• Gujarati News
  • National
  • Jammu And Kashmir: End Of 149 year old 'Darbar Move' Tradition, Government Happy But Jammu And Kashmir Business Class Angry

ભાસ્કર વિશેષ:જમ્મુ-કાશ્મીર : 149 વર્ષ જૂની ‘દરબાર મૂવ’ ની પરંપરાનો અંત, સરકાર ખુશ પણ જમ્મુ-કાશ્મીરનો વેપારી વર્ગ નારાજ

જમ્મુ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 10 હજાર કર્મચારી 6 મહિના માટે જમ્મુ આવતા હતા, તેનાથી બજારોમાં રોનક વધી જતી હતી

જમ્મુ-કાશ્મીરમાં 149 વર્ષ જૂની ‘દરબાદ મૂવ’ પરંપરા ખતમ થવાથી જમ્મુના ધંધાદારીઓ ખૂબ જ નારાજ થયા છે. જ્યારે જમ્મુને તેનું બીજું ઘર બનાવનારા કાશ્મીરી કર્મચારી પણ નિરાશ છે. ખરેખર તંત્રએ ત્રણ ડઝનથી વધુ વિભાગોના કાર્યાલયોના અભિલેખોનું ડિજિટલીકરણ થયા બાદ જૂન 2021માં દરબાર મૂવ માટે કર્મચારીઓના નામે એલૉટ નિવાસની ફાળવણી રદ કરી દીધી હતી.

વર્ષમાં બે વખત યોજાનાર દરબાર મૂવથી 10 હજાર કર્મચારીઓને આવાસ બદલવાની જરૂર પડતી હતી. તેના માટે તેમને 25 હજાર રૂપિયા ભથ્થું અપાતું હતું. દરબાર મૂવ થતા સચિવાલય, રાજભવન, પોલીસ હેડક્વાર્ટર, સરકારી વિભાગ, જાહેર ઉપક્રમ, નિગમ, બોર્ડ અને હાઈકોર્ટની મુખ્ય વિંગને ગરમીમાં શ્રીનગર અને ઠંડીમાં જમ્મુ-સ્થળાંતરિત કરવામાં આવતી હતી.

આ પરંપરા 19મી સદીની ચાલતી આવી રહી હતી. જમ્મુના રઘુનાથ બજારના બિઝનેસમેન એસોસિયેશનના અધ્યક્ષ સુરિન્દર મહાજને કહ્યું કે જ્યારે દરબાર ઠંડીમાં જમ્મુ આવે તો કાશ્મીરના હજારો કર્મચારીઓ અને તેમના પરિવાર જમ્મુ આવતા હતા. જમ્મુનાં બજારોમાં છ મહિના સુધી ચહલ-પહલ જોવા મળતી હતી. વેચાણ વધી જતું હતું પણ હવે એવું નહીં થાય.

સરકારનો દાવો - તેનાથી 200 કરોડ રૂપિયા બચશે
તંત્રનો દાવો છે કે દરબાર મૂવ બંધ થવાથી સરકારી તિજોરીમાં વાર્ષિક 150થી 200 કરોડ રૂપિયાની બચત થશે. દર વર્ષે નવેમ્બરના પહેલા અઠવાડિયામાં સિવિલ સચિવાયલ તરફ જતા જમ્મુના માર્ગોનું સમારકામ કરવામાં આવતું હતું. ખરાબ ટ્રાફિક સિગ્નલ સુધારવામાં આવતાં હતાં. સેંકડો કાર્યાલયો પરિસરોને શણગારાતાં હતાં. હવે એવું નહીં થાય.

અન્ય સમાચારો પણ છે...