કાશ્મીરમાં 2 પાકિસ્તાની આંતકીનો ખાત્મો:પુલવામા હુમલાનાં કાવતરામાં સામેલ આતંકી લંબૂ પણ માર્યો ગયો; જૈશનાં વડા મસૂદ અઝહરનો સંબંધી હતો

3 મહિનો પહેલા

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં નાગરેન-તરસરના જંગલોમાં સુરક્ષાદળોએ બે આંતકીઓને ઠાર માર્યા છે. પોલીસે જણાવ્યુ કે માર્યા ગયેલા આંતકીઓમાંથી એક જૈશ-એ-મોહમ્મદનો આતંકી લંબૂ છે, જે પાકિસ્તાનનો આતંકી હતો. આપને જણાવી દઇએ કે લંબૂ ઇમ્પ્રૂવાઇઝડ એક્સપ્લોસિવ ડિવાઇઝ(IED) બનાવવામાં એક્સપર્ટ હતો અને 2019માં થયેલા પુલવામા હુમલાના ષડયંત્રમાં પણ સામેલ હતો. સુરક્ષાદળો 4 વર્ષથી આ આંતકીની શોધી રહ્યા હતા. તે 2017થી ખીણમાં સક્રિય હતો.

કાશ્મીર પોલીસના IG વિજય કુમાર પ્રમાણે મોહમ્મદ ઇસ્માઇલ અલ્વી ઉર્ફે લંબૂ અદનાન જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરનો સંબંધી હતો. તે 14 ફેબ્રુઆરી 2019ના પુલવામામાં CRPFના કાફલા પર થયેલા હુમલાના દિવસે ફિયાદિન આદિલ ડાર સાથે રોકાયેલ હતો. આદિલના વાઇરલ વીડિયોમાં લંબૂનો અવાજ પણ સાંભળવા મળેલો. પુલવામા હુમલામાં CRPFનાં 40 જવાન શહીદ થયા હતા.

પોલીસે જણાવ્યુ કે નાગબેરન-તરસરનાં જંગલોમાં કેટલાક આંતકીઓ છૂપાયા હોવાની સૂચના મળ્યા પછી ત્યા શોધખોળ ચાલુ કરવામાં આવી હતી. આ દરમિયાન આંતકીઓએ સુરક્ષાદળો પર ફાઇરિગ શરુ કરી દીધી હતી. સૂત્રો અનુસાર 5 આંતકીઓનું ગ્રુપ હતુ. તેમાથી એક સ્થાનિય અને 4 પાકિસ્તાની આંતકીઓ હતા. એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા બીજા આતંકીઓની હજુ ઓળખાણ થઇ શકી નથી. પુરા વિસ્તારમાં હાલ સર્ચ ઓપરેશન ચાલી રહ્યુ છે, તેમાં ત્રણ જિલ્લાના પોલીસ અને સેનાના જવાન લાગેલા છે.

પુલવામા હુમલામાં 350 કિલો IEDનો વપરાશ થયો હતો
14 ફેબ્રુઆરી, 2019ના રોજ જમ્મુ-કાશ્મીરના પુલવામાના અવંતીપુરા વિસ્તારમાં CRPFના કાફલા પર હુમલો થયો હતો. ગોરીપુરા ગામ નજીક થયેલા હુમલામાં 40 જવાનો શહીદ થયા હતા. આ હુમલાની જવાબદારી આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદે લીધી હતી. આતંકવાદીઓએ આ હુમલા માટે 350 કિલો IEDનો ઉપયોગ કર્યો હતો.

પુલવામા હુમલો 30 વર્ષમાં કાશ્મીરમાં સૌથી મોટો આતંકવાદી હુમલો હતો. આત્મઘાતી હુમલાખોરે CRPFનાં જવાનોને લઈ જતી બસને વિસ્ફોટક ભરેલી કાર સાથે અથડાવી હતી.
પુલવામા હુમલો 30 વર્ષમાં કાશ્મીરમાં સૌથી મોટો આતંકવાદી હુમલો હતો. આત્મઘાતી હુમલાખોરે CRPFનાં જવાનોને લઈ જતી બસને વિસ્ફોટક ભરેલી કાર સાથે અથડાવી હતી.

પંજાબમાં 2 પાકિસ્તાની ઘુસણખોરો ઢેર
પંજાબમાં શુક્રવારે રાત્રે ફિરોઝપુર સરહદ પર BSF દ્વારા બે પાકિસ્તાની ઘુસણખોરોને મારી નાખવામાં આવ્યા હતા. BSFના જવાનોએ ઘુસણખોરોને રોકવા કહ્યું હતું પરંતુ તેઓએ ના પાડી દીધી હતી. ભારતીય સરહદમાં પ્રવેશતાની સાથે જ જવાનોએ તેમને મારી નાખ્યા. નજીકના વિસ્તારોમાં પણ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.

જમ્મુ-પુંછ હાઇવે પર IED મળ્યો
સુરક્ષા દળો શોપિયાંમાં ૧૪ સ્થળોએ દરોડા પાડી રહ્યા છે. જમ્મુ-પૂંચ હાઇવે પર IED અને ટેરર ફંડિંગના કિસ્સામાં આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. શરતપોરા ખાતે આતંકવાદી હિદાયત અહમદના ઘરે પણ દરોડા પાડવામાં આવ્યા છે. ગયા વર્ષે જમ્મુથી તેની ધરપકડ કરવામાં આવી હતી.

બારામૂલામાં ગ્રેનેડ હુમલામાં 4 જવાનો ઘાયલ
શુક્રવારે બારામુલામાં આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગ્રેનેડથી હુમલો કર્યો હતો. આ હુમલામાં CRPFનાં ત્રણ જવાન અને એક નાગરિક ઘાયલ થયા છે. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ ઘટના બાદ સુરક્ષા દળોએ આ વિસ્તારને ઘેરી લીધો હતો અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું પરંતુ આતંકવાદીઓનો હજુ સુધી પત્તો લાગ્યો નથી.

અન્ય સમાચારો પણ છે...