તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • It Was As If A Firecracker Exploded In The Bridal Party And The Bridegroom Was Seen Fleeing

અજમેર:વરઘોડામાં ફટાકડો ફૂટતાં ઘોડી ભડકી, વરરાજાને લઈને ભાગી જતાં જોવા જેવી થઈ

8 દિવસ પહેલા

રાજસ્થાનના અજમેરની એક વિચિત્ર ઘટના સામે આવી છે. અહીં એક વરરાજો પરણવા જવા માટે ઘોડી પર સવાર થયો હતો. વરઘોડામાં જાનૈયાઓ ડીજેના તાલ પર નાચી રહ્યા હતા. આ દરમિયાન ફટાકડો ફૂટતા ઘોડી ભડકી હતી. કોઈ કંઈ સમજે તે પહેલાં જ ઘોડી ત્યાંથી ભાગી ગઈ હતી. આ પછી કેટલાક જાનૈયાઓ બાઇક લઇને તો કેટલાક કાર લઈને ઘોડીની પાછળ દોડ્યા હતા. જાનૈયાઓએ માંડ-માંડ વરરાજાને ઘોડીથી બચાવ્યો હતો. મહત્વનું છે કે, વરરાજો આ ઘટના પછી ખૂબ જ ડરી ગયો હતો. આ વિડીયો ત્રણ દિવસ જૂનો છે પણ અત્યારે સોશિયલ મીડિયામાં ફરતો થયો છે.

અન્ય સમાચારો પણ છે...