ઉત્તરપ્રદેશના ફરુખાબાદમાં વીજળી વિભાગના એક SDO રવીન્દ્ર પ્રકાશે ઓફિસમાં ઓસામા બિન લાદેનની તસવીર લગાવી છે. આ તસવીરની નીચે લખ્યું છે, 'શ્રદ્ધેય ઓસામા બિન લાદેન, વિશ્વના સર્વશ્રેષ્ઠ અમારા એન્જીનિયર. ઓસામાની તસવીરની બાજુમાં SDO અને તેના 2 કર્મચારીની તસવીર લાગેલી છે.
તેમનું કહેવું છે કે કોઈ વ્યક્તિ કોઈપણને પોતાનો આદર્શ માની શકે છે. નવાબગંજના વિદ્યૃત વિતરણ નિગમ કાર્યાલયમાં SDO રવિન્દ્ર પ્રકાશ ગૌતમ ફરજ બજાવતા હતા. અહીં દક્ષિણાંચલ વિદ્યુત વિતરણ નિગમ લિમિટેડના વડા અમિત કિશોરે તેમને સસ્પેન્ડ કરી દીધા છે.
DM-SPને ફરિયાદ કરવામાં આવી
ભારતીય કિસાન યુનિયન (ભારત)ના જિલ્લા અધ્યક્ષ પ્રમોદ મિશ્રાએ જણાવ્યું હતું કે યુનિયનનો એક કાર્યકર્તા કોઈ કામથી વિદ્યુત નિગમની ઓફિસ ગયો હતો. ઓફિસમાં ઓસામાની એક તસવીર અંગે માહિતી મળી. તે અંગેનો વીડિયો જેવો તેની પાસે આવ્યો કે તેણે DM સંજય કુમાર સિંહ અને SP અશોક કુમાર મીણાને આ અંગે માહિતી આપી હતી.
SDOનું માનસિક સંતુલન બગડી ગયું- SE
જ્યારે સુપરિન્ટેન્ડેટ એન્જિનિયર એસકે શ્રીવાસ્તવે જણાવ્યું કે SDOના માનસિક સંતુલન બગડી ગયું છે. અમે અને મુખ્ય એન્જીનિયર કાનપુર રાકેશ વર્માએ તેમનો ફોન પણ ઉઠાવવાનું બંધ કરી દીધુ હતું. આ અગાઉ SDO રવીન્દ્ર પ્રકાશ ગૌતમ, MD સહિત અન્ય અધિકારીઓ સામે પત્ર લખી ચુક્યા છે, જેની ભાષા જોઈ MDએ કાર્યવાહી કરવાની હિંમત દેખાડી નહીં. આ બાબતમાં જ્યારે SP અશોક કુમાર મીણા સાથે ફોન પર વાતચીત કરવામાં આવી તો તેમણે કહ્યું કે આ અંગે માહિતી મળી છે. પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.