તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
24 દેશોના ડિપ્લોમેટ્સની એક ટીમ બુધવારે સવારે 2 દિવસની મુલાકાત અંતર્ગત જમ્મુ-કાશ્મીર પહોંચી છે. ડિપ્લોમેટ્સે પહેલાં દિવસે શ્રીનગરના મેયર, ડિસ્ટ્રીક્ટ ડેવલપમેન્ટ કાઉન્સિલ (DDC) અને બ્લોક ડેલવપમેન્ટ કાઉન્સિલ (BDC)ના અધ્યક્ષો સાથે મુલાકાત કરી.
આ ડેલિગેશનને યુરોપિયન યુનિયન (EU)ના ભારતમાં રાજદૂત ઉગો અસ્ટુટો લીડ કરી રહ્યાં છે. ફ્રાંસના રાજદૂત ઈમેન્યુઅલ લિનેન અને ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશનના મેમ્બર પણ ટીમનો ભાગ છે. આ મુલાકાત ગૃહ મંત્રાલયના આમંત્રણ બાદ કરવામાં આવી રહી છે.
એક્ટિવિસ્ટ, મીડિયા, ઓફિસરોને મળશે
આ વખતે વિદેશી ડિપ્લોમેટ્સ DDCના નવા ચૂંટાયેલા મેમ્બર્સ, સોશિયલ અને પોલિટિકિલ એક્ટિવિસ્ટ, મીડિયા અને સિવિલ એડમિનિસ્ટ્રેશનના અધિકારીઓ અને સેનાના જવાનો સાથે મુલાકાત કરશે. સિવિલ એડમિનિસ્ટ્રેશનના ઓફિસર જમ્મુ-કાશ્મીકમાં આર્ટિકલ 370 રદ થયા પછી થયેલાં કામ વિશેની માહિતી આપશે. સેના અને સુરક્ષા એજન્સીઓના અધિકારીઓ તેમને સુરક્ષાની સ્થિતિ વિશેની માહિતી આપશે. ડેલિગેશનના મેમ્બર્સ શ્રીનગરની ડલ ઝીલમાં શિકારાની મજા માણશે અને ગુલમર્ગ પણ જશે. ત્યાર પછી તેઓ 18 ફેબ્રુઆરીએ જમ્મુ પહોંચશે અને LG મનોજ સિન્હાની મુલાકાત કરશે.
આ દેશોના ડિપ્લોમેટ્સ સામેલ
પ્રતિનિધિમંડળમાં ચિલી, બ્રાઝિલ, ક્યૂબા, બોલિવિયા, એસ્ટોનિયા, ફિનલેન્ડ, ફ્રાન્સ, આયર્લેન્ડ, નેધરલેન્ડ, પોર્ટુગલ, યુરોપિયન યુનિયન, બેલ્જિયમ, સ્પેન, સ્વીડન, ઈટાલી, બાંગ્લાદેશ, મલાવી, ઈરિટ્રિયા, આઇવરી કોસ્ટ, ધાના, સેનેગલ, મલેશિયા, તાઝિકિસ્તાન, કિર્ગિસ્તાનના ડિપ્લોમેટ્સ સામેલ છે.
370 હટાવ્યા પછી ચોથું ડેલિગેશન
5 ઓગસ્ટ 2019ના રોજ આર્ટિકલ 370 ખતમ કર્યા પછી વિદેશી ડેલિગેશનની જમ્મુ-કાશ્મીરમાં આ ચોથી મુલાકાત છે. આ પહેલાં ઓક્ટોબર 2019, જાન્યુઆરી અને ફેબ્રુઆરી 2020માં પણ ડેલિગેશને જમ્મુ-કાશ્મીર મુલાકાત કરી હતી.
પાકિસ્તાને વિદેશી ડેલિગેશન સામે કાશ્મીર મુદ્દો ઉઠાવ્યો
પાકિસ્તાને મંગળવારે ઈસ્લામાબાદમાં ડિપ્લોમેટિક મિશન્સના હેડ્સને કાશ્મીરની તાજેતરની સ્થિતિની માહિતી આપી હતી. પાકિસ્તાનના વિદેશ મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ફોરેન સેક્રેટરી સોહેલ મહમૂદના ડેલિગેશનને બ્રીફ કરવામાં આવ્યું છે. તેમણે ઈન્ટરનેશનલ કમ્યુનિટીને યુનાઈટેડ નેશન્સના પ્રસ્તાવો પ્રમાણે કાશ્મીરમુદ્દે સમાધાન માટે પ્રયત્ન કરવાની અપીલ કરી છે. જ્યારે ભારતે પાકિસ્તાનને કહ્યું છે કે તેઓ આંતરિક મુદ્દાઓ પર કમેન્ટ ના કરે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.