નાની પાર્ટીઓ, મોટા ખેલ:ત્રણ રાજ્યમાં 79 રાજકીય પક્ષો પર આઈટીના દરોડા...

નવી દિલ્હી21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કારણ કે ટેક્સમાં ~1000 કરોડની છૂટ લીધી પણ હિસાબ ના આપ્યો
  • પોલિસી રિસર્ચ, ઓક્સફેમ ઈન્ડિયાના ઠેકાણે પણ આઈટીનો સરવે

ચૂંટણીપંચની ફરિયાદ પછી આવકવેરા વિભાગે 100થી વધુ નાના અને નોંધાયેલા ગેરમાન્ય રાજકીય પક્ષો વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી છે. આ પક્ષો શંકાસ્પદ લેવડદેવડની સાથે ટેક્સ છૂટ લેતા હતા, પરંતુ ચૂંટણી પંચને ખર્ચની વિગતો નહોતી આપતી. બુધવારે ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને હરિયાણામાં 150થી વધુ સ્થળે 79 રાજકીય પક્ષોના વિવિધ ઠેકાણે દરોડા પડાયા હતા. આ પક્ષોએ વર્ષ 2018-19 અને 2019-20માં આશરે રૂ. 1000 કરોડની ટેક્સ છૂટનો લાભ લીધો હતો.

ચૂંટણી પંચે ખર્ચની વિગત ત્રણ મહિના મોડી જમા કરાવવા બદલ ભાજપ-કોંગ્રેસની પણ ફરિયાદ કરી છે. પંચના મતે, 2019ની સામાન્ય ચૂંટણીમાં 623 નોંધાયેલા ગેરમાન્યતા પ્રાપ્ત પક્ષ હતા, જેમણે ચૂંટણી તો લડી, પરંતુ આવક કે ખર્ચની વિગતો ના આપી. આ અંગે પંચે આવકવેરા વિભાગને ફરિયાદ કરી હતી. પંચના કહેવા પ્રમાણે, તેમાં મોટા ભાગના પક્ષે જનપ્રતિનિધિત્વ કાયદાનું ઉલ્લંઘન કર્યું છે. 623 નોંધાયેલા ગેરમાન્ય પક્ષોએ રૂ. 1000 કરોડની ટેક્સ ચોરી કરી છે, જ્યારે 1700થી વધુ પક્ષ તો ચૂંટણી પણ નથી લડ્યા પણ તેમણે ટેક્સ છૂટ લઈ લીધી છે.

આઈટી વિભાગે દિલ્હીમાં સેન્ટર ફોર પોલિસી રિસર્ચ અને ગ્લોબલ એનજીઓ ઓક્સફેમ ઈન્ડિયાના ઠેકાણે પણ વિદેશમાંથી પૈસા લેવાના નિયમના ઉલ્લંઘના આરોપમાં દરોડા પાડ્યા હતા. દેશમાં 2800 નોંધાયેલા ગેરમાન્ય પક્ષ છે. ચૂંટણી પંચે જૂનમાં તેની ખરાઈ કરાઈ હતી. તેમાંથી 198નું અસ્તિત્વ જ નથી મળતું. તેમના સરનામાં પણ નકલી હતા. પંચે કહ્યું હતું કે, આ પક્ષો પૈસાની લેવડ-દેવડ, નામ અને સરનામાં અપડેટ કરવામાં નિષ્ફળરહી છે. 2019ની સામાન્ય ચૂંટણી પછી 2,354માંથી 92%થી વધુ પક્ષે પોતાના આવક-ખર્ચની વિગતો રજૂ નથી કરી.

નોન જીએસટી આઈટમની ખરીદીમાં અબજોનો ખર્ચ બતાવી પક્ષો બ્લેક મની વ્હાઈટ કરતા હતા
કાગળ પરના આ રાજકીય પક્ષો દ્વારા બ્લેક મની વ્હાઈટ કરવાના આ ધંધામાં સૌથી મોટો સવાલ એ છે કે, જો તેઓ કમિશન લઈને બાકીના પૈસા પાછા આપી દેતા હતા, તો તેઓ પોતાનો ખર્ચ ક્યાં બતાવતા હતા? આ સવાલ એટલે મહત્ત્વનો છે કે, આ રકમ નાની નહીં, પરંતુ અબજો રૂપિયામાં હતી. એક પક્ષના પદાધિકારીના મતે, બધા જ પક્ષ આ ધંધામાં છે. જેટલો મોટો પક્ષ, એટલું મોટું કમિશન. તેઓ 10%થી 40-60% સુધી કમિશન આપીને રસીદ સાથે બાકી પૈસા આપી દેતા હતા. દાન લેવાનો આ વ્યવહાર વ્હાઈટમાં બતાવવાનો હોય, ત્યારે જ દાન આપનારાને ટેક્સ છૂટ મળી શકે.
પક્ષોએ ગરીબ બાળકો માટે હોસ્ટેલ, વૃદ્ધાશ્રમ નોંધાવી રાખ્યા છે. તેમાં નોન-જીએસટી આઈટમની ખરીદી પર ખર્ચ બતાવાય છે.

  • જોકે, આ વસ્તુઓ પર જીએસટી નથી લાગતો, તો તેમની કોઈ બિઝનેસ ટ્રેલ પણ નથી મળી શકતી.
  • સીધી ખેડૂત પાસેથી ખરીદી બતાવાય છે, જેનો હિસાબ ક્યારેય નથી મળતો.
  • ફૂટપાથ પર સૂઈ જનારાને ધાબળા વહેંચવા, લંગર વગેરે નામે પણ ખર્ચ બતાવાય છે.
  • આ હિસાબ ના તો ઓડિટમાં પકડાય છે, ના ક્યાંય આગળ જાય છે.

ગુજરાતમાં 125 સ્થળે દરોડા
બુધવારે વહેલી સવારે અાવકવેરા વિભાગે સમગ્ર રાજ્ય સહિત દેશ ભરમાં રાજકીય પાર્ટીઓ પર દરોડા પાડ્યા હતા. જેમાં સમગ્ર રાજ્યમાં આવકવેરા વિભાગ દ્વારા 125 કરતા વધારે સ્થળોએ દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી. આવકવેરા વિભાગના 630 જેટલા અધિકારીઓની ટીમે 20 જેટલી રાજકીય પાર્ટીઓ, સીએ અને ડોનેશન લેનારાઓ પર દરોડાની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...