• Gujarati News
  • National
  • ISRO May Soon Send A Spacecraft To Venus, It Will Conduct Research On The Planet's Toxic Atmosphere

ચંદ્ર, મંગળ બાદ હવે શુક્રનો વારો:ISRO ટૂંક સમયમાં શુક્ર પર અવકાશયાન મોકલી શકે છે, તે ગ્રહના ઝેરી વાતાવરણ પર રિસર્ચ કરશે

17 દિવસ પહેલા
  • અમેરિકા સહિત ઘણા દેશો વર્ષોથી શુક્ર પર રિસર્ચ કરી રહ્યા છે.

ચંદ્ર અને મંગળ પછી ઈન્ડીયન સ્પેશ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) હવે શુક્ર પર અવકાશયાન મોકલવાની તૈયારી કરી રહ્યું છે. ISROના અધ્યક્ષ એસ સોમનાથ કહે છે કે ભારત પાસે શુક્ર માટેનું મિશન બનાવવા અને લોન્ચ કરવાની ક્ષમતા છે.

સોમનાથનું કહેવું છે કે શુક્રના વાતાવરણનો અભ્યાસ કરવા માટે આ મિશન શરૂ કરવામાં આવશે. મળતી માહિતી મુજબ શુક્રનું વાતાવરણ ખૂબ જ ઝેરી છે અને સમગ્ર ગ્રહ સલ્ફ્યુરિક એસિડના વાદળોથી ઢંકાયેલો છે. સોમનાથના જણાવ્યા અનુસાર શુક્ર પર અવકાશયાન મોકલવા માટે વર્ષોથી રિસર્ચ કરવામાં આવી રહ્યું છે અને હવે ISRO પાસે આ મિશનની યોજના તૈયાર છે.

શુક્ર પર રિસર્ચની જરૂર શા માટે?
શુક્ર અને પૃથ્વી બંન્નેને જોડિયા માનવામાં આવે છે. તેનો આકાર અને કદ ખૂબ સમાન છે. ઉપરાંત, તેમની રચના પણ એકબીજાને મળતી આવે છે. અમેરિકા સહિત ઘણા દેશો વર્ષોથી શુક્ર પર રિસર્ચ કરી રહ્યા છે. આ ગ્રહ પર મિશન મોકલીને વૈજ્ઞાનિકો જાણવા માંગે છે કે શુક્રનું વાતાવરણ ક્યારે અને કેવી રીતે બદલાયું છે.

શુક્રને પૃથ્વીની સમાન જ માનવામાં આવે છે.
શુક્રને પૃથ્વીની સમાન જ માનવામાં આવે છે.

ખરેખર, વૈજ્ઞાનિકોનું માનવું છે કે એક સમયે શુક્ર પણ પૃથ્વીની જેમ રહેવા માટે યોગ્ય હતો. જો કે, આબોહવા પરિવર્તનને કારણે, તેનું વાતાવરણ ઝેરી બની ગયું છે.

મિશન લોન્ચિંગની તારીખ હજુ નક્કી નથી

સમગ્ર વિશ્વમાં ભારત ઓછા ખર્ચે ઈન્ટરપ્લેનેટરી મિશનના ચેમ્પિયન તરીકે ઉભરી રહ્યું છે.
સમગ્ર વિશ્વમાં ભારત ઓછા ખર્ચે ઈન્ટરપ્લેનેટરી મિશનના ચેમ્પિયન તરીકે ઉભરી રહ્યું છે.

સોમનાથ કહે છે કે તેમની ટીમ મંગળયાન અને ચંદ્રયાન જેવા સફળ મિશનની જેમ શુક્ર મિશન પર કામ કરશે. હાલમાં આ મિશન માટે અવકાશયાન ક્યારે તૈયાર થશે તે અંગે સોમનાથે કોઈ માહિતી આપી નથી.

સોમનાથે કહ્યું, અમારું લક્ષ્યાંક શુક્ર પર કંઈક નવું શોધવાનું છે.અમે જે વસ્તુઓ પર પહેલાથી જ રિસર્ચ કરી ચૂક્યા છે તેનાથી કંઈક અલગ શોધીશું, જેથી મિશનની અસર વૈશ્વિક સ્તર પર પડશે. જો અમારું મિશન અનોખું રહેશે, તો તે વિશ્વભરમાં જાણીતું થશે."

મિશનની રેસમાં અમેરિકા, યુરોપ પણ સામેલ છે

યુરોપિયન સ્પેસ એજન્સી પણ ટૂંક સમયમાં શુક્ર પર EnVision નામનું ઓર્બિટર મોકલશે. તે શુક્રના વાતાવરણ અને અંદરની જમીન પર રિસર્ચ કરશે.
યુરોપિયન સ્પેસ એજન્સી પણ ટૂંક સમયમાં શુક્ર પર EnVision નામનું ઓર્બિટર મોકલશે. તે શુક્રના વાતાવરણ અને અંદરની જમીન પર રિસર્ચ કરશે.

ઈસરો ઉપરાંત અમેરિકન સ્પેસ એજન્સી નાસા પણ શુક્ર પર બે અવકાશયાન મોકલવાની તૈયારી કરી રહી છે. નાસાએ આ ગ્રહને શોધવા માટે લગભગ એક અબજ ડોલરનો ખર્ચ કર્યો છે. આ ભંડોળ બે મિશન વચ્ચે વહેંચવામાં આવશે. પ્રથમ- DAVINCI+ અને બીજું- VERITAS. આને 2028 અને 2030 ની વચ્ચે લોન્ચ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...