સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)એ ભારતની હિન્દી ભાષાને લગતી દરખાસ્તને મંજૂરી આપી દીધી છે. આ જાહેરાત શુક્રવારે કરવામાં આવી હતી. આ ઉપરાંત બાંગ્લા અને ઉર્દુ ભાષા પણ તેમા સામેલ કરવામાં આવી છે. UNની કામકાજને લગતી તમામ ભાષા અને આવશ્યક સંદેશ આ ભાષામાં રજૂ કરવામાં આવશે. UNના આ નિર્ણયને ભારત દ્વારા આપવામાં આવ્યો છે તથા તે અંગે પ્રશંસા કરી છે. આ ઉપરાંત અરબી, ચીન, અંગ્રેજી, ફ્રેંચ, રશિયા અને સ્પેશનિશ સંયુક્ત રાષ્ટ્રની 6 સત્તાવાર ભાષા છે, જેમાં અંગ્રેજી તથા ફ્રેંચ મુખ્ય છે.
હિન્દી સહિત બાંગ્લા તથા ઉર્દુ ભાષાનો સમાવેશ કરાયો
UNGAમાં ભારતના કાયમી પ્રતિનિધિ રાજદૂત TS તિરુમૂર્તિએ જણાવ્યું કે આ વર્ષે પ્રથમ વખત દરખાસ્તમાં હિન્દી ભાષાનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં બાંગ્લા તથા ઉર્દુનો ઉલ્લેખ કરવામાં આવેલ છે. આ ફેરફારનું સ્વાગત કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું- ભારત 2018થી સંયુક્ત રાષ્ટ્રના વૈશ્વિકત સંચાર વિભાગ (DGC) સાથે ભાગીદારી કરી રહ્યા છે. સંયુક્ત રાષ્ટ્રના સમાચાર તથા મલ્ટીમીડિયા કન્ટેન્ટને હિન્દી ભાષામાં પ્રસારિત કરવા તથા મુખ્ય બનાવવા માટે ફંડ પણ આપવામાં આવી રહ્યું છે.
વર્ષ 2018માં શરૂ થઈ હતી @ UN' પરિયોજના
હિન્દીને પ્રોત્સાહન આપવા માટે અનેક પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. આ માટે વર્ષ 2018માં હિન્દી @ UN' પરિયોજના શરૂ કરવામાં આવી હતી, જેનો લક્ષ્ય હિન્દી ભાષામાં સંયુક્ત રાષ્ટ્રની જાહેર પહોંચને વધારવા તથા વિશ્વભરમાં હિન્દી બોલનાર લોકોને વધુને વધુ કન્ટેન્ટ આપવાનો હતો.
સંયુક્ત રાષ્ટ્રમાં બહુભાષાવાદને યોગ્ય રીતે અપનાવવામાં આવે-તિરુમૂર્તિ
તિરુમૂર્તિએ 1લી ફેબ્રુઆરી, 1946ના રોજ પ્રથમ સત્રમાં અપનાવવામાં આવેલ UNSCની દરખાસ્ત 13(1)નો ઉલ્લેખ કર્યો છે. તેમા કહેવામાં આવ્યું હતું કે સંયુક્ત રાષ્ટ્ર તેના ઉદ્દેશો ત્યા સુધી હાંસલ નહીં કરી શકે કે જ્યાં સુધી વિશ્વના લોકો તેમના લક્ષ્યાંક અંગે સંપૂર્ણ માહિતી ન ધરાવતા હોય. તેમણે વધુમાં કહ્યું કે એ બાબત જરૂરી છે કે સંયુક્ત રાષ્ટ્રમાં બહુભાષાવાદને ખરા અર્થમાં અપનાવવામાં આવે અને ભારત તેને હાંસલ કરવામાં સંયુક્ત રાષ્ટ્રનું સમર્થન કરશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.