તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Three storey ITI Building Collapses, More Than 12 Shops Damaged, Loss Of Life Due To Lockdown; Third Incident In 9 Days In Uttarakhand

દેવપ્રયાગમાં વાદળ ફાટ્યું:ત્રણ માળની ITI ઈમારત ધરાશયી, 12થી વધારે દુકાનોને નુકસાન, લોકડાઉનને લીધે જાનહાનિ ટળી;ઉત્તરાખંડમાં 9 દિવસમાં ત્રીજી ઘટના

દેહરાદૂન2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઉત્તરાખંડમાં મંગળવારે ફરી વખત વાદળ ફાટવાની ઘટના સામે આવી છે. આ ઘટના ટીહરી જિલ્લાના દેવપ્રયાગની છે. અહીં સાંજે લગભગ 5 વાગે વાદળ ફાટવાને લીધે અનેક દુકાનોને નુકસાન થયું હતું. ત્રણ માળની ITIની ઈમારત પણ ધરાશયી થઈ ગઈ હતી. વાદળ ફાટવાથી સાંતા નદીમાં પૂર આવ્યું છે. નદીની આજુબાજુની 12-13 દુકાન પાણીમાં વહી ગઈ છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે લોકડાઉનને લીધે દુકાનો બંધ હોવાથી જાનહાનિ થઈ નથી.

DGPનો દાવો-7-8 દુકાનોને નુકસાન
બીજી બાજુ DGP અશોક કુમારે કહ્યું છે કે ટિહરી સ્થિત દેવપ્રયાગ પોલીસ સ્ટેશનમાં વાદળ ફાટવાની ઘટના બની છે. જેમાં 7-8 દુકાનો અને ITIની ઈમારતોને ભારે નુકસાન થયું છે. જોકે કોઈ જ જાનહાનિ થઈ નથી. SDRFની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને મદદ પહોંચાડી રહી છે.

મુખ્યમંત્રી રાવતે રિપોર્ટ માંગ્યો
મુખ્યમંત્રી તીરથ સિંહ રાવતે કહ્યું- અલકનંદા અને ભગીરથી નદીના સંગમ સ્થળ દેવપ્રયાગમાં કુદરતી આપદાની માહિતી મળી છે. ઉંચા પહાડ પર વાદળ ફાટવાને લીધે દેવપ્રયાગમાં અનેક દુકાનો અને રહેઠાણોને નુકસાન થયું છે. સદનસિબે આ ઘટનામાં કોઈ જ જાનહાનિ થઈ નથી.

CMએ કહ્યું- જિલ્લા વહિવટીતંત્ર અને પોલીસ અધિકારીઓને ઘટના સ્થળ પર પહોંચવા અને અસરગ્રસ્ત લોકોની તાત્કાલિક ધોરણે મદદ કરવા આદેશ આપ્યા છે. આપદાથી થયેલા નુકસાન અંગે વિગતવાર માહિતી આપવા કહેવામાં આવ્યું છે.

આ તસવીર ચમોલીની છે
આ તસવીર ચમોલીની છે

3 અને 7 મેના રોજ પણ વાદળ ફાટ્યા હતા
મે મહિનામાં વાદળ ફાટવાની આ ત્રીજી ઘટના છે. આ અગાઉ 3 મેના રોજ ચમોલી અને 7 મેના રોજ નવી ટિહરીમાં વાદળ ફાટવાની ઘટના બની હતી. ત્રણ મેના રોજ ચમોલી જિલ્લાના ઘાટ બ્લોકમાં બિનસર પહાડીની તલહટીમાં ત્રણ અલગ-અલગ જગ્યા પર વાદળ ફાટવાની ઘટના બની હતી, જેમાં ઘાટ બજારમાં તબાહી સર્જાઈ હતી.

આ ઘટનામાં 30થી વધારે મકાનને નુકસાન પહોંચ્યું હતું. જ્યારે 25 દુકાનનો પણ નાશ થયો હતો. ત્યારબાદ 7 મેના રોજ નવી ટિહરીમાં જાખણીધાર બ્લોકના પિપોલામાં પણ વાદળ ફાટવાને લીધે અનેક ઘરો-દુકાનોને નુકસાન થયું હતું.