દારૂગોળો મળી આવ્યા છે. ત્યારપછી આ વિસ્તારને હાઈએલર્ટ કરી દેવામાં આવ્યા છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે ઈન્ટેલિજન્સ ઈનપુટ પછી કુપવાડાના કરનાલ વિસ્તારમાં સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું છે. તેમાં 5 Ak રાઈફલ, 6 Ak મેગેઝીન, 7 પિસ્તોલ અને 9 પિસ્ટલ મેગેઝીન મળી આવ્યા છે.

ગયા મહિને શ્રીનગરમાં પોલીસ પાર્ટી પર જાહેરમાં ફાયરિંગ કરાયું હતું
આ પહેલાં ગયા મહિને શ્રીનગરમાં એક આતંકીએ પોલીસ પાર્ટી પર જાહેરમાં ફાયરિંગ કર્યું હતું. તેમાં 2 જવાન શહીદ થયા હતા. તે ઘટના બાગત એરિયાના બારમુલ્લાની હતી. હુમલો એક દુકાનમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો હતો.
ફૂટેજમાં દેખાતુ હતું કે એક આતંકી કપડાની અંદર રાઈફલ છુપાવીને આવ્યો હતો અને એક દુકાનમાં ઉભેલા સેલેક્સ ગ્રેડ કોન્સ્ટેબલ મોહમ્મદ યુસુફ અને કોન્સ્ટેબલ સુહૈલ અહમદ પર ગોળીઓ વરસાવી હતી. ફાયરિંગ પછી આંતકીઓ ગલીઓમાં ભાગી ગયા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

વધુ વાંચો