એક જજે સીઝરની પત્નીની જેમ શંકાથી ઉપર હોવું જોઇએ. તે તો એવા હોવા જોઈએ કે તેમના પર ક્યારેય કોઈ ખોટા કામનો હિસ્સો બનવાની શંકા પણ ન કરવામાં આવે. અનેકવાર કહેવાય છે કે સરકારી કર્મચારી પાણીમાં માછલીની જેમ હોય છે અને તે કોઈ ન જણાવી શકે કે માછલીએ ક્યારે પાણી પીધું. સુપ્રીમકોર્ટે યુપીમાં ખોટો નિર્ણય આપી કથિતરૂપે ભ્રષ્ટાચાર મામલે આરોપી નિવૃત્ત જજ અંગે આ ટિપ્પણી કરી હતી. તેની સાથે જ નિવૃત્ત જજ મુજફ્ફર હુસૈનને રાહત આપવાનો ઈનકાર કરી દીધો.
સુપ્રીમકોર્ટના જસ્ટિસ ડી.વાય.ચંદ્રચૂડ અને જસ્ટિસ બેલા એમ.ત્રિવેદીની બેન્ચે કહ્યું કે અમારા અભિપ્રયા મુજબ ન્યાયિક આદેશ આપવાની આડમાં કોઈ પક્ષને અયોગ્ય લાભ આપવો સૌથી ખરાબ પ્રકારની ન્યાયિક બેઈમાની અને કદાચાર છે. એક જજે રેકોર્ડ પર હાજર તથ્યો અને પુરાવા અંગે વિચાર કરીને કાયદાના આધારે ચુકાદો આપવાનો રહે છે. જો એવું ન હોય તો તે કાયદા અનુસાર તેનાં કર્તવ્યોનું પાલન કરી રહ્યો નથી.
આ છે મામલો : હાઇકોર્ટે તપાસમાં નોંધ્યું કે મુજફ્ફર હુસૈને 23 મે 2001થી 19 મે 2003 વચ્ચે આગરામાં એડિશનલ જિલ્લા જજ તરીકે સબસિડી સાથે. જમીન સંપાદન સંબંધિત અનેક કેસમાં ખોટા આદેશ આપ્યા. એવા લોકોને પણ વળતરનો આદેશ આપ્યો જેમણે સંપાદિત જમીન પછીથી ખરીદી હતી. તેમને વળતરનો અધિકાર પણ નહોતો. હાઈકોર્ટે હુસૈનના 90 ટકા પેન્શનરી લાભ ખતમ કરી દીધા હતા. હુસૈને સુપ્રીમકોર્ટમાં આદેશને પડકાર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.