તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Jammu Kashmir DDC Election Results 2020 LIVE Updates PDP Gupkar Vs BJP Jammu Kashmir Local Body, Panchayat Polls Result

J&K DDC ચૂંટણીપરિણામો:BJPએ રચ્યો ઈતિહાસ, કાશ્મીરમાં ગુપકાર 112 બેઠક પર આગળ, ભાજપને 75 મળી; 10 મુદ્દામાં જાણો પરિણામો

9 મહિનો પહેલા
  • જમ્મુ-કાશ્મીરની ડીડીસીનાં ચૂંટણીપરિણામોમાં ગુપકર ગઠબંધનને 100થી વધારે સીટો મળી છે, જ્યારે ભાજપ 73 સીટ સાથે સૌથી મોટી પાર્ટી બની
  • 49 અપક્ષ ઉમેદવારને જીત મળી છે, જ્યારે કોંગ્રેસના ભાગમાં 25 સીટ જ આવી છે
  • ભાજપને NC, PDP, કોંગ્રેસના કુલ મતોથી વધારે મત: પ્રસાદ

જમ્મુ-કાશ્મીરમાં જિલ્લા વિકાસ પરિષદની ચૂંટણીમાં ભાજપ 75 બેઠક જીતીને સૌથી મોટા પક્ષ તરીકે સિક્કો જમાવવામાં સફળ રહ્યો છે. ફારુક અબ્દુલ્લાના નેતૃત્વમાં સાત સ્થાનિક પક્ષોના ગઠબંધન પીપલ્સ એલાયન્સ ફોર ગુપકાર ડેકલેરેશને 112 બેઠક પર જીત હાંસલ કરી છે. રાજ્ય ચૂંટણીપંચના મતે, નેશનલ કોન્ફરન્સે 67, પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીએ 27, જમ્મુ-કાશ્મીર પીપલ્સ કોન્ફરન્સે 8, ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટીએ (માર્ક્સવાદી) 5, જમ્મુ-કાશ્મીર પીપલ્સ મૂવમેન્ટે 3 અને જમ્મુ-કાશ્મીર પીપલ્સ ડેમોક્રેટિક ફ્રન્ટે બે બેઠક પર જીત મળી છે, જ્યારે કોંગ્રેસે 26 બેઠક હાંસલ કરી છે. અલ્તાફ બુખારીની જમ્મુ-કાશ્મીર પાર્ટીએ 12 બેઠક પર જીત મેળવી છે, જ્યારે 49 બેઠક પર અપક્ષ ઉમેદવારો જીત્યા છે. આ ઉપરાંત જમ્મુ-કાશ્મીર નેશનલ પેન્થર્સ પાર્ટીને બે અને બસપાને ફક્ત એક બેઠક પર જીત મળી છે. તો આવો, જાણીએ અત્યારસુધીનાં પરિણામોની 10 મોટી વાત...

અલગતાવાદીઓના મોં પર તમાચોઃ પ્રસાદ
આ દરમિયાન ભાજપ પ્રદેશ અધ્યક્ષ રવિન્દર રૈનાએ કહ્યું હતું કે અમે ખૂબ સારું પ્રદર્શન કર્યું છે અને જમ્મુના છ જિલ્લામાં તો સ્પષ્ટ બહુમતી મેળવી છે. નોંધનીય છે કે આ ચૂંટણીમાં 280 બેઠક માટે 28 નવેમ્બરથી 19 ડિસેમ્બર સુધી આઠ તબક્કામાં મતદાન થયું હતું. કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે બુધવારે કહ્યું હતું કે જમ્મુ-કાશ્મીરની પ્રજાએ અલગતાવાદીઓના મોં પર જોરદાર તમાચો માર્યો છે. સ્થાનિક ચૂંટણીમાં ભાજપ સૌથી મોટો પક્ષ બનીને ઊભર્યો છે. અમને કુલ 4 લાખ, 87 હજાર, 364 મત મળ્યા છે, નેશનલ કોન્ફરન્સને 2,82,514, પીડીપીને 57,789 અને કોંગ્રેસને 1,39,382 મત મળ્યા છે. એનસી, પીડીપી અને કોંગ્રેસના કુલ મતથી પણ ભાજપના મત વધારે છે.

કાશ્મીરના લોકોએ લોકતંત્રમાં ભાગીદારીનો પુરાવો આપ્યોઃ શાહ
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું છે કે, આ ચૂંટણીમાં કાશ્મીરના લોકોએ લોકતંત્રમાં તેમની ભાગીદારીનો પુરાવો આપ્યો છે. જિલ્લા વિકાસ પરિષદની ચૂંટણીમાં ભાજપને મત આપનારા જમ્મુ કાશ્મીરના ભાઈ-બહેનોને હું હૃદયપૂર્વક ધન્યવાદ આપુ છું. જમ્મુ કાશ્મીરના ઈતિહાસમાં પહેલીવાર આયોજિત જિલ્લા વિકાસ પરિષદની ચૂંટણીઓ તેનો જ પુરાવો છે.

1. ભાજપ માટે સારી વાત એ છે કે તેમણે 3 સીટ સાથે પહેલીવાર કાશ્મીરમાં એનું ખાતું ખોલ્યું છે. ડીડીસી ચૂંટણીનાં પરિણામો અનુમાન પ્રમાણેનાં જ રહ્યાં છે. જમ્મુ વિસ્તારમાં ભાજપ મજબૂત છે, જ્યારે નેશનલ કોન્ફરન્સ, પીડીપી જેવી સ્થાનિક પાર્ટીઓએ ગુપકાર ગઠબંધન કરીને કાશ્મીર વેલી અને જમ્મુના પીર પંજાબમાં સારી સીટો મેળવી છે.

2. જોકે બીજી બાજુ, પીડીપી-અધ્યક્ષ મહેબૂબા મુફ્તિ ફારુક અબ્દુલાના નેતૃત્વવાળી પીપલ્સ અલાયન્સ ફોર ગુપકર ડિક્લેરેશન (ગુપકાર ગઠબંધન)ના નેતાઓએ જમ્મુ-કાશ્મીરની સ્થાનિક ચૂંટણીમાં લોકોના નિર્ણયને વખાણ્યો છે અને કહ્યું છે કે જનતાએ રાજ્યને બે કેન્દ્ર શાસિત રાજ્યોમાં વહેંચવાનો અને વિશેષ રાજ્યના દરજ્જાને સમાપ્ત કરવાના કેન્દ્ર સરકારના નિર્ણય વિશે પોતાનો મત રજૂ કર્યો છે.

3. મતગણતરી શરૂ થવાના એક દિવસ પહેલાં જ પ્રશાસને નઈમ અખ્તર, સરતાજ મદની, નીર મંસૂદ અને હિલાલ અહમદ લોન સહિત પીડીપી અને નેશનલ કોન્ફરન્સના ઘણા નેતાઓની ધરપકડ કરી હતી. તેમની અટકાયત કરવાનું કોઈ કારણ દર્શાવવામાં આવ્યું નથી.

4. આવું પહેલીવાર થયું છે, જ્યારે કાશ્મીર વેલીમાં પીડીપી અને નેશનલ કોન્ફરન્સ સામે ભાજપને જીત મળી છે. ભાજપને વેલીમાં 3 સીટ મળી છે.

5. ભાજપના સિનિયર નેતા અને કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું છે કે શ્રીનગરથી ભાજપના ત્રણ ઉમેદવારને જીત મળી છે. એ સાબિત કરે છે કે જમ્મુ-કાશ્મીરના લોકોને કેન્દ્ર શાસિત રાજ્યના વિકાસ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૃષ્ટિકોણ પર વિશ્વાસ છે.

6. ડીડીસી ચૂંટણીને રાજ્યમાં ભાજપ અને અન્ય રાજકીય પક્ષો વચ્ચેની ટક્કર માનવામાં આવે છે. ગયા વર્ષે ઓગસ્ટમાં અનુચ્છેદ 370ને હટાવ્યા પછી આ પહેલી વખત જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી થઈ છે.

7. જમ્મુ-કાશ્મીરના ઈતિહાસમાં પહેલીવાર 6 સ્થાનિક મુખ્ય પાર્ટીએ સાથે મળીને ચૂંટણી લડી છે. આર્ટિકલ 370 હટ્યા પછી આ પાર્ટીઓએ સાથે મળીને ગુપકાર અલાયન્સ બનાવ્યું છે. આ અલાયન્સમાં ડૉ. ફારુક અબ્દુલાની અધ્યક્ષતાવાળી નેશનલ કોન્ફરન્સ, મહેબૂબા મુફ્તિની આગેવાનીવાળી પીડીપી સિવાય સજ્જાદ ગની લોનની પીપલ્સ કોન્ફરન્સ, અવામી નેશનલ કોન્ફરન્સ, જમ્મુ-કાશ્મીર પીપલ્સ મૂવમેન્ટ અને માકપાની સ્થાનિક પાર્ટી સામેલ છે.

8. અહીં સરકારનો દાવો છે કે પંચાયત, BDC અને ત્યાર પછી DDC ચૂંટણી થવાને કારણે અહીં હવે થ્રી ટાયર સિસ્ટમ સંપૂર્ણ રીતે લાગુ થઈ ગઈ છે. જમ્મુ-કાશ્મીકમાં કુલ 20 જિલ્લા છે. દરેક જિલ્લામાં DDC માટે 14 વિસ્તાર બનાવવામાં આવ્યા છે.

9. ડીડીસીની આ ચૂંટણીને હવે ભાજપ માટે જમ્મુ-કાશ્મીરમાં લિટમસ ટેસ્ટ તરીકે જોવામાં આવે છે. હવે વિધાનસભા વિસ્તારોને ડી લિમિટેશન કરવાના છે. ત્યાર પછી વિધાનસભા ચૂંટણી થવાની છે. જોકે આ ચૂંટણીને સંપૂર્ણ રીતે ભાજપ, કોંગ્રેસ, NC અને PDP માટે એક ટેસ્ટ તરીકે જોવામાં આવે છે. પરિણામના વિશ્લેષણથી પાર્ટીઓ એ જાણી શકશે કે તેમની રાજકીય હદ ક્યાં અને કેટલી છે.

10. અહીં 280 સીટ માટે 8 તબક્કામાં મતદાન થયું હતું. પહેલા તબક્કાનું મતદાન 28 નવેમ્બરે અને છેલ્લા તબક્કાનું મતદાન 19 ડિસેમ્બરે થયું હતું. અહીં 57 લાખ મતદારોએ 51 ટકા મતદાન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...