• Gujarati News
  • National
  • Jammu Kashmir Anantnag Terrorist Attacks News : Afraid Kashmiri Pandit Migrating From Valley

ફરી કાશ્મીર છોડવા મજબૂર પંડિતો:VIDEOમાં બિસ્તરા-પોટલાં બાંધતા દેખાયા, અધિકારીઓને કહ્યું- અમને સુરક્ષીત જગ્યાએ લઈ જાઓ

એક મહિનો પહેલા
  • કાશ્મીરી પંડિતોના ત્રણ મોટા નિર્ણયો, કાલથી કરશે સામુહિક પલાયન, પ્રદર્શન સ્થગિત, ઘણાં લોકોએ ઘાટી છોડી

બે દિવસ પહેલાં કાશ્મીરમાં એક શિક્ષિકા રજની બાળાની હત્યાનું દુખ હજી ઓછું પણ નહતું થયું અને આજે આતંકીઓએ વધુ એક ટાર્ગેટ કિલિંગ કર્યું છે. બેન્ક મેનેજર વિજય કુમારની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. વિજય મૂળ રાજસ્થાનનો છે. આ હુમાલ વિશે કાશ્મીરી પંડિતોએ એક ઈમરજન્સી બેઠક બોલાવીને ત્રણ મોટા નિર્ણયો લીધા છે.

અલગ-અલગ ટ્રાન્ઝિટ કેમ્પમાંથી આવેલા કાશ્મીરી અલ્પસંખ્યક ફોરમ અંતર્ગત બેઠક કરવામાં આવી હતી. આ બેઠકમાં બેન્ક અધિકારી વિજય કુમાર સહિત દરેક ટાર્ગેટ કિલિંગ હુમલાને વખોડવામાં આવ્યા હતા. તેમણે આ કૃત્યને કાયરતાની નિશાની ગણાવી હતી.

બેઠકના સીનિયર અધિકારીઓનું કહેવું છે કે, આ બેઠકમાં ત્રણ મુખ્ય નિર્ણય લેવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું છે કે, ઘાટીમાં દરેક જગ્યાએ અત્યારે તાત્કાલીક વિરોધ પ્રદર્શન રોકી દેવામાં આવ્યા છે. ફોરમનું કહેવું છે કે, ઘાટીમાં દરેક અલ્પસંખ્યકો સામે સરકારે કોઈ વિકલ્પ નથી છોડ્યો. આજે વિજય કુમારની હત્યા પછી એવું નક્કી કરવામાં આવ્યું છે કે, શુક્રવાર સવારથી કાશ્મીરી પંડિતો ઘાટીથી પલાયન કરવાનું શરૂ કરશે. ફોરમે ઘાટીમાં દરેક પ્રદર્શનકારીઓને અપીલ કરી છે કે, તેઓ દરેક નવયુગ ટનલ પાસે ભેગા થશે અને ત્યાં જ આગળની કાર્યવાહી વિશે નિર્ણય કરવામાં આવશે.

કાશ્મીરમાં રાહુલ ભટ્ટની હત્યા પછીથી પ્રદર્શન ચાલી રહ્યું છે
કાશ્મીરમાં રાહુલ ભટ્ટની હત્યા પછીથી પ્રદર્શન ચાલી રહ્યું છે

પંડિતોની કાશ્મીર છોડવાની તૈયારીઓ શરૂ
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, કાશ્મીરમાં બદલાતા સંજોગો વચ્ચે ઘણાં કાશ્મીરી પંડિતો અને અન્ય અલ્પસંખ્યક કર્મચારી ઘાટી છોડીને જમ્મુ તરફ જઈ રહ્યા છે. અનંતનાગના મટ્ટનમાં ગુરુવારે આતંકી હુમલાથી ડરેલા પંડિતો તેમનો સામાન લઈને બનિહાલ (જમ્મુ) જવાના પ્રયત્નો શરૂ કરી દીધા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે મટ્ટન પંડિત કોલોનીના લોકોએ અનંતનાગ કલેક્ટરને બનિહાલ સુધી લઈ જવાની સુરક્ષા માંગી

બીજા બાજુ અનંતનાગના વૈસ્સૂ વિસ્તારમાં પણ કાશ્મીરી પંડિતોએ પલાયનની તૈયારીઓ શરૂ કરી દીધી છે. પંડિતોએ જણાવ્યું કે, તેમણે તો સામાન પણ પેક કરી દીધો છે પરંતુ સેનાના જવાનો તેમને કેમ્પની બહાર નીકળવા નથી દેતા. ઘાટીમાં સતત થતી ઘટનાઓ પછી કાશ્મીરી પંડિતોએ પલાયનનું અલ્ટીમેટમ આપ્યું હતું. કાશ્મીરમાં 19 દિવસથી હત્યા વિરુદ્ધ પંડિતોનું પ્રદર્શન ચાલી રહ્યું છે.

સુરક્ષા આપવામાં સરકાર નિષ્ફળ, કાલથી પલાયન થશે
મટ્ટનમાં રહેતા કાશ્મીરી પંડિત રંજન જોત્શીએ જણાવ્યું કે, રોજ અમારા ભાઈઓને ગોળી મારવામાં આવી રહીછે. સરકાર સુરક્ષા આપવામાં નિષ્ફળ રહી છે. તેમણે જણાવ્યું કે અમે શુક્રવારથી કાશ્મીર છોડવાનીશરૂઆત કરીશું. સરકાર ગમે તેટલો પ્રયત્ન કરે અમને રોકી નહીં શકે.

31 મેના રોજ રજની બાળાને આતંકીઓએ તેના ઘરની બહાર જ ગોળી મારી હતી
31 મેના રોજ રજની બાળાને આતંકીઓએ તેના ઘરની બહાર જ ગોળી મારી હતી

21 દિવસમાં 6 ટાર્ગેટ કિલિંગ
જમ્મુ-કાશ્મીરમાં છેલ્લાં 20 દિવસમાં 6 ટાર્ગેટ કિલિંગની ઘટના સામે આવી છે. 12 મેના રોજ બડગામમાં રાહુલ ભટ્ટ (સરકારી કર્મચારી). 13 મેના રોજ પુલવામામાં રિયાઝ અહમદ ઠાકોર (પોલીસ કર્મી), 24 મેના સૈફુલ્લાહ કાદરી (કોન્સ્ટેબલ), 25 મેના અમરની ભટ્ટ (ટીવી આર્ટિસ્ટ) અને 31 મેના રોજ કુલુગામમાં રજની બાળા (શિક્ષક)ની આતંકીઓએ ગોળી મારીને હત્યા કરી દીધી છે.

1990માં થયું કાશ્મીરી પંડિતોનું સૌથી મોટું પલાયન
1990માં ઘાટીથી કાશ્મીર પંડિતોનું સૌથી મોટું પલાયન થયું હતું. ગૃહ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે 1990માં હુમલામાં 219 કાશ્મીરી પંડિતોની હત્યા કરવામાં આવી હતી. ત્યારપછી પંડિતોનું સૌથી મોટું પલાયન શરૂ થયું હતું. એક અંદાજ પ્રમાણે 1 લાખ 20 હજાર કાશ્મીરી પંડિતોએ તે સમયે કાશ્મીર છોડ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...