તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જૈફ વયે વિદાય:જમ્મુ-કાશ્મીરના અલગતાવાદી નેતા સૈયદ અલી શાહ ગિલાની 92 વર્ષની ઉંમરે અવસાન

16 દિવસ પહેલા
સૈયદ અલી શાહ ગિલાની (ફાઈલ ફોટો)
  • કાશ્મીરના નેતા સૈયદ અલી શાહ ગિલાનીનો જન્મ 29 સપ્ટેમ્બર,1929ના રોજ થયો હતો

જમ્મુ-કાશ્મીરના અલગતાવાદી નેતા સૈયદ અલી શાહ ગિલાનીનું અવસાન થયું છે. તેમણે બુધવારે રાત્રે અંતિમ શ્વાસ લીધા છે. ગિનાનીનું શ્રીનગરના હૈદરપોરા સ્થિત નિવાસ સ્થાને અવસાન થયું હતું. કેન્દ્ર શાસિત પ્રદેશની ભૂતપુર્વ મુખ્યમંત્રી PDP પ્રમુખ મહેબુબા મુફ્તિએ ગિલાનીના અવસાન બદલ દુ:ખ વ્યક્ત કર્યું છે.

કાશ્મીરના નેતા સૈયદ અલી શાહ ગિલાનીનો જન્મ 29 સપ્ટેમ્બર,1929ના રોજ થયો હતો. તેઓ દેશના કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં પ્રથમ પાકિસ્તાન સમર્થક કાશ્મીરી અલગતાવાદી નેતા હતા. અગાઉ તેઓ જમાત-એ-ઈસ્લામી કાશ્મીરના સભ્ય હતા, પણ બાદમાં તહેરીક-એ-હુર્રિયતની સ્થાપના કરી હતી.

તેમણે જમ્મુ-કાશ્મીરમાં અલગતાવાદી સમર્થક પક્ષોના સમૂહ ઓલ પાર્ટીઝ હુર્રિયત કોન્ફ્રરન્સના અધ્યક્ષ તરીકે કાર્ય કર્યું હતું. તેઓ વર્ષ 1972,1977 અને 1987માં જમ્મુ-કાશ્મીરના સોપોર ક્ષેત્રમાંથી ધારાસભ્ય પણ રહી ચુક્યા હતા. તાજેતરમાં જ જૂન 2020માં તેમણે હુર્રિયત છોડી દીધી હતી. છેલ્લા કેટલાક સમયથી તેમની તબિયત સારી રહેતી ન હતી. અનેક વખત તેમના અવસાનની અફવા પણ ફેલાઈ હતી.