પટનામાં બ્લાસ્ટ કરનારા 9 આતંકવાદીને જાણો:હૈદર સુસાઈડ જેકેટ તો ઈમ્તિયાઝ કૂકર-બોમ્બ બનાવવામાં એક્સપર્ટ, 3 રાજ્યમાંથી વિસ્ફોટકો ખરીદેલા

પટનાએક મહિનો પહેલા
  • ભારતને ઈસ્લામિક રાષ્ટ્ર બનાવવાના ઉદ્દેશથી સ્થપાયેલી પ્રતિબંધિત સિમી સાથે આ આતંકવાદી સંકળાયેલા

પટના સિવિલ કોર્ટમાં NIAના વિશેષ ન્યાયમૂર્તિ ગુરવિંદર સિંહ મલ્હોત્રાએ પટનામાં શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટના તમામ નવ આરોપીને સજા ફરમાવી છે. તેમા 4 આરોપીને ફાંસી, 2 આરોપીને આજીવન કારાવાસ, 2 આરોપીને 10 વર્ષ તથા 1ને 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે. NIAની ખાસ કોર્ટે 8 વર્ષ 5 દિવસ બાદ સોમવારે 1લી નવેમ્બરના રોજ આ ચુકાદો આપ્યો છે. 27 ઓક્ટોબર 2021ના રોજ ઘટનાને 8 વર્ષ પૂરા થયા છે ત્યારે કોર્ટે તમામ આતંકવાદીને દોષિત ઠરાવવામાં આવ્યા હતા. સજા અંગે સોમવારનો દિવસ નક્કી કરવામાં આવ્યો હતો.

27 ઓક્ટોબર,2013ના રોજ ગાંધી મેદાનમાં લોકસભા ચૂંટણીમાં ભાજપ તરફથી PM તરીકેના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ હુંકાર રેલી યોજી હતી. આતંકવાદીઓએ રેલીમાં હુમલાનું ષડયંત્ર રચ્યું હતું. તેમણે સવારે 9 વાગ્યાથી લઈ બપોરે 12:45 વાગ્યા સુધી બેક-ટુ-બેક 7 બોમ્બ વિસ્ફોટ કર્યાં હતા. જ્યારે નરેન્દ્ર મોદી ભાષણ આપી રહ્યા હતા ત્યારે પણ 4 વિસ્ફોટ થયા હતા. હુમલામાં 6 લોકોના મોત થયા હતા. 89 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

આતંકવાદીઓમાં 6 રાંચી, મિર્જાપુર અને એક રાયપુરનો
પટના શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટમાં 9 આતંકવાદીઓ હૈદર અલી ઉર્ફે બ્લેક બ્યુટી,, ઈમ્તિયાઝ અંસારી, મુઝીબુલ્લાહ, નોમાન અંસારી, ઉમર સિદ્દીકી, અઝહરુદ્દીન કુરૈશી, અહેમદ હુસૈન, ફિરોઝ અસલમ તથા ઈફ્તખાર આલમને દોષિત ઠરાવવામાં આવ્યા હતા. એક આરોપી ફખરુદ્દીનને સાક્ષીના અભાવમાં મુક્ત કરવામાં આવ્યો હતો. ઘટના સમયે એક સગીર આરોપી પટનાના રિમાન્ડ હોમમાં છે. તેની ઉપર છત્તીસગઢમાં પણ બોમ્બ વિસ્ફોટનો આરોપ છે.

આ પૈકી હૈદર અલી ઉર્ફે બ્લેક બ્યૂટી, ઈમ્તિયાઝ અંસારી, મુઝીબુલ્લાહ, ઉમર સિદ્દીકી અને અઝહરુદ્દીન કુરૈશ અગાઉતી જ બોધગયા બ્લાસ્ટમાં આજીવન સજા ભોગવી રહ્યા છે. આતંકવાદીમાં 6 ઝારખંડના રાંચી, 2 UPના મિર્જાપુર અને એક છત્તીસગઢના રાયપુરના રહેવાસી છે.

વ્યાપક સુરક્ષા હોવાની માહિતી મળી તો માનવ-બોમ્બની યોજના બદલી નાખી
વિસ્ફોટ કરવા માટે હૈદર, ઈમ્તિયાઝ, મુઝીબુલ્લાહ, નોમાન અને તારિક બસ મારફતે રાંચીથી પટના આવેલા. તેઓ બાયપાસ ઉતરી ગયા. ત્યારબાદ ત્યાથી ઓટો મારફતે પટના જંક્શન અને ગાંધી મેદાન પહોંચી ગયા. ઈમ્તિયાઝ તથા તારિકે પટના જંક્શનના શૌચાલયમાં બોમ્બ પ્લાન્ટ કરવાની યોજના હતી. જ્યારે મુઝીબુલ્લાહ અને નોમાન ગાંધી મેદાન પહોંચ્યા હતા. ઈમ્તિયાઝ અને તારિકે પટના જંક્શનના શૌચાલયમાં બોમ્બ પ્લાન્ટ કર્યો હતો.

જ્યારે મુઝીબુલ્લાહ તથા નોમાને ગાંધી મેદાનમાં. મુઝીબુલ્લાહે ગાંધી મેદાનમાં IED,આલુ બોમ્બ અને લોટસ બોમ્બ પ્લાન્ટ કર્યો હતો. આતંકવાદીઓએ જિલેટિન બારુદ સહિત અન્ય વિસ્ફોટક રાંચી, રાયપુર અને મિરઝાપુર ખરીદ્યા હતા. ઈમ્તિયાઝ કુકર બોમ્બ અને હૈદર અલી ઉર્ફે બ્લેક બ્યુટી માનવ બોમ્બ તૈયાર કરવામાં એક્સપર્ટ છે. જ્યારે હૈદરને જાણકારી મળી કે નરેન્દ્ર મોદીની સુરક્ષા ઘણી મજબૂત છે તો તે માનવ બોમ્બ બનાવવાની યોજના બદલી નાંખી.

સિમી (IM)અગાઉથી છે પ્રતિબંધિત
NIAની સ્પેશિયલ કોર્ટે કહ્યું કે તમામ આરોપી પ્રતિબંધિત સંગઠન સિમી (IM)-સ્ટુડેન્ટ્સ ઈસ્લામિક મૂવમેન્ટ ઓફ ઇન્ડિયા (ઇન્ડિયન મુઝાહિદ્દીન)ના સભ્ય છે. સિમી પર દેશમાં પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. આ સંગઠનનો ઉદ્દેશ ભારતને ઈસ્લામિક રાષ્ટ્ર બનાવવાનો છે, જેને દાર-ઉલ-ઈસ્લામ કહે છે. સિમીને દેશમાં પ્રતિબંધિત કરવામાં આવી હતી. 25 એપ્રિલ 1977ના રોજ ઉત્તર પ્રદેશના અલીગઢમાં તૈયાર કરાયેલા ટેરરિસ્ટ ઓર્ગેનાઈઝેશન ભારત વિરુદ્ધ જેહાદ છેડવા માટે જાણિતુ છે. તમામ આતંકવાદી આ સંસ્થા માટે કામ કરતા હતા. ઈન્ડિયા મુઝાહિદ્દીનના સંસ્થાપક સભ્યો પૈકી એક યાસીન ભટકલ NIAનો મોસ્ટ વોન્ટેડ ક્રિમિનલ પૈકી એક હતો, જેને તેમણે ભારત-નેપાળ સરહદ પરથી ધરપકડ કરવામાં આવી હતી.