તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ITBP Delivered 900 Trucks From Jojila To Kargil In 21 Days So That There Is No Shortage Of Essential Goods In Remote Areas.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકડાઉનમાં સગવડ:ITBPએ 21 દિવસમાં 900 ટ્રકોને જોજિલાથી કારગીલ પહોંચાડી જેથી દુર્ગમ વિસ્તારોમાં જરૂરી સામાનની અછત ન થાય

10 મહિનો પહેલા
 • ITBPના જવાનોએ માઇનસ 10 ડિગ્રી તાપમાનમાં ટ્રકોને એસ્કોર્ટ કરી કારગીલ-લદ્દાખ સુદૂર વિસ્તારો, અહીં લગભગ દોઢ લાખ લોકોનું જીવન સપ્લાય લાઇન પર જ નિર્ભર

ઇન્ડો તિબેટિયન બોર્ડર પોલીસ (ITBP)એ 21 દિવસોમાં જોજિલાથી દુર્ગમ રસ્તા પર કારગીલ, લદ્દાખ સુધી લગભગ 900 ટ્રકોને એસ્કોર્ટ કરીને પહોંચાડવાનું ખૂબ મહત્વનું કામ પૂર્ણ કર્યું છે. ટ્રકો દ્વારા દૂરના વિસ્તારોમાં તેલ અને  ભોજનનો સામાન પહોંચાડવામાં આવ્યો જેથી લોકડાઉન દરમિયાન અહીં જરૂરી ચીજોની અછત ન થાય. 

ટ્રકોને સાચો રસ્તો દેખાડવા માટે રોડના કિનારે તૈનાત ITBPના જવાન
ટ્રકોને સાચો રસ્તો દેખાડવા માટે રોડના કિનારે તૈનાત ITBPના જવાન

કારગીલ-લદ્દાખ દેશના અત્યંત દુર્ગમ વિસ્તારો છે. અહીં લગભગ દોઢ લાખ લોકો રહે છે જેમનું જીવન પૂર્ણ રીતે સપ્લાય લાઇન પર જ નિર્ભર છે. 

એક ટ્રકચાલકને જાણકારી આપી રહેલો જવાન
એક ટ્રકચાલકને જાણકારી આપી રહેલો જવાન

માઇનસ 10 ડિગ્રી તાપમાનમાં સુરક્ષા આપી
આ વિસ્તારોમાં જતા ટ્રક સુરક્ષિત રહે તેમાં ITBPના જવાનોની ભૂમિકા મહત્વપૂર્ણ હતી. જવાનોએ માઇનસ 10 ડિગ્રી તાપમાનમાં લગાતાર આ વાહનો સાથે ચાલીને તેમને સુરક્ષા પ્રદાન કરી. સાથેજ અલગ પોઇન્ટ્સ પર કોરોના સ્ક્રીનિંગ પોઇન્ટ્સ બનાવીને ડ્રાઇવર્સ અને અન્ય લોકોનું સ્ક્રિનીંગ પણ કર્યું. 

ઘણી જગ્યાએ કેમ્પ લગાવીને ટ્રકચાલકો અને કર્મચારીઓનું સ્ક્રિનીંગ કરવામાં આવ્યું
ઘણી જગ્યાએ કેમ્પ લગાવીને ટ્રકચાલકો અને કર્મચારીઓનું સ્ક્રિનીંગ કરવામાં આવ્યું

સોશિયલ ડિસ્ટન્સિંગનું ધ્યાન રાખ્યું
સંપૂર્ણ પ્રવાસમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું ધ્યાન રાખ્યું અને તેમાં ITBPની મેડિકલ વિંગ અને અન્ય જવાનોની ભૂમિકા અગત્યની રહી. ITBPના નોર્થવેસ્ટ ફ્રન્ટીઅર લેહના જવાનોએ સ્થાનિક વહીવટીતંત્ર સાથે મળીને આ સંપૂર્ણ અભિયાનને અંજામ આપ્યો અને દુર્ગમ વિસ્તારોમાં સપ્લાય લાઇનને સુનિશ્વિત કરી. સપ્લાય હજુ પણ ચાલુ છે. 

જોજિલાથી આવેલી એક ટ્રક કારગિલમાં પ્રવેશ કરતી વખતે
જોજિલાથી આવેલી એક ટ્રક કારગિલમાં પ્રવેશ કરતી વખતે
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો