તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Jadeep Dhankhar Vs Mamata Banerjee | West Bengal Post Poll Violence, West Bengal Election Violence, WB Governor Jadeep Dhankhar, CM Mamata Banerjee, Post Poll Violence

બંગાળ હિંસા પર રાજ્યપાલ ફરીથી ગુસ્સે:ધનખડે કહ્યું- બંગાળમાં બંધારણ ખતમ; રાત્રે મને હિંસાની ઘટનાઓ અંગે માહિતી મળે, સવારે બધું બરોબર હોય એમ જણાવાય છે

3 મહિનો પહેલા

બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જીના 43 મંત્રીઓએ આજે શપથ લીધા હતા. ત્યાર પછી ફરી એકવાર રાજ્યપાલ ધનખડે મમતાની કાર્યવાહી પર સવાલો ઉઠાવ્યા હતા અને બંગાળમાં ચાલી રહેલી હિંસા અંગે નારાજગી પણ પ્રગટ કરી હતી. ધનખડે જણાવ્યું હતું કે રાત્રે મને હિંસાના સમાચાર મળે અને સવારે બધું બરોબર છે એમ જણાવી દેવામાં આવે છે. હિંસાને પગલે રાજ્ય સરકાર કોઈપણ પ્રકારની જવાબદારી દાખવી રહી નથી. જે પ્રમાણેની પરિસ્થિતિ છે એ સ્પષ્ટ કરે છે કે સરકાર પણ આ પ્રમાણે જ ઈચ્છતી હતી.

મમતા સરકારને 5 દિવસમાં 2વાર રાજ્યપાલ જગદીપ ધનખરે રાજધર્મની સલાહ આપી હતી. બંગાળ ચૂંટણી પછી જે હિંસક પ્રવૃત્તિઓ પરિણમી હતી એ અંગે ધનખડે કહ્યું હતું કે સરકારે બંગાળની વાસ્તવિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જનતાનો વિશ્વાસ જીતવાની જરૂર છે. સરકારે આ પ્રકારના આરોપીઓની ધરપકડ કરવાની વાત કરીને લોકતંત્રને વધુ મજબૂત બનાવવા માટે જણાવ્યું હતું. આ અંગે રાજ્ય સરકારની દરેક પ્રતિક્રિયાઓથી હું જાણકાર છું. આને મારાથી વધુ સારું કોઈપણ નથી સમજી શકતું. સરકાર પણ આવું જ ઈચ્છતી હતી. મેં તેમનામાં કોઈપણ પ્રકારની જવાબદારી જોઈ નહોતી.

રાજ્યપાલ અધિકારીઓના વલણથી નારાજ થયા
રાજ્યપાલે જણાવ્યું હતું કે મેં કોલકાતાની સ્થાનિક પોલીસ અને પ્રશાસન પાસેથી આ સમગ્ર હિંસક ઘટનાઓની 3 મેના રોજ રિપોર્ટ માગ્યો હતો. આ દિવસે મેં રાજ્યનાં ચીફ સેક્રેટરી પાસેથી બંગાળની સ્થિતિ અને એમાં સુધારો લાવવા માટેનો રિપોર્ટ માગ્યો હતો. મેં તેમને આ પ્રકારની હિંસાને રોકવાની પણ વાત ઉચ્ચારી હતી, પરંતુ હજુ સુધી મને રિપોર્ટ આપવામાં આવ્યો નથી. મને આનું કારણ પણ જણાવવામાં નહોતું આવ્યું અને પોલીસ કમિશનરે જે મારા માટે રિપોર્ટ ચીફ સેક્રેટરી હોમમાં પણ મોકલ્યો હતો, પરંતુ મને એનો રિપોર્ટ પણ હજુ સુધી આપવામાં આવ્યો નથી.

હેલિકોપ્ટર માગ્યું તો જવાબ પણ નહોતો આપ્યો, બોલ્યા- પાયલોટ સાથે સમસ્યા છે
તેમણે જણાવ્યું હતું કે ચીફ સેક્રેટરીએ તેમનું કામ કેમ બરોબર નથી કર્યું, તેઓ ફક્ત હાજરી પૂરવા માટે મારી પાસે આવ્યા હતા. આ માત્ર દેખાડો હતો. તમે અનુમાન લગાવી શકો છો કે અત્યારે રાજ્યમાં કેવા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. મેં પ્રભાવિત વિસ્તારમાં જવા માટે હેલિકોપ્ટરની માગ કરી હતી. મને આનો લેખિતમાં કોઈપણ પ્રકારે જવાબ આપવામાં આવ્યો નથી. બસ, મને માત્ર બિનઆધિકારિક રૂપે જણાવવામાં આવ્યું હતું કે હેલિકોપ્ટર ખરાબ છે અને પાયલટ સાથે પણ કેટલીક સમસ્યાઓ છે. શું બંધારણીય વડાને આ પ્રમાણે સૂચના અપાય. તમે લેખિતમાં કેમ આનો જવાબ આપ્યો નથી.

બંગાળને બંધારણ પ્રમાણે ચલાવવું મુશ્કેલ
હું આની અવગણનાં નહીં કરી શકું. સરકારને મારી અપીલ છે કે પહેલા મને રાજ્યની તમામ ઘટનાઓથી જાણકાર કરો, ત્યાર પછી આગળ કાર્યવાહી થઈ શકે છે. હું ઘણા પ્રયત્નો કરું છું, પરંતુ મને આનો જવાબ આપવામાં આવતો નથી. મારા માટે આ ઘણું મુશ્કેલ છે. બંગાળમાં સરકાર બંધારણ પ્રમાણે કાર્ય કરતી હોવી જોઈએ. મને વાસ્તવિક પરિસ્થિતિ અંગે માહિતી આપો અને સરકાર પણ આને ગંભીરતાથી લઈને નિર્ણય કરે.

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર

રાત્રે મને હિંસાના સમાચાર મળે, સવારે બધું બરોબર છે એમ જણાવાય છે
હું મીડિયાને અપીલ કરું છું કે હું ઘણો દુઃખી છું. રાતના સમયે મને હિંસાના સમાચાર મળે છે અને સવારે જ્યારે આ અંગે તપાસ કરીએ તો બધું બરોબર છે એમ જણાવાય છે. ઈતિહાસ મારો અને સરકારનો નિર્ણય લેશે કે આ પરિસ્થિતિમાં શું કર્યું હતું? તમને પણ આવી રીતે પરખવામાં આવશે. મારી અપીલ છે કે તમે નિર્ભય થઈને પોતાના કર્તવ્યનું પાલન કરો.

મમતાને પણ સલાહ આપી

  • આની પહેલાં મમતાએ 5 મેના રોજ બંગાળના મુખ્યમંત્રીપદના શપથ લીધાં હતાં. ત્યારે પણ રાજ્યપાલ અને દીદી વચ્ચે શાબ્દિક પ્રહારો થયા હતા. રાજ્યપાલે જણાવ્યું હતું કે બંગાળ અને દેશમાં જે પ્રમાણે અત્યારે પરિસ્થિતિ છે એ જોતા જો હિંસા બદલો લેવા માટે કરાઈ રહી છે, તો એ બંધારણ વિરુદ્ધનું કૃત્ય છે. મને આશા છે કે મુખ્યમંત્રી કાયદાને ફરીથી રાજ્યમાં લાગુ કરવા માટે પહેલ કરશે.
  • આ અંગે મમતાએ જવાબ આપ્યો હતો કે છેલ્લા કેટલાક સમયથી બંગાળની વ્યવસ્થા ચૂંટણીપંચનાં હાથમાં હતી. મને હિંસા અંગે ઘણા સમાચાર મળ્યા છે, છેલ્લા કેટલાક દિવસોમાં જે પ્રમાણે ઘટનાઓ પરિણમી છે, એ બંધારણ વિરુદ્ધનું કૃત્ય છે. આનું જવાબદાર ચૂંટણીપંચ છે. હું વિશ્વાસ પ્રગટ કરું છું કે નવી વ્યવસ્થા બનાવીને પરિસ્થિતિ પર અંકુશ મેળવી શકું.

બંગાળમાં ચૂંટણી પછીની હિંસામાં અત્યારસુધીમાં 11નાં મોત
બંગાળના મોટા ભાગના પ્રદેશમાં ભાજપ અને TMC વચ્ચે ઘર્ષણ થયું હતું, જેમાં 11 લોકોનાં મોત થયાં છે. ભાજપની ઓફિસ અને દુકાનોમાં આગ ચાંપી દેવામાં આવી હતી. ભાજપે સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને બંગાળમાં કાયદાકીય વ્યવસ્થાની જાળવણી માટે કેન્દ્રીય દળને મોકલવાની વાત પણ કરી હતી. વળી, CBI પાસે હિંસાની તપાસ કરવા પણ આદેશ આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...