તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Jai Shri Ram Called From A Muslim Youth In Jharda Village Of Ujjain, Then Let Him Go, Threatened Not To Come Back To The Village Again, Video Viral, Police Said That Arrest Will Be Made Soon

બળજબરીપૂર્વક જય શ્રી રામનો નારો લગાવડાયો:મધ્યપ્રદેશના ઉજ્જેનમાં યુવકોએ પસ્તીનું કામ કરનારા પાસે નારા લગાવડાયા, ગામમાં ફરી ન આવવાની ધમકી આપી, બે આરોપીની ધરપકડ

ઉજ્જૈન22 દિવસ પહેલા
ફાઈલ ફોટો

મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં પસ્તીનું કામ કરનાર પાસેથી જય શ્રી રામના બળજબરીપૂર્વક નારા લગાવાની ઘટના સામે આવી છે. આ ઘટનાનો વીડિયો પણ વાઈરલ થઈ રહ્યો છે. કેટલાક યુવાનો બળજબરીપૂર્વક તે વ્યક્તિને સૂત્રોચ્ચાર કરવા કહી રહ્યા છે. તેઓ તેને ગામમાં પાછા ન આવવાની ધમકી પણ આપી રહ્યા છે. વીડિયો અને ફરીયાદીની ફરિયાદના આધારે પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે.

ASP આકાશ ભૂરિયાએ કહ્યું કે આરોપીઓની ટૂંક જ સમયમાં ધરપકડ કરવામાં આવશે. મધ્ય પ્રદેશના શિક્ષા મંત્રી વિશ્વાસ સારંગે કહ્યું કે આ મામલે પોલીસ પોતાનું કામ કરી રહ્યુ છે. પરંતુ, સ્થિતિ બગડવાવાળી વસ્તુઓને કોંગ્રેસ જાણીજોઈને હવા આપી રહી છે. બીજી બાજુ, અબ્દુલે ગ્રામ સેકલીના બે યુવકો ઈશ્વર સિંહ અને કમલ સિંહ વિરુદ્ધ રિપોર્ટ લખાવી હતી. બંનેની ધરપકડ કરવામાં આવી છે.

આરોપીએ ધમકાવ્યો- અમારા ગામમાં ઘુસવાની હિમ્મત કેવી રીતે કરી
ઘટના ઉજ્જૈનથી 60 કિલોમીટર દૂર આવેલા મહિદપુર વિસ્તારના પિપલિયા ઘુમાની છે. વીડિયો શનિવારનો છે. જે વ્યક્તિ સાથે આ ઘટના બની તેનું નામ અબ્દુલ છે.
વીડિયોમાં દેખાઈ રહ્યુ છે કે યુવક પસ્તીનું કામ કરનારાનો સામાન ફેંકી રહ્યા હતાં. તેના જોડે જબરદસ્તી નારો લગાવી રહ્યા હતાં. ધમકી અને ડરના લીધે તે વ્યક્તિ નારો લગાવે છે, તે બાદ યુવકોએ કહ્યું કે તે અમારા ગામમાં ઘૂસવાની હિમ્મત કેવી રીતે કરી.

બે આરોપીની ધરપકડ
SP સતેન્દ્ર કુમાર શુક્લએ જણાવ્યું કે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. બંનેને કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવશે. SDOP આરકે રાયે જણાવ્યું કે ધારા 505(2), 506 અને 153 પ્રમાણે કેસ દાખલ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...