તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • It Was Absconding On The Eve Of The Honeymoon, Now Newly Married With Her Lover, Married With Full Rituals, Balod, Chhattisgarh

લગ્નની ફર્સ્ટ નાઈટે જ દુલ્હન પ્રેમી સાથે ફરાર:કહ્યું- મેં બોયફ્રેન્ડ સાથે ઘર વસાવી લીધું છે, એની સાથે જ રહીશ, કોર્ટ-પોલીસે આપ્યો સાથ

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રેમી સાથે યુવતી - Divya Bhaskar
પ્રેમી સાથે યુવતી

છત્તીસગઢના બાલોદ જિલ્લાના આમાડુલા ગામમાં લગ્નના બીજા જ દિવસે ફરાર દુલ્હનની તેના પ્રેમી સાથે ધરપકડ કરવામાં આવી છે. ત્યારપછી પોલીસે તે બંનેને કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટમાં યુવતીએ કહ્યું કે, તેના લગ્ન જબરજસ્તી કરવામાં આવ્યા હતા અને તે તેના પ્રેમી સાથે રહેવા ઈચ્છે છે. કોર્ટના આદેશ પછી પોલીસે યુવતીને તેના પ્રેમી સાથે રહેવા મોકલી દીધી છે.

કાંકેર જિલ્લાના ભૈસાકન્હાર ગામમાં રહેતી યુવતીના લગ્ન 2 મે 2021ના રોજ થયા હતા. 3 મેના રોજ છોકરી તેના સાસરે આવી. 3 મેના રોજ કોવિડ ગાઈડલાઈન વિરુદ્ધ ઘરમાં ભીડ ભેગી થઈ હતી અને લગ્નની ઉજવમી કરવામાં આવતી હતી. આ દરમિયાન પોલીસને માહિતી મળતાં જિલ્લા પ્રશાસનની ટીમ વરરાજાના ઘરે દરોડા પાડવા પહોંચી હતી. આ સમયનો ફાયદો લઈને દુલ્હન તે રાતે જ અંદાજે 1 વાગે તેના સાસરેથી ભાગી ગઈ હતી.

ઘણી તપાસ કર્યા પછી પણ દુલ્હન મળી નહીં
આ દોડાદોડીમાં બીજા દિવસે દુલ્હનના પિયર અને સાસરીવાળાઓએ તેને શોધવાનો ઘણો પ્રયત્ન કર્યો. પરિણામે દુલ્હન ના મળતા પિયર અને સાસરીના લોકોએ 4 મેના રોજ ડોંડી પોલીસ સ્ટેશનમાં પરિણિતા ગુમ થઈ હોવાની ફરિયાદ લખાવી હતી. ઘણી તપાસ પછી પોલીસે 13 મેના રોજ દુલ્હન અને તેના પ્રેમીની ધરપકડ કરી હતી.

છોકરીએ જણાવ્યું કે, તેના લગ્ન તેની મરજી વિરુદ્ધ કરવામાં આવ્યા હતા. પૂછપરછમાં તેણે જણાવ્યું કે, તેણે તેના પ્રેમી સાથે ઘર વસાવી લીધુ છે. ત્યારપછી પોલીસે બંનેને SDM કોર્ટમાં રજૂ કર્યા હતા. અહીં પણ છોકરીએ કોર્ટને કહ્યું હતું કે, તે તેના પ્રેમી સાથે રહેવા માંગે ચે. પછી કોર્ટના આદેશ પછી પોલીસે યુવતીને તેના પ્રેમી જોડે જવાની મંજૂરી આપી હતી.

પહેલેથી જ ભાગવાનું પ્લાનિંગ હતું
3મેના રોજ વરરાજાના ઘરે લગ્નની ઉજવણી થતી હતી તે દરમિયાન જ દુલ્હન તેના 23 વર્ષના પ્રેમી સાથે બાઈક પર ભાગી ગઈ હતી. ભાગવા માટે બંનેએ પહેલેથી જ પ્લાન બનાવી રાખ્યો હતો. પ્રેમી તે દિવસે સવારથી યુવતીના સાસરે બાઈક લઈને પહોંચી ગયો હતો અને તેના ઘરની રેકી કરતો હતો. પ્લાન પ્રમાણે જ્યારે મોડી રાત થઈ ત્યારે દુલ્હન બાથરૂમ જવાના બહાને બહાર નીકળી અને તેના પ્રેમી સાથે ભાગી ગઈ.

અન્ય સમાચારો પણ છે...