તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Jammu Kashmir Encounter Today; 3 Pakistan Terrorists Killed By Security Forces, Search Operation In Of Srinagar ​​Lawaypora

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શ્રીનગરમાં એન્કાઉન્ટર:સુરક્ષાદળોએ 3 આતંકી ઠાર માર્યા, 15 કલાક એન્કાઉન્ટર ચાલ્યું; સર્ચ-ઓપરેશન શરૂ

2 મહિનો પહેલા
એન્કાઉન્ટર શ્રીનગરના લાવાપોરા વિસ્તારમાં થયું. એન્કાઉન્ટરવાળા લોકેશન પાસે સુરક્ષાદળોએ મોરચો સંભાળ્યો છે. - Divya Bhaskar
એન્કાઉન્ટર શ્રીનગરના લાવાપોરા વિસ્તારમાં થયું. એન્કાઉન્ટરવાળા લોકેશન પાસે સુરક્ષાદળોએ મોરચો સંભાળ્યો છે.

કાશ્મીરમાં સુરક્ષાદળોએ 3 આતંકી ઠાર માર્યા છે. શ્રીનગરના લાવાપોરા વિસ્તારમાં મંગળવારે એન્કાઉન્ટર શરૂ કર્યું હતું, જે 15 કલાકથી વધુ ચાલ્યું. પોલીસે આતંકીઓને સરેન્ડર કરવાની તક આપી, પણ તેમણે ફાયરિંગ શરૂ કરી દીધું. હાલ ખબર પડી શકી નથી કે માર્યા ગયેલE આંતકીઓ કયા સંગઠનના છે. સર્ચ-ઓપરેશન હાલ પણ ચાલી રહ્યું છે.

બાલાકોટમાં આતંકીઓનાં હથિયારો મળ્યાં
આ બધાની વચ્ચે પોલીસ અને આર્મીની ટીમે નિયંત્રણ રેખા(LoC)પાસે બાલાકોટ ખાતે આવેલા મેંઢર સેક્ટરમાં 2 પિસ્તોલ, 70 કારતૂસ અને 2 ગ્રેનેડ જપ્ત કરવામાં આવ્યાં છે. પૂંછના SSP રમેશ અગ્રવાલે જણાવ્યું હતું કે આતંકીઓના પાકિસ્તાની હેન્ડલર્સે હથિયાર મોકલ્યાં હતાં. રવિવારે આતંકીઓના મદદગારોની ધરપકડ પછી હથિયારોની ખબર પડી હતી.

જમ્મુ-કાશ્મીરમાં આ વર્ષે 203 આતંકી ઠાર મરાયા
ન્યૂઝ એજન્સીનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સુરક્ષાદળોએ આ વર્ષે જમ્મુ-કાશ્મીરમાં 203 આતંકી ઠાર માર્યા છે, જેમાં 166 લોકલ અને 37 પાકિસ્તાની હતા. આ વર્ષે 49 આતંકીની ધરપકડ કરાઈ અને 9એ સરેન્ડર કરી દીધું. દક્ષિણ કાશ્મીરમાં સૌથી વધુ આતંકી ઠાર મરાયા. શોપિયાં, કુલગામ અને પુલવામામાં સૌથી વધુ એન્કાઉન્ટર થયા. આ વિસ્તારમાં આતંકી સંગઠનોએ સ્થાનિક યુવાનોને વધુ ભરતી કર્યા હતા.

આ વર્ષે 96 આતંકી ઘટના બની
આમાં 43 સામાન્ય લોકો માર્યા ગયા અને 92 ઘાયલ થયા. આ સંખ્યા ગત વર્ષની તુલનામાં ઓછી છે. 2019માં 47 લોકોનાં મોત થયાં હતાં 185 લોકો ઘાયલ થયા હતા. આ વર્ષે માત્ર 14 IED વિસ્ફોટક મળ્યા, ગત વર્ષે આ આંકડો 36 હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

વધુ વાંચો