તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Jammu And Kashmir Elections; Jammu And Kashmir Assembly Election, Gupkar Alliance, Farooq Abdullah

શું J&Kમાં ચૂંટણીની તૈયારીઓ શરૂ?:ચૂંટણી માટે જમ્મુ-કાશ્મીરની પાર્ટિઓ સાથે વાતચીતની તૈયારીમાં કેન્દ્ર, ગુપકાર પણ આમાં સામેલ થવા તૈયાર

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

કેન્દ્ર સરકાર જમ્મુ-કાશ્મીરના રાજકીય પક્ષો સાથે ટૂંક સમયમાં વાતચીત શરૂ કરી શકે છે. આ ચર્ચામાં જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજ્જો આપવા અને અહીં ચૂંટણી પ્રક્રિયા શરૂ કરવા માટે હાથ ધરાશે. જો કે, આ સંદર્ભમાં હજુ સુધી કોઈ સત્તાવાર આમંત્રણ મોકલવામાં આવ્યું નથી.

ન્યૂઝ વેબસાઇટ NDTVના સૂત્રોએ માહિતી આપી છે કે PDP અને નેશનલ કૉન્ફ્રેન્સ સહિત 7 દળોના સંગઠન ગુપકારે પણ આ ચર્ચામાં ભાગ લેવા હામી ભરી દીધી છે. નેશનલ કૉન્ફ્રેન્સે પણ કહ્યું કે તે સીમાંકન સાથે જોડાયેલી ચર્ચામાં ભાગ લેશે.

જૂન 2018માં જમ્મુ-કાશ્મીરમાં ત્યારે રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું હતું, જ્યારે ભાજપે PDP સાથે પોતાનું ગઠબંધન તોડવાની જાહેરાત કરી હતી. આ ઘટના પછી ત્યાં ચૂંટણી અંગે કોઈપણ પ્રકારનો હોબાળો થયો નથી. ઓગસ્ટ 2019માં કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરેના વિશેષ રાજ્યના દરજ્જાને હટાવ્યો હતો, એની સાથે જમ્મુ-કાશ્મીર અને લદાખને 2 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સમાવિષ્ટ કર્યા હતા.

USએ ભારત પર દબાણ કર્યું, કેન્દ્ર હવે એક્ટિવ
2019 લોકસભા ચૂંટણી બાદ હવે રાજ્યમાં વિધાનસભા ચૂંટણી આયોજિત કરવાના એંધાણ સામે આવ્યા હતા, પરંતુ ચૂંટણી પંચે સુરક્ષાના કારણોને ધ્યાનમાં રાખીને આને નકારી કાઢ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે કેન્દ્રએ કાશ્મીરી લીડરશિપ સાથે ચર્ચા કરવાના સંકેત ત્યારે આપ્યા હતા, જ્યારે અમેરિકાએ ભારતને કાશ્મીરમાં ચૂંટણી પ્રક્રિયા શરૂ કરવા માટે દબાણ કર્યું હતું.

અમેરિકાના ટૉપ બ્યૂરોક્રેટ ડીન થોમસને કહ્યું કે કાશ્મીર એવું ક્ષેત્ર છે, જ્યાં અમે ઝડપથી પરિસ્થિતિ સામાન્ય થતી જોવા ઇચ્છિએ છીએ. અમે આ દિશામાં વિવિધ પગલાંઓ ભરાતા પણ જોયા છે. જેમકે કેદીઓને સ્વતંત્ર કરવા, 4G સેવાને ફરી શરૂ કરવા જેવી પહેલના આધારે તારણ કાઢવામાં આવ્યું હતું. ચૂંટણી પ્રક્રિયાની શરૂઆત પણ એક એવું પ્રાથમિક પગલું હશે, જેને અમે જોવા ઇચ્છિએ છીએ અને અમે ભારતને આ અંગે પ્રોત્સાહિત પણ કરતા રહીશું.

શું છે ગુપકાર ડિક્લેરેશન?
શ્રીનગરના ગુપકાર રોડ વિસ્તારમાં નેશનલ કૉન્ફ્રેન્સના લીડર ફારૂક અબ્દુલ્લાનું ઘર આવેલું છે. જમ્મુ-કાશ્મીરથી કલમ 370 હટાવ્યાના એક દિવસ પહેલા 4 ઓગસ્ટ 2019ના રોજ આઠ સ્થાનિક દળોની અહીંયા બેઠક યોજાઇ હતી. આમાં જે ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો, એને ગુપકાર ડિક્લેરેશન કહેવાય છે. આમાં આર્ટિકલ 370 અને 35Aની છૂટ આપ્યા બાદ જમ્મુ-કાશ્મીરને રાજ્ય તરીકેનો દરજ્જો આપવાની વાતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. સાથી દળોએ સૌથી વરિષ્ઠ નેતા ડૉ. ફારૂક અબ્દુલ્લાને આના અધ્યક્ષ તરીકે પસંદ કર્યા હતા.

ગઠબંધનમાં 6 પાર્ટિઓ સામેલ
ગુપકાર ડિક્લેરેશનને અમલમાં મૂકવા માટે 6 દળોએ સાથે મળીને કાર્ય આગળ વધાર્યું હતું. જેમાં ડૉ. ફારૂક અબ્દુલ્લાની અધ્યક્ષતા વાળી નેશનલ કૉન્ફ્રેન્સ, મહેબૂબા મુફ્તીની આગેવાની વાળી PDP સિવાય સજ્જાદ ગનીની પીપલ્સ કૉન્ફ્રેન્સ, અવામી નેશનલ કૉન્ફ્રેન્સ, જમ્મુ-કાશ્મીર પીપલ્સ મૂવમેન્ટ અને માકપાના સ્થાનીક એકમો પણ સામેલ છે.

DDCમાં ભાજપ સોથી મોટી પાર્ટી બની
જમ્મુ-કાશ્મીરની જિલ્લા વિકાસ પરિષદ (DDC) ચૂંટણીમાં સૌથી વધુ 110 બેઠકો પીપલ્સ એલાયન્સ ફોર ગુપકાર ડિક્લેરેશન (PAGD) પાસે ગઇ હતી. ભાજપ 75 બેઠક જીતીને આ ચૂંટણીમાં સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી આવી છે. અહીંયા 280માંથી 278 બેઠકોમાં મતદાન થયું હતું અને 2 બેઠકોમાં ચૂંટણીને સ્થગિત રાખવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...