તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ISRO Launch Private Company Satellite With Bhagwad Geeta And PM Narendra Modi Name And Photo

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ISROનું રોકેટ લોન્ચિંગ:આ ખાસ સેટેલાઈટ સાથે અંતરિક્ષમાં જશે ભગવદ ગીતા, PM મોદીની નામ સાથે તસવીર અને 25 હજાર ભારતીયોના નામ

10 દિવસ પહેલા
 • કૉપી લિંક
ઈસરોએ 50 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર તેમના સેટેલાઈટ સેન્ટરને ખાનગી કંપનીઓ માટે ખોલ્યું - Divya Bhaskar
ઈસરોએ 50 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર તેમના સેટેલાઈટ સેન્ટરને ખાનગી કંપનીઓ માટે ખોલ્યું

ઈસરો 28 ફેબ્રુઆરીએ PSLV-C51 રોકેટથી બ્રાઝીલના સેટેલાઈટ Amazonia-1 અને ત્રણ ભારતીય સેટેલાઈટ/ પેલોડ લોન્ચ કરવાના છે. આ ત્રણેય ભારતીય સેટેલાઈટ ભારતના જ સ્ટાર્ટઅપ્સ દ્વારા વિકસિત કરવામાં આવ્યા છે. તેના નામ આનંદ, સતીશ ધવન સેટેલાઈટ અને યુનિટી સેટ છે. સતીશ ધવન સેટેલાઈટને સ્પેસ કિડ્સ ઈન્ડિયા નામના સ્ટાર્ટઅપે બનાવ્યું છે. તેમાં ભગવદ ગીતા, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફોટો અને નામ પણ સામેલ છે.

સ્પેસ કિડ્સ ઈન્ડિયાના સીઈઓ ડૉ. કેસને કહ્યું કે, અમારા જેવા સ્ટાર્ટઅપને મોકો આપવો જોઈએ. તેથી અમે ઘણાં લોકોના નામ મંગાવ્યા હતા. અમારી પાસે અંદાજે 25 હજાર નામ છે, જેમાંથી 1000 નામ ભારતની બહારના લોકોના છે. હવે આ નામ સેટેલાઈટ દ્વારા અંતરિક્ષમાં જશે. તેમાં વડાપ્રધાન મોદીનું નામ અને ફોટો સેટેલાઈટના ઉપરની પેનલ પર છે. આ પહેલીવખત છે જ્યારે ભારતની ખાનગી કંપનીના સેટેલાઈટમાં લોકોના નામ અંતરિક્ષમાં જઈ રહ્યા છે.

ડૉ. કેસને જણાવ્યું કે, સતીશ ધવન સેટેલાઈટ અંતરિક્ષમાં આવેલા રેડિએશનને સ્ટડી કરશે. ચુંબકીય તત્વોનું અધ્યયન કરશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતને અંતરિક્ષમાં સ્થાન આપશે. પીએમ મોદીના આત્મનિર્ભર ભારત મિશનના કારણે અમારા જેવી કંપનીઓને સ્પેસ ઈન્ડસ્ટ્રીઝમાં ISRO સાથે કામ કરવાનો મોકો મળ્યો. તેથી અમે તેમને થેન્ક્સ કહેવા અને તેમના સન્માન માટે તેમની તસવીર અને નામ સેટેલાઈટમાં લગાવીને અંતરિક્ષમાં મોકલી રહ્યા છીએ. એસડી સેટ એક નેનો સેટેલાઈટ છે જેને 28 ફેબ્રુઆરીએ PSLV-C51ને શ્રી હરિકોટાથી લોન્ચ કરવામાં આવશે.

ડૉ. કેસને જણાવ્યું કે, ઘણાં સ્પેસ મિશન તેમની સાથે બાઈબલ લઈને જતા હોય છે તેથી તેને ધ્યાનમાં રાખીને અમે પણ સેટેલાઈટમાં ભગવદ ગીતા અને પીએમ મોદીની તસવીર મોકલવાનો નિર્ણય કર્યો છે. તે સાથે તેમણે એવું પણ જણાવ્યું કે, તેમનું આ સેટેલાઈટ આત્મનિર્ભરને પ્રોત્સાહન આપે છે, કારણકે તે સંપૂર્ણ રીતે ભારત દ્વારા વિકસીત કરવામાં આવ્યું છે. જોકે તેમાં ISRO તરફથી અમુક જે ફેરફાર કરવાનું કહેવામાં આવ્યું છે તે કરવામાં આવ્યા છે.

ડિજિટલ ડ્રાઈવ શરૂ કરાઈ હતી
સ્પેસ કિડ્સ ઈન્ડિયાએ અંતરિક્ષમાં પોતાનું નામ મોકલવા માટે એક ડિજિટલ ડ્રાઈવ ચલાવવામાં આવી હતી. તેમાં ફોર્મ ભર્યા પછી લોકોની પાસે આ મિશનનો બોર્ડિંગ પાસ આવતો હતો. તેમાં નામ તો ફોર્મ ભરનારનું રહેતું હતું પરંતુ ફોટો અને ડિટેલ્સ મિશનનું રહેતુ હતું. જે રીતે પીએમ નરેન્દ્ર મોદીના બોર્ડિંગ પાસ પર તેમનું નામ લખ્યું છે પરંતુ ફોટો સતીશ ધવનનો લાગ્યો છે. પીએમ મોદીનું ફોર્મ કંપનીએ તેમની તરફથી ભર્યું છે.

ISROમાં પહેલીવાર ખાનગી કંપનીઓની એન્ટ્રી

આનંદ સેટેલાઈટને બેંગલુરુમાં આવેલી PiXXel નામના સ્ટાર્ટઅપે બનાવ્યું છે. જ્યારે યુનિટી સેટને ત્રણ સેટેલાઈટને ભેગુ કરીને બનાવવામાં આવ્યું છે. ઈસરોનું આ મિશન એટલા માટે મહત્વનું માનવામાં આવે છે, કારણકે PSLV-C51 સાથે પહેલાં કોમર્શિયલ ખાનગી રિમોટ સેસિંગ સેટેલાઈટ આનંદને લોન્ચ કરી રહ્યા છે. પિક્સેલ કંપનીનું કહેવું છે કે તે 2023 સુધી આવા 30 સેટેલાઈટ્સ ભારતીય અંતરિક્ષમાં તહેનાત કરવાની યોજના બનાવી ચુક્યા છે. ઈસરોએ તેમના 50 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર તેમના સેટેલાઈટ સેન્ટરને ખાનગી કંપનીઓ માટે ખોલ્યું છે. આવું પહેલીવાર થશે જ્યારે પ્રાઈવેટ કંપની અથવા એકેડેમિયાના લોકો બેંગલુરુમાં આવેલા યુઆર રાવ સેટેલાઈટ સેન્ટરમાં તેમના સેટેલાઈટ લોન્ચ કરશે. ઈસરોએ હાલ બે સેટેલાઈટ માટે મંજૂરી આપી છે. તેમાંથી એક ખાનગી કંપનીનું છે અને બીજુ સ્ટૂડન્ટ્સનું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો