તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

370 પછીના 365 દિવસ:જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 રદ કરવાના ઐતિહાસિક પગલાને કાલે એક વર્ષ પૂરું થશે

જમ્મુ-શ્રીનગર2 મહિનો પહેલાલેખક: મોહિત કંધારી, મુદસ્સિર કુલૂ
  • કૉપી લિંક
શ્રીનગરના લાલ ચોકની ફાઇલ તસવીર
  • આતંકી નેટવર્ક નબળું થયું પણ પ્રતિબંધોથી પર્યટન, વેપાર-ચોપટ
  • વિકાસનો વાયદો કર્યો હતો, વર્ષ પૂરું થવા છતાં ખીણને નવી સવારનો ઇન્તેજાર

કલમ 370 રદ કરવાને બુધવારે એક વર્ષ પૂરું થવા જઈ રહ્યું છે પણ ખીણને હજુ પણ નવી સવારનો ઈન્તેજાર છે. ત્યારે પરિવર્તન, વિકાસનો જે વાયદો કરાયો હતો, પૃથ્વી પરના સ્વર્ગમાં તેનાં નિશાન 35 દિવસ પછી પણ દેખાઈ નથી રહ્યાં. વેપાર, પર્યટન, શિક્ષણ એટલું જ નહીં દરેક ક્ષેત્ર માટે એક વર્ષ મુશ્કેલીભર્યું પસાર થયું. 5 ઓગસ્ટ, 2019ના રોજ 370 કલમ હટાવાઈ હતી. કેન્દ્ર સરકારે આ પરિવર્તનને ઐતિહાસિક પગલું ગણાવ્યું હતું. તેના પછી પહેલાં સરકારી કડકાઈ- કર્ફ્યૂ જેવા પ્રતિબંધોએ કાશ્મીરીઓના પગ બાંધી દીધા. પછી 2020ની શરૂઆતમાં છૂટ મળવા જ લાગી હતી કે લૉકડાઉન લગાવી દેવાયું. કાશ્મીર ચેમ્બર ઓફ કોમર્સ ઇન્ડસ્ટ્રીઝના અધ્યક્ષ આશિક કહે છે કે બહારનાં રોકાણકારો કરતાં પહેલાં સ્થાનિક વેપારીઓ પર ધ્યાન આપવાની જરૂર છે જે સંપૂર્ણ મૂડી અહીં લગાવી ચૂક્યા છે.

ટુરિઝમ: પર્યટક 8 ગણા ઘટી ગયા, શિકારાવાળા ફળ-શાકભાજી વેચી રહ્યા છે
પર્યટન પર કાશ્મીરની આશરે 20 ટકા વસતી નિર્ભર છે. 2018માં ઓગસ્ટ-ડિસેમ્બરમાં 3,63,434 પર્યટકો આવ્યા હતા. 2019માં આ આંકડો 43,059 થઈ ગયો. ટ્રાવેલ એજન્સી સંચાલક જોન મોહમ્મદ કહે છે કે 5 ઓગસ્ટ પછી વધારે પડતાં બુકિંગ રદ થયાં, 10 લાખનું નુકસાન થયું. હવે ન તો કામ છે અને ન તો પરિવારનું ગુજરાન ચલાવવા કોઈ માધ્યમ. દાલ સરોવરના શિકારા માલિક રોજ 800 રૂ. કમાતા હતા, હવે ફળ-શાકભાજી વેચવા મજબૂર છે.

નિકાસ-વેપાર: અર્થતંત્રને 40 હજાર કરોડનું નુકસાન
કાશ્મીરમાંથી દર વર્ષે આશરે 1600 કરોડનું વૂડન હેન્ડિક્રાફ્ટ, પેપર-મેશ તથા શૉલ વગેરેની નિકાસ થાય છે. કાશ્મીર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના અધ્યક્ષ શેખ આશિક કહે છે કે ગત 5 ઓગસ્ટ બાદથી 40 હજાર કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.

ધીમા ઈન્ટરનેટને લીધે ઓનલાઈન શિક્ષણ, બિઝનેસ ઠપ
ખીણમાં ઈન્ટરનેટની સ્પીડ મોટો મુદ્દો છે. રફી વાણી જેવા ઓનલાઇન બિઝનેસ સંચાલકો માને છે કે સેક્ટર અંતની અણીએ પહોંચી ગયું છે. ઝડપી ઈન્ટરનેટ અમારા જ નહીં ગ્રાહકો માટે પણ જરૂરી છે. ધીમા ઈન્ટરનેટને લીધે બાળકો ઓનલાઈન અભ્યાસ પણ કરી શકી રહ્યાં નથી.

ચાલુ વર્ષે જાન્યુઆરી બાદથી 148 આતંકી ઠાર મરાયા

20192020
આતંકી ઘટનાઓ188120
ગુનાઈત ઘટનાઓ389102
આતંકી ઠાર મરાયા126148
સુરક્ષાકર્મી શહીદ થયા7535
બંધના એલાન304
સીઝફાયર ઉલ્લંઘન31682700
0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમયની ગતિ તમારા પક્ષમાં રહેશે. સામાજિક સીમા વધશે. છેલ્લાં થોડાં સમયથી ચાલી રહેલી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી રાહત મળશે. કોઇ મોટું રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે. નેગેટિવઃ- બપોર પછી પરિસ્થિત...

વધુ વાંચો