તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ચાર વર્ષ અગાઉ ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)એ આજના જ દિવસે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. એક અંતરિક્ષ અભિયાનમાં 104 સેટેલાઈટ લોન્ચ કરાયા હતા. આ રેકોર્ડ ચાર વર્ષ સુધી ભારતના નામે રહ્યો હતો. ગત મહિને જ એલન મસ્કની કંપની સ્પેસએક્સે એક જ મિશનમાં 143 સેટેલાઈટ લોન્ચ કરીને આ રેકોર્ડને તોડ્યો છે.
ઈસરોએ 2016માં સિંગલ મિશનમાં 20 સેટેલાઈટ લોન્ચ કર્યા હતા. તેના પછી 15 ફેબ્રુઆરી, 2017ના રોજ શ્રીહરિકોટાના સતીશ ધવન લોન્ચિંગ સેન્ટરથી પીએસએલવી-સી37 લોન્ચ કરાયું, ત્યારે તેની સાથે 104 સેટેલાઈટ્સને પ્રક્ષેપિત કરાયા હતા. આ અગાઉ સિંગલ મિશનમાં સૌથી વધુ સેટેલાઈટ લોન્ચ કરવાનો રેકોર્ડ રશિયાના નામે હતો, જેણે 2014માં 37 સેટેલાઈટ્સ લોન્ચ કરીને આ વિક્રમ પોતાના નામે કર્યો હતો.
ઈસરોના અભિયાનમાં મોકલાયેલા 104 ઉપગ્રહોમાંથી ત્રણ ભારતના હતા. જ્યારે બાકીના 101 સેટેલાઈટ્સ ઈઝરાયેલ, કઝાકિસ્તાન, નેધરલેન્ડ, સ્વિત્ઝર્લેન્ડ અને અમેરિકાના હતા. તેમાંથી એક સેટેલાઈટનું વજન 730 કિલો હતું. બાકી સેટેલાઈટ્સ હળવા હતા. આ મિશન પછી ઈસરો, સ્પેસ લોન્ચિંગના માર્કેટમાં વિશ્વાસપાત્ર પ્લેયર બનીને બહાર આવ્યું. તેનું એક મોટું કારણ એ હતું કે ભારતમાં અમેરિકાના મુકાબલે સેટેલાઈટ લોન્ચિંગમાં આવતો ઓછો ખર્ચ.
ગત મહિને અમેરિકન ઈનોવેટર એલન મસ્કની કંપની સ્પેસએક્સે એક જ મિશનમાં 143 સેટેલાઈટ લોન્ચ કરીને ઈસરોનો આ રેકોર્ડ તોડી નાખ્યો. આ મિશનને ટ્રાન્સપોર્ટર-1 નામ અપાયું હતું. તેમાં 133 કમર્શિયલ અને 10 સ્ટારલિન્ક સેટેલાઈટ લોન્ચ કરાયા હતા. આ લોન્ચિંગ કંપનીના સ્મોલસેટ રાઈડશેર પ્રોગ્રામનો હિસ્સો હતું. જેના અંતર્ગત સેટેલાઈટ કંપનીઓને ઓછી કિંમતમાં સ્પેસ સુધી પહોંચાડવામાં આવે છે. આ અગાઉ સ્પેસએક્સે ડિસેમ્બર 2018માં 64 સેટેલાઈટ્સને એક જ મિશનમાં લોન્ચ કરાયા હતા.
15 ફેબ્રુઆરીએ થયેલી દેશ-દુનિયાની મહત્વની ઘટનાઓ આ પ્રકારે છેઃ
2012ઃ ઈટાલીના કાર્ગો શિપના બે મરિન ગાર્ડસે કેરળના બે માછીમારોની ગોળી મારીને હત્યા કરી દીધી છે. આ મામલો ભારત અને ઈટાલી વચ્ચેની ટસલનો વિષય બની રહ્યો. ભારતની અદાલતોથી થઈને આંતરરાષ્ટ્રીય કોર્ટમાં પણ આવ્યો. ગત વર્ષે અહીં નક્કી થયું કે આ કેસ હવે ઈટાલીની અદાલતમાં ચાલશે.
1999ઃ પરમાણુ શસ્ત્ર પર પ્રતિબંધ લગાવવાના હેતુથી ઈજિપ્તમાં વિજિલન્સ સેન્ટરની સ્થાપના કરવાની ઘોષણા.
1991ઃ ઈરાકે કુવૈતમાંથી હટી જવાની ઘોષણા કરી.
1967ઃ ભારતમાં ચોથી લોકસભા માટે ચૂંટણી થઈ.
1965ઃ મેપલ (એક પ્રકારનું ઘટાદાર વૃક્ષ)ના પાનને કેનેડાના અધિકૃત ધ્વજમાં સ્થાન મળ્યું.
1962ઃ અમેરિકાએ નેવાડા પરીક્ષણ સ્થળ પર પરમાણુ પરીક્ષણ કર્યુ.
1948ઃ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ પર ખૂબ લડી મર્દાની કવિતા લખનારા કવયિત્રી સુભદ્રા કુમારી ચૌહાણનું નિધન.
1944ઃબ્રિટનના સેંકડો વિમાનોએ બર્લિન પર બોમ્બવર્ષા કરી.
1942ઃ દ્વિતિય વિશ્વયુદ્ધમાં સિંગાપોરનું પતન થયું. જાપાની સેનાઓનાં હુમલા પર બ્રિટિશ જનરલ આર્થર પેરસિવલે સમર્પણ કર્યુ. લગભગ 80000 ભારતીય, બ્રિટિશ અને ઓસ્ટ્રેલિયન સૈનિકો યુદ્ધકેદી હતા.
1906ઃ બ્રિટનની લેબર પાર્ટીની રચના.
1869ઃ પ્રસિદ્ધ શાયર મિર્ઝા ગાલિબનું નિધન.
1789ઃ ફ્રાંસે રોમ પર કબજો કરીને તેને ગણરાજ્ય ઘોષિત કર્યુ.
1564ઃ ખગોળશાસ્ત્રી ગેલિલિયોનો જન્મ. તેમણે જણાવ્યું કે પૃથ્વી સૂર્યની આસપાસ ચક્કર લગાવે છે. સૂર્ય પૃથ્વીની આસપાસ ફરતો નથી.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.