• Gujarati News
  • National
  • It Was Going To Nepal From Jaipur, There Were 17 People On Board, There Was Chaos When The Fire Broke Out.

ચાલતી બસમાં લાગી ભયાનક આગ,VIDEO:જયપુરથી નેપાળ જઈ રહી હતી,17 લોકો હતાં સવાર ,આગ લાગતા મચી અફરાતફરી

3 મહિનો પહેલા

બસ જયપુરથી નેપાળ જઇ રહીસ્લીપર કોચ બસમાં અચાનક આગ લાગતા અફડાતફડી મચી ગઇ હતી. બસમાં 17 લોકો સવાર હતા.સવારો બૂમો પાડવા લાગ્યા અને પોતાનો જીવ બચાવવા માટે બારીના કાચ તોડી નાખ્યા અને કૂદવા લાગ્યા.આ દુર્ઘટના રવિવારે રાત્રે 10.15 વાગ્યે આગ્રા-લખનઉ એક્સપ્રેસ વે પર તાખા પાસે થઈ હતી. આ બસ રવિવારે બપોરે લગભગ 1 વાગ્યે જયપુરથી ઘાટગેટથી રવાના થઈ હતી. રાત્રે લગભગ 10.15 વાગ્યે બધા બસમાં સૂતા હતા. આ દરમિયાન બસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. અચાનક જ્યારે આગ ફેલાવા લાગી તો ડ્રાઈવરે બસને રોકી દીધી. કેટલાક મુસાફરો બારીની તોડીને બહાર કૂદી પડયા હતા સાથે જ કેટલાક ગેટ તરફ દોડયા. આખી બસ બળીને ખાખ થઈ ગઈ હતી. ફાયરના બે પંપા સ્થળે પહોંચી ગયા હતા અને લગભગ એક કલાકના પ્રયાસ બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.