• Gujarati News
  • National
  • It Will Rain In Delhi NCR, IMD Said In The Last Week Of June It Will Rain In North India

નૌતપા સમાપ્ત, હવે વરસાદની રાહ:દિલ્હી-NCRમાં વરસાદ પડશે, IMDએ કહ્યું - જૂનના અંતિમ સપ્તાહમાં ઉત્તર ભારતમાં વાદળો વરસશે

નવી દિલ્હી22 દિવસ પહેલા
  • આગામી ચાર દિવસમાં સિક્કિમ અને પૂર્વોત્તર રાજ્યોમાં ભારે વરસાદની આગાહી છે.

દિલ્હી-NCR વિસ્તારમાં આકાશ વાદળછાયું છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર દિલ્હી-NCRનાં ઘણા ભાગોમાં હળવો વરસાદ થવાની સંભાવના છે. કેરળ, તમિલનાડુ અને કર્ણાટકના ઘણા ભાગોમાં દક્ષિણપશ્ચિમ ચોમાસું પહોંચી ગયું છે. જો કે, ઉત્તર ભારતના લોકોએ વર્ષના પ્રથમ ચોમાસાના વરસાદ માટે જૂનના અંત સુધી રાહ જોવી પડશે. IMDએ 103 ટકા વરસાદની આગાહી કરી છે.

IMDએ દિલ્હીમાં હળવા વરસાદની આગાહી કરી છે. તેમજ હવામાન વિભાગે મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા જણાવી છે. ગુરુવારે દિલ્હીનું લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં એક ડિગ્રી ઓછું 26.6 ડિગ્રી સેલ્સિયસ હતું. IMDએ કહ્યું કે આ હવામાન પરિસ્થિતિઓના પ્રભાવ હેઠળ હિમાચલ પ્રદેશમાં શુક્રવાર સુધી છૂટોછવાયો વરસાદ થવાની શક્યતા છે.

કેરળ, તમિલનાડુ અને કર્ણાટકના ઘણા ભાગોમાં દક્ષિણપશ્ચિમ ચોમાસું પહોંચી ગયું છે.
કેરળ, તમિલનાડુ અને કર્ણાટકના ઘણા ભાગોમાં દક્ષિણપશ્ચિમ ચોમાસું પહોંચી ગયું છે.

પશ્ચિમ બંગાળના ઘણા ભાગોમાં ભારે વરસાદ થશે
હવામાન વિભાગે આગામી ચાર દિવસમાં ઉપ-હિમાલયના પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે પણજણાવ્યું હતું કે શુક્રવાર સુધી પ્રદેશમાં દક્ષિણપશ્ચિમ ચોમાસું આગળ વધવા માટે પરિસ્થિતિ અનુકૂળ બની છે.

હવામાન વિભાગે આગામી થોડા દિવસોમાં ગંગાના પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદ અને ભારે પવનની આગાહી કરી છે. IMD એ કહ્યું કે આગામી થોડા દિવસોમાં પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને નોર્થ-ઈસ્ટમાં છુટો-છવાયા વરસાદની સાથે પૂર્વોત્તર રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે આગામી ચાર દિવસમાં સિક્કિમ અને પૂર્વોત્તર રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી છે. આસામ, મેઘાલય અને અરુણાચલ પ્રદેશના ઘણા ભાગોમાં વરસાદ પડશે.

હવે જૂનમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટી થવાની શક્યતા પણ ઓછી છે
આ વખતે નૌતપામાં અન્ય વર્ષની સરખામણીએ ગરમી ઓછી છે, તેથી પ્રિ-મોન્સુન એક્ટિવિટી પણ ઓછી રહેશે, જૂનમાં વધુ વરસાદની શક્યતા પણ ઓછી છે. જૂનના બીજા સપ્તાહથી ચોમાસા પૂર્વેની થોડી સ્થિતિ થવાની સંભાવના છે.

જાણો શું છે નૌતપા
મધ્યપ્રદેશના હવામાનશાસ્ત્રી એકે શુક્લા કહે છે- નૌતપા એટલે ચોમાસા પહેલાની આકરી ગરમી. આ ગરમી પડવાના કારણે હવા ગરમ થઈને ઉપર વધે છે. ઉપર ઉઠ્યા પછી, ખાલી જગ્યા ભરવા માટે, દરિયામાંથી ભેજવાળા દક્ષિણ-પશ્ચિમ પવનો આવે છે. જેના કારણે સિસ્ટમ અથવા વાદળ બને છે. પછી તેનાથી વરસાદ પડે છે.

અન્ય સમાચારો પણ છે...