તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Jailed Mumbai Police API Sachin Vaze Suspended, Also Accused In Mansukh Hiren's Murder

એન્ટીલિયા કેસમાં કાર્યવાહી:જેલમાં રહેલા મુંબઈ પોલીસના API સચિન વઝેને ડિસમિસ કરાયા, મનસુખ હિરેનની હત્યામાં પણ આરોપી

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
સચિન વજે નવી મુંબઈની તલોજા જેલમાં બંધ છે. - Divya Bhaskar
સચિન વજે નવી મુંબઈની તલોજા જેલમાં બંધ છે.

એન્ટીલિયા કેસ અને મનસુખ હિરેનની હત્યા કેસમાં ધરપકડ કરવામાં આવેલા તેમ જ નવી મુંબઈની તલોજા જેલમાં બંધ આસિસ્ટન્ટ પોલીસ ઈન્સ્પેક્ટર (API) સચિન વઝેને નોકરીમાંથી ડિસમિસ કરવામાં આવ્યા છે. ગ્રેટર મુંબઈના પોલીસ કમિશ્નર દ્વારા મંગળવારે આપવામાં આવેલા એક આદેશમાં આ અંગે પૃષ્ટી કરવામાં આવી છે.

સચિન વઝેને નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી (NIA)એ 13 માર્ચના રોજ એન્ટીલિયા કેસમાં શંકાસ્પદ ભૂમિકાના આરોપ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. સચિન વઝેને ડિસમિસ કરવા માટે ગૃહ વિભાગે મુંબઈ પોલીસને ભલામણ કરી હતી. તેમની સામે IPCની કલમ 285, 465, 473, 506(2), 120B હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

પૂરાવાનો નાશ કરવા માટે મનસુખને માર્ગમાંથી હટાવવામાં આવ્યા
ATS સૂત્રોના જણાવ્યા પ્રમાણે અંબાણીના ઘરની બહાર વિસ્ફોટકોથી ભરેલી સ્કોર્પિયો પાર્ક કરવાનું ષડયંત્ર સચિન વઝેએ રચ્યું હતું. તેમના આ ષડયંત્રનો મુખ્ય સાક્ષી મનસુખ હતો. મનસુખે વઝેને આ સમગ્ર ષડયંત્રમાં મદદ કરી હતી. આ કેસની તપાસ NIAને સોંપવામાં આવી તો વઝેએ ષડયંત્રનો ઘટસ્ફોટ થવાના ડરથી વધુ એક ષડયંત્ર રચ્યું. તેણે મનસુખની હત્યા કરવાનું ષડયંત્ર રચ્યું. 4 માર્ચની રાત્રે 8.30 વાગે નોકરી પરથી કાઢી મુકાયેલા સિપાહી વિનાયક શિંદે મારફતે મનસુખને બોલાવ્યો હતો.

હાથ-મોઢુ બાંધી જીવતા જ ખાડીમાં ફેકી દીધો
​​​​​​​
5 માર્ચના રોજ મુંબ્રાના રેતી બંદર સ્થિત ખાડી (સમુદ્ર)માં મનસુખની લાશ મળી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે મનસુખનું મોંઢુ અને હાથ બાંધીને તેને જીવતા જ ખાડીમાં ફેકી દેવામાં આવ્યો હતો. ATS પાસેથી NIAને મનસુખની હત્યાના મહત્વના પૂરાવા મળી ગયા હતા. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મનસુખ કેસની તપાસ NIAને સોંપ્યાના થોડા કલાકમાં જ ATSએ બે લોકોની ધરપકડ કરી કેસને ઉકેલવાનો દાવો કર્યો હતો. ​​​​​

વઝેએ મનસુખને પણ ષડયંત્રમાં સામેલ કર્યો
સૂત્રોના જણાવ્યા પ્રમાણે વઝેએ પોતાના ષડયંત્રમાં મનસુખને પણ સામેલ કર્યો હતો. આ અંગેના પૂરાવા ATS અને NIAને મળ્યા છે. અલબત એ બાબત સ્પષ્ટ થઈ નથી કે મનસુખ ડરને લીધે કે પછી પોતાની ઈચ્છાથી વઝે સાથે મળી ગયો હતો. તપાસમાં જાણવા મળ્યું છે કે વઝેના કહેવાથી મનસુખે 18 ફેબ્રુઆરીના રોજ વિક્રોલી પોલીસ સ્ટેશનમાં પોતાની સ્કોર્પિયો ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી. NIAની ફોરેન્સિક તપાસમાં સામે આવ્યું છે કે સ્કોર્પિયોની ચોરી થઈ ન હતી. ​​​​​​​

જવાબદારી લેવાનો ઈન્કાર કરાતા હત્યા કરાઈ હોવાની આશંકા
​​​​​​​
ATS સૂત્રોના જણાવ્યા પ્રમાણે મનસુખ પાસે અંબાણીના ઘરની બહાર વિસ્ફોટકથી ભરેલી સ્કોર્પિયોને પાર્ક કરવાની જવાબદારી લેવા કહેવામાં આવ્યું હતું. તેણે મનસુખને કહ્યું હતું કે તે આ કેસની તપાસ કરી રહ્યા છે અને તેને સરળતાથી છોડાવી લેશે. મનસુખે જવાબદારી લેવાનો ઈન્કાર કર્યો હતો. ઈન્કાર કરવાના સંજોગોમાં વઝેને લાગ્યુ કે મનસુખ તેનું મો ખોલી દેશે અને તેણે મનસુખની હત્યાનું ષડયંત્ર રચ્યું.