તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Jammu & Kashmir DDC First Phase Voting LIVE, DDC, Panchayat, Sarpanch Voting In Jammu Kashmir.

જમ્મુ-કાશ્મીરમાં મતદાન પૂર્ણ:DDCની 43 બેઠકો માટે મતદાન પૂર્ણ, પ્રથમવાર પાક શરણાર્થીઓએ પણ મતદાન કર્યું

શ્રીનગર8 મહિનો પહેલા

કડક સુરક્ષા અને ઠંડી વચ્ચે જમ્મુ-કાશ્મીરમાં ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કાઉન્સિલની ચૂંટણી માટે પહેલા તબક્કાનું મતદાન શનિવારે થયું હતું. થમવાર પાક શરણાર્થીઓએ પણ મતદાન કર્યું હતું. અમુક જગ્યાએ વોટિંગની ગતિ ધીમી હતી, પણ દક્ષિણ કાશ્મીરના શોપિયાં જિલ્લાના કરેખા જેવા વિસ્તારમાં મતદાન કરવા માટે પુરુષો સાથે સાથે મહિલાઓમાં પણ ઉત્સાહ જોવા મળ્યો. બીજી બાજુ બીજા તબક્કામાં ચૂંટણી લડનાર બિન ભાજપીય ઉમેદવારોનો આરોપ છે કે, તેમને બંધકોની જેમ રાખવામાં આવી રહ્યાં છે અને પ્રચાર કરવા દેવામાં આવતો નથી.

પહેલા તબક્કાના મતદાનમાં કરેરવાના એક મતદાતાએ કહ્યું કે, આ દૂરનો વિસ્તાર છે. અમે અમારા વિસ્તારના વિકાસ માટે મત આપવા આવ્યા છીએ. બીજી મતદાતાએ કહ્યું કે, અત્યાર સુધી માત્ર વાયદા કરવામાં આવતા હતા, પણ આ વખતે અમે વિકાસ માટે મત આપી રહ્યાં છીએ. પહેલી વખત વોટ આપી રહેલા શૌકત અહમદે કહ્યું કે, અમારી ઓળખનો સવાલ છએ, એટલા માટે હું સાંપ્રદાયિક શક્તિ વિરુદ્ધ મતદાન કરીશ.

પોલિંગ બૂથની બહાર વોટર્સની લાઈન
પોલિંગ બૂથની બહાર વોટર્સની લાઈન

DDCની ચૂંટણી 8 તબક્કામાં યોજાવાની છે. 40 ઉમેદવારોને સિક્યોરિટીના નામે શ્રીનગરના પહાડી વિસ્તારમાં આવેલા એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ ઈન્સ્ટિટ્યૂટ કોમ્પલેક્ષમાં રાખવામાં આવ્યા છે. ગુપકાર ડિક્લેરેશન ગઠબંધનના ઉમેદવારોનો આરોપ છે કે તેમને પ્રચાર કરવા અને વોટર્સને મળવા માટે બિલ્ડીંગની બહાર આવવા દેવામાં આવી રહ્યાં નથી.

ઉમેદવારોનો આરોપ- જાનવરો જેવું વર્તન કરવામાં આવ્યું રહ્યું છે
પુલવામાના લિતર વિસ્તારમાં 10 ડિસેમ્બરે મતદાન થવાનું છે. અહીંયાથી ચૂંટણી લડી રહેલા જાવેદ નિરોલાને પણ EDI કોમ્પલેક્ષમાં રાખવામાં આવ્યા છે. જાવેદે કહ્યું કે, મને અહીંયા બળજબરી રાખવામાં આવ્યો છે. મારા વિસ્તારના લોકોને મળવાથી રોકવામાં આવી રહ્યો છે. ગુરુવારથી અહીંયા બંધકોની જેમ રહી રહ્યાં છીએ. મેં કહ્યું હતું કે, હું મારા પરિવારથી અલગ રહેવા નથી માગતો. મને સુરક્ષાની કોઈ મુશ્કેલી નથી. મારા વિપક્ષી પ્રચાર કરી રહ્યાં છે અને લોકો સાથે મુલાકાત કરી રહ્યાં છે, પણ મને મંજૂરી નથી આપી રહ્યાં. અમારી સાથે જાનવરો જેવું વર્તન કરવામાં આવી રહ્યું છે.

ભાજપ ઉમેદવારનો દાવો-પુરી આઝાદી છે
બીજી બાજુ ભાજપના ઉમેદવાર એવી કોઈ ફરિયાદ નથી કરી રહ્યાં.ઈમામ સાહેબ વિસ્તાર થી ભાજપની ટિકિટ પર લડી રહેલા અવતાર કૃષ્ણ પંડિતનું કહેવું છે કે ઉમેદવારોને પ્રચાર માટે જવાની પુરી આઝાદી છે. કલમ 370 હટવી આ ચૂંટણીમાં મુખ્ય મુદ્દો નથી, પણ વિકાસ અને બેરોજગારી ખતમ કરવા મુખ્ય મુદ્દા છે.

DDC માટે 296 ઉમેદવાર મેદાનમાં
પહેલા તબક્કાનું મતદાન થયું, જિલ્લા વિકાસ પરિષદ (DDC)ની 43 બેઠક માટે 296 ઉમેદવારના ભાગ્યનો નિર્ણય વોટર્સ કરશે, જેમાં 25 બેઠક કાશ્મીર અને 18 જમ્મુની છે. પંચ અને સરપંચની પેટાચૂંટણી માટે કુલ 1179 ઉમેદવાર મેદાનમાં છે, જેમાં 899 પંચ અને 280 ઉમેદવાર સરપંચપદ માટે નસીબ અજમાવી રહ્યા છે.

મતદાન સાથે જોડાયેલી મહત્ત્વની માહિતી

  • પોલિંગ બૂથ પર બેલેટથી મતદાન થયુ.
  • કોરોના દર્દી આઈસોલેટ કરવામાં આવ્યા, વૃદ્ધ અને શારીરિક રીતે બીમાર લોકોએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું.
  • સુરક્ષાને ધ્યાનમાં રાખી પોલીસ અને પેરા મિલિટ્રી ફોર્સની 165 કંપનીને તહેનાત કરવામાં આવી.
  • કોવિડ-19ના પ્રોટોકોલને ધ્યાનમાં રાખ્યાં પહેલાં કરતાં વધુ મતદાન કેન્દ્ર બનાવવામાં આવ્યાં.

પહેલી વખત લગભગ 1 લાખ પાકિસ્તાની રેફ્યૂઝી મતદાન કરી શકશે
DDC, સરપંચ અને પંચની ચૂંટણીમાં પહેલી વખત પશ્વિમી પાકિસ્તાનના રેફ્યૂઝીને પણ મતદાન કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે. સાત દાયકામાં પહેલી વખત એવું બન્યું જ્યારે આ રેફ્યૂઝી રાજ્યમાં પંચાયત સ્તરીય ચૂંટણીમાં મતદાન કર્યું હોય. મળતી માહિતી પ્રમાણે, જમ્મુ અને કાશ્મીરમાં પશ્વિમી પાકિસ્તાનથી આવેલા શરણાર્થીઓના 22 હજારથી વધુ પરિવાર છે.
વસતિ પ્રમાણે, તેમની સંખ્યા 1.5 લાખથી વધુ છે, જેમાં 1 લાખ રેફ્યૂઝીને વોટિંગનો અધિકાર છે. આર્ટિકલ 370 લાગુ રહેવા સુધી તે રેફ્યૂઝી માત્ર લોકસભા ચૂંટણીમાં જ મતદાન કરી શકતા હતા. તેમને વિધાનસભા, સ્થાનિક સંસ્થાની ચૂંટણી અને પંચાયતી ચૂંટણીમાં મતદાન કરવાનો અધિકાર ન હતો.

પહેલી વખત રાજ્યની 6 પાર્ટી મળીને મેદાનમાં
જમ્મુ-કાશ્મીરના ઈતિહાસમાં આવું પહેલી વખત થશે, જ્યારે રાજ્યની 6 મુખ્ય પાર્ટી એકસાથે મળીને ચૂંટણી મેદાનમાં છે. આર્ટિકલ 370 હટાવ્યા પછી આ પાર્ટીઓએ મળીને ગુપકાર એલાયન્સ બનાવ્યું છે.