તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • #IStandWithDainikBhaskar Trends On Twitter; Income Tax Raid In Gujarat Rajasthan Madhya Pradesh |Trying To Stop Journalists From Working; 'I Stand With Dainik Bhaskar' Trending On Social Media

ઈન્કમટેક્સના ભાસ્કર ઓફિસમાં દરોડા:પત્રકારોને કામ કરતા રોકવાનો પ્રયાસ; સોશિયલ મીડિયામાં ટ્રેન્ડિંગ 'આઈ સ્ટેન્ડ વિથ દૈનિક ભાસ્કર'

અમદાવાદ | જયપુર | ભોપાલ9 દિવસ પહેલા
  • પત્રકારો બોલ્યાઃ આ ફ્રિડમ ઓફ પ્રેસ પર સીધો હુમલો છે, જે લોકશાહી માટે ઘાતક

ભાસ્કર ગ્રુપના પ્રામાણિક તથા આક્રમક પત્રકારત્વના કારણે ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટની ટીમે ગુરુવારે સવારે મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્રમાં ભાસ્કર ગ્રુપની ઓફિસોમાં દરોડા પાડ્યા હતા. અહીં હાજર નાઇટ શિફ્ટના કર્મચારિઓના મોબાઈલ અને લેપટોપ જપ્ત કરી લેતા કલાકો સુધી ડિજિટલ ન્યૂઝનું કાર્ય પ્રભાવિત થયું હતું.

ઈન્કમટેક્સની ટીમે નાઇટ શિફ્ટમાં કામ કરી રહેલા કર્મચારીઓને ત્યાંજ રોકી લીધા હતા. નાઇટ શિફ્ટમાં કામ કરતા કર્મચારીઓ એડિટોરિયલ (સંપાદકીય) અને IT સાથે જોડાયેલા હતા, જેમનો ફાઇનેંશિયલ ટ્રાન્ઝેક્શન સાથે કોઇ સંબંધ નથી હોતો. દરોડાના સમાચાર બહાર આવતાની સાથે જ તમામ રાજ્યોનાં લોકો આનો ઊગ્ર વિરોધ કરી રહ્યા છે.

શું તમે પણ ભાસ્કરના પ્રામાણિક પત્રકારત્વની સાથે છો? જવાબ આપવા માટે અહીંયા ક્લિક કરો.....

રાજકીય પક્ષો, સિવિલ સોસાયટી સિવાય ભાસ્કરના વાચકો પણ સોશિયલ મીડિયા પર આ કાર્યવાહીને સરકારની સત્ય રૂપી માહિતી પર પડદો ઢાંકવાના ષડયંત્ર સમાન ગણાવી સતત નિંદા કરી રહ્યા છે. સંસદના બંને ગૃહોમાં આ મુદ્દે હોબાળો થયો હતો જેના કારણે સંસદને પણ સ્થગિત કરવાની ફરજ પડી હતી.

ગુજરાતઃ દોઢ કલાક સુધી પત્રકારો સાથે પૂછપરછ કરી
અમદાવાદના SG હાઇવે સ્થિત દૈનિક ભાસ્કર ગ્રુપનું ગુજરાતી ન્યૂઝ પેપર 'દિવ્ય ભાસ્કર'ની ઓફિસમાં ગુરુવારે સવારે ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ એટલે કે ITએ દરોડા પાડ્યા હતા. સવારે લગભગ 5 વાગ્યે પોલીસની ટીમ સાથે ITના અધિકારી દિવ્ય ભાસ્કરની ઓફિસ પહોંચ્યા હતા.

IT ટીમ જ્યારે ઓફિસ પહોંચી ત્યારે અહીં ડિજિટલ ન્યૂઝ એપ્લિકેશનની નાઇટ ટીમના કર્મચારી કાર્ય કરી રહ્યા હતા. IT ટીમે દરેક પત્રકારોના મોબાઇલ ફોન અને લેપટોપ જપ્ત કરી લીધા હતા અને એમની સાથે લગભગ દોઢ કલાક સુધી પૂછપરછ કરી હતી. આ તમામ કાર્યવાહી વચ્ચે સમચાર પબ્લિશ થતા પણ અટકી ગયા હતા, દોઢ કલાક પછી કર્મચારીઓેને ચુસ્ત દેખરેખ વચ્ચે કામ કરવાની અનુમતિ આપવામાં આવી હતી.

IT ટીમે સવારે 8 વાગ્યા સુધી કોઇને પણ મોબાઇલ ફોન નહોતો આપ્યો. આના સિવાય પત્રકારોને સવારે 11.30 વાગ્યા સુધી ઓફિસમાં જ બેસાડી રાખવામાં આવ્યા હતા. તેમના નામ, એડ્રેસ અને ફોન નંબર લીધા પછી પત્રકારોને ઘરે જવા દીધા હતા.

તમને જણાવી દઇએ કે દિવ્ય ભાસ્કર ડિજિટલ 24 કલાક સતત સમાચાર પબ્લિશ કરતું રહે છે. જેથી નાઇટ શિફ્ટ પછી સવારે 9 વાગ્યે બીજી ટીમ પણ કામ કરવા માટે ઓફિસ પહોંચી ગઈ હતી. IT ટીમે આમની પાસેથી પણ ડોક્યુમેન્ટ અને મોબાઇલ ફોન જપ્ત કરી લીધા હતા અને આ પત્રકારો સાથે પણ લગભગ 2 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી.

રાજસ્થાનઃ ઈન્કમટેક્સ ટીમે પત્રકારોને કામ કરતા અટકાવ્યા, આવું પહેલા ક્યારેય નથી થયું
આવકવેરા વિભાગની ટીમે દૈનિક ભાસ્કરની જયપુર ઓફિસમાં દરોડા પાડ્યા હતા અને પત્રકારોને કામ કરતા અટકાવ્યા હતા. સામાન્ય રીતે IT ટીમ ફક્ત નાણાકીય વ્યવહારોથી સંબંધિત વિભાગોની તપાસ કરે છે, પરંતુ અહીં ઈન્કમટેક્સની ટીમે સંપાદકીય સામગ્રી (એડિટોરિયલ વિભાગ) અને ઇલેક્ટ્રોનિક ડિવાઇસ જપ્ત કરીને પત્રકારોના કામમાં અવરોધ ઊભો કર્યો હતો.

ઈન્કમટેક્સની ટીમે ભાસ્કરની ન્યૂઝ પબ્લિશિંગ પ્રક્રિયાને કલાકો સુધી અવરોધિત કરી. પત્રકારોને ઓફિસમાં કામ કરવાની પણ મંજૂરી નહોતી આપવામાં આવતી.

પત્રકારો બોલ્યાઃ આ ફ્રિડમ ઓફ પ્રેસ પર સીધો હુમલો છે, જે લોકશાહી માટે ઘાતક
ઈન્કમટેક્સની ટીમે ભાસ્કરના પત્રકારોને ઓફિસમાં પ્રવેશ કરવાની સાથે બહાર પણ ના જવા દેવામાં આવતા પત્રકારો રોષે ભરાયા હતા. પત્રકારોએ કહ્યું હતું કે આ ફ્રિડમ ઓફ પ્રેસ પર સીધો હુમલો છે.

સ્વતંત્ર પત્રકાર અવધેશે કહ્યું કે જો ITને તપાસ કરવી હોય તો તે ફાઇનેન્સ, અકાઉન્ટ, જાહેરાત જેવા વિભાગોમાં કરી શકે છે. સંપાદકીય વિભાગ (એડિટોરિયલ)ના કમ્પ્યુટર્સ અને દસ્તાવેજોને ઠેસ પહોંચાડીને, ન્યૂઝ પબ્લિશ થાય ત્યાં પત્રકારોને કામ કરતા અટકાવવા, એ સાબિત કરે છે કે આ બધું બદલો લેવાની ભાવનાથી કરવામાં આવ્યું છે.

CM ગહેલોતનું ટ્વીટઃ ભાસ્કર પર દરોડો, મીડિયાને દબડાવવાનો એક પ્રયાસ છે
ભાસ્કર ગ્રુપના સમાચારપત્ર અને ભારત સમાચાર ન્યૂઝ ચેનલની વિવિધ ઓફિસ પર ઈન્કમ ટેક્સના દરોડા મીડિયાને દબડાવવાનો એક પ્રયત્ન છે. મોદી સરકાર ચપટીભર નિંદા પણ સહન કરી શકતી નથી. આ ભાજપની ફાસીવાદી માનસિકતા છે, જે લોકશાહીમાં સત્યનો અરીસો જોવાનું પસંદ નથી કરતી. આ પ્રમાણેની કાર્યવાહી કરીને મોદી સરકાર મીડિયા પર દબાવ બનાવીને એવો સંદેશો આપવા માગે છે કે જો તમે 'ગોદી મીડિયા' નહીં બનો તો તમારા અવાજને દબાવી દેવામાં આવશે.
(ગોદી મીડિયા એટલે કોઈ મોટા દિગ્ગજ નેતાની વાહ, વાહ કરતું તંત્ર અને જે તેના ખોળામાં બેસી ગયું હોય અને આંખ બંધ રાખીને માત્ર વખાણ જ કર્યા રાખે)

મધ્યપ્રદેશઃ કોરોનામાં સરકારની ભૂલો અને અવ્યવસ્થાને છતી કરવામાં ભાસ્કર ગ્રુપ સૌથી અગ્રેસર હતું
દેશના નામાંકિત મીડિયા જૂથ દૈનિક ભાસ્કરની ઈન્દોર અને ભોપાલ ઓફિસો પર ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા, જેમણે કોરોનાની બીજી લહેરમાં સરકારની ભૂલોને ઉજાગર કરી હતી. અધિકારીઓની ટીમ મહારાષ્ટ્ર પાસિંગ બસ દ્વારા મોડી રાત્રે ભોપાલનાં પ્રેસ કોમ્પ્લેક્સ અને ઈન્દોરમાં LIG ચાર રસ્તે આવેલી ઓફિસ પર પહોંચી હતી.

ભોપાલમાં નાઇટ શિફ્ટની રિપોર્ટીંગ ટીમ અને ડેસ્ક સ્ટાફને સવારે 4 વાગ્યાથી 5 વાગ્યા સુધી કામ કરતા અટકાવવામાં આવ્યા હતા. તેમના મોબાઇલ અને લેપટોપ પણ જપ્ત કરી લીધા હતા. આ તમામ કર્મચારીઓેને ઓફિસની બહાર જવાની પણ અનુમતિ નહોતી. ગુરુવારે બપોરે 1 વાગ્યે તેમને ઓફિસની બહાર જવા દીધા હતા.

અન્ય સમાચારો પણ છે...