તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટૂલકિટ:સરકારના ઘમંડ પર મલમ માટે દેશદ્રોહનો કેસ કરવો ખોટોઃ કોર્ટ

નવી દિલ્હી7 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • દિશાને જામીન, પટિયાલા હાઉસ કોર્ટની કડક ટિપ્પણી

22 વર્ષની પર્યાવરણ કાર્યકર્તા દિશા રવિને ધરપકડના 9 દિવસ પછી શરતી જામીન મળી ગયા છે. દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે મંગળવારે આદેશ આપતા કહ્યું કે વોટ્સએપ ગ્રૂપ બનાવવું કે કોઈ ટૂલકિટને એડિટ કરવી એ કોઈ ગુનો નથી.

આ તેણે ક્લાઈમેટ એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગ સાથે શેર કરી હતી. દિશાને કોર્ટના એડિશનલ સેશન જજ ધર્મેન્દ્ર રાણાએ 1-1 લાખ રૂપિયાના બે બોન્ડની શરતે જામીન અાપ્યા હતા. સાથે એવી ટિપ્પણી પણ કરી હતી કે સરકારના ઘમંડ પર મલમ માટે દેશદ્રોહનો કેસ કરવો યોગ્ય નથી. દિશાને કોર્ટની મંજૂરી વિના દેશ નહીં છોડવાનો પણ આદેશ અપાયો છે.

કોર્ટે કહ્યું કે કોઈપણ લોકશાહી દેશમાં નાગરિક સરકારના પ્રહરી હોય છે. તેમની નીતિ સાથે સંમત ન હોય એટલે તેમને જેલમાં નાંખી શકાય નહીં. અા અગાઉ દિશાને ચીફ મેટ્રોપોલિંગ મેજિસ્ટ્રેટની કોર્ટમાં રજૂ કરી પોલીસે 4 દિવસના રિમાન્ડ માંગ્યા હતા પણ અદાલતે આ માંગણી ફગાવી દીધી હતી. સોમવારે દિશાને એક દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલાઈ હતી. ત્યારપછી પોલીસે દિશા રવિ તથા તેના બે સાથીઅો નિકીતા જેકોબ તથા સાંતનુ મુલુકને સામ-સામે બેસાડી પૂછપરછ કરી હતી.

પોલીસે 13 ફેબ્રુઆરીએ દિશાની બેંગ્લુરુમાંથી ધરપકડ કરી હતી. જજે તેમની ટિપ્પણીમાં દેશની ફેડરલ કોર્ટના 1942ના ચુકાદાનો વિશેષ ઉલ્લેખ કર્યો હતો. આ ચુકાદામાં કોર્ટે કહ્યું હતું કે જો સરકારના ઘમંડના અસર થઈ હોય તો માત્ર તેના આધારે મંત્રી પર દેશદ્રોહનો કેસ ચલાવી શકાય નહીં. આ નિહારેન્દુ દત્ત મઝુમદાર વિરુદ્ધ રાજાશાહીનો કેસ હતો.

નિહારેન્દુ બોલ્શેવિક પાર્ટી ઓફ ઇન્ડિયાના સંસ્થાપક મહાસચિવ હતા. તેમનો પક્ષ તે સમયે પશ્ચિમ બંગાળના શ્રમ અાંદોલનમાં મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યો હતો. બેંગ્લુરુની દિશા પર ખેડૂત અાંદોલન સાથે જોડાયેલી ટૂલકિટ બનાવવાનો અને તેને એડિટ કરવાનો આરોપ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો