• Home
  • National
  • ISRO budget cuts 15% due to Corona, lockdown delays many space missions

સાઈડ ઈફેક્ટ / કોરોનાના કારણે ISROના બજેટમાં 15%નો ઘટાડો, લોકડાઉનના કારણે અંતરિક્ષના ઘણા મિશન મોડા પડશે

ISRO budget cuts 15% due to Corona, lockdown delays many space missions
X
ISRO budget cuts 15% due to Corona, lockdown delays many space missions

  • ત્રિમાસમાં બજેટમાં કરવામાં આવેલા 15 ટકાના ઘટાડાથી મિશન પર અસર નહીં પડેઃવિનોદ કુમાર
  • ઈસરોના વૈજ્ઞાનિકો ઘરેથી ડેવલપમેન્ટ પર કામ કરી રહ્યા છે 
  • નાણામંત્રાલયે ઈસરોના બજેટમાં 15%નો ઘટાડો 

દિવ્ય ભાસ્કર

Apr 09, 2020, 04:54 PM IST

નવી દિલ્હી. કોરોના વાઈરસના સંકજામાં હવે ISRO પણ આવી ગયું છે. પહેલા તો લોકડાઉનના કારણે ઈસરોના તમામ સેન્ટર્સમાં કામગીરી ઘટી ગઈ છે. બીજું કે કોરોનાએ ઈસરોના બજેટ પર પણ કાતર ચલાવવા જેવું કામ કરી દીધું છે. ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન એટલે ઈસરોના નાણાકીય વર્ષ 2020-21ના પહેલા ત્રિમાસિકના બજેટમાં મોટો ઘટાડો આવ્યો છે. 

આ ઘટાડાના કારણે ઈસરોની કાર્યપ્રણાલી પર કેટલી અસર કરશે એ કહેવું તો મુશ્કેલ છે. પરંતુ લોકડાઉન અને પૈસાની અછતના કારણે ઈસરોના ઘણા પ્રોજેક્ટ્સમાં મોડું થઈ શકે છે. એટલે કે ઘણા મિશન આ વર્ષે મોડા પડશે. કાંતો આ તમામ મિશનને ટાળવામાં આવી શકે છે અથવા આવતા વર્ષે લોન્ચ કરી શકાશે. 

નાણા મંત્રાલયે ખર્ચમાં 15%નો ઘટાડો કર્યો
નાણા મંત્રાલય હેઠળ આવતા ઈકોનોમિક અફેર્સ વિભાગના બજેટ ડિવિઝને એક એક ઓફિસ મેમોરેન્ડમ જાહેર કરીને અંતરિક્ષ વિભાગને કહ્યું કે, તમારા નાણાકીય વર્ષ 2020-21ના પહેલા ત્રિમાસિકમાં 15 ટકાનો ઘટાડો કરવામાં આવી રહ્યો છે. 

લોકડાઉનમાં ઈસરોના વૈજ્ઞાનિકો શું કરી રહ્યા છે?
ઈસરોના મોટાભાગના વૈજ્ઞાનિકો લોકડાઉન દરમિયાન પોત પોતાના ઘરેથી કામ કરી રહ્યા છે. તમામ મિશન હોલ્ડ પર છે. ઘણા મિશનના કામ પુરા થઈ ચુક્યા હતા. પરંતુ તમામ પ્રોજેક્ટ્સ અને મિશનને યથાસ્થિતિમાં રાખવા માટે કહેવામાં આવ્યું છે. ઈસરોના સેન્ટર્સમાં લાગેલા લગભગ 17 હજાર વૈજ્ઞાનિક અને ટેક્નીશિયન તેમના ઘરોથી ડેવલપમેન્ટ વર્ક પર કામ કરી રહ્યા છે. આ તમામ ડેવલપમેન્ટ વર્ક આગામી મિશન માટે છે.

બજેટ ઓછું કરવાથી મિશન પર અસર નહીં પડે 
ઈસરોના પૂર્વ વૈજ્ઞાનિક વિનોદ કુમાર શ્રીવાસ્તવે જણાવ્યું કે ઈસરો પાસે દરેક મિશનનું અલગ બજેટ હોય છે. સામાન્ય રીતે ઈસરો પાસે આટલા પૈસા હોય છે કે ઈમરજન્સીમાં કોઈ મિશનને ન અટકી પડે. પહેલા ત્રિમાસમાં બજેટમાં કરવામાં આવેલા 15 ટકાના ઘટાડાથી મિશન પર અસર નહીં પડે. કારણ કે દરેક મિશનનું અલગ બજેટ છે. જે બજેટ પહેલાથી રિલીઝ કરી દેવાયું છે, જેમાં કોઈ ઘટાડો નથી થતો. આ ઘટાડો એવા ખર્ચા માટે છે, જે પૈસા હવે લોકડાઉન દરમિયાન ખર્ચાશે નહીં. 

લોકડાઉનના કારણે મિશનમાં મોડુ થશે 
વિનોદ કુમાર શ્રીવાસ્તવે જણાવ્યું કે, ઈસરોના તમામ મિશનનું એક શિડ્યુલ બનાવવામાં આવે છે. એ જ શિડ્યુઅ પ્રમાણે જ કામ કરવામાં આવે છે. જો કોઈ કારણે કોઈ મિશનમાં મોડું થાય તો બીજા મિશનને શરૂ કરી દેવાય છે. આ વર્ષે જો ઈસરોના મિશનમાં મોડું થશે તો તે લોકડાઉનના કારણે થશે, જેના માટે બજેટમાં ઘટાડાથી કોઈ ફરક નહીં પડે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી