તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આતંકીએ કર્યો ખુલાસો:જૈશે NSA ડોભાલની ઓફિસની રેકીનો વીડિયો પાકિસ્તાન મોકલ્યો

નવી દિલ્હી12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સુરક્ષા વધારાઈ, 6 ફેબ્રુઆરીએ ઝડપાયેલા આતંકી હિદાયતુલ્લા મલિકની તપાસમાં બહાર આવ્યું

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલની સુરક્ષા વધારવામાં આવી છે. તેમની ઓફિસમાં રેકીનો વીડિયો મળ્યા બાદ સુરક્ષા એજન્સીઓએ આ પગલું ભર્યું છે. હકીકતમાં 6 ફેબ્રુઆરીએ કાશ્મીરના શોપિયામાં રહેતા જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીની ધરપકડ કરવામાં આવી હતી. તેની પૂછપરછ દરમિયાન આ વીડિયો સામે આવ્યો છે. આતંકવાદીએ આ વીડિયો તેના પાકિસ્તાની હેન્ડલરને મોકલવાનો હતો, જેને તે ડોકટરના નામથી ઓળખતો હતો.

આ અંગે જોડાયેલાં સૂત્રોના હવાલેથી મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે જૈશનો આતંકવાદી હિદાયતુલ્લા મલિકે પૂછપરછમાં જણાવ્યું હતું કે તેણે પોતાના પાકિસ્તાની હેન્ડલર્સના કહેવા પર ડોભાલની ઓફિસ અને કેટલીક અન્ય મહત્ત્વપૂર્ણ ઇમારતોની રેકી કરી હતી. હિદાયતુલ્લા મલિકની અનંતનાગમાં ધરપકડ કરવામાં આવી હતી.

તે જૈશના ફ્રન્ટ ગ્રૂપ લશ્કર-એ-મુસ્તફાનો ચીફ છે. ધરપકડના સમયે મલિક પાસે ભારે માત્રામાં વિસ્ફોટક સામગ્રી જપ્ત કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા મુજબ, મલિકે જણાવાયું હતું કે તે 24 મે 2019ના રોજ ઇંડિગોની ફ્લાઇટથી શ્રીનગરથી દિલ્હી આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો