તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Israeli Heron Drone Deployed In Ladakh Sector Will Be Equipped With Laser guided Bombs And Missiles, Army Proposes

ભારતીય સેનાની શક્તિ વધશે:લદ્દાખ સેક્ટરમાં ગોઠવેલા ઈઝરાયલી હેરોન ડ્રોન લેઝર ગાઈડેડ બોમ્બ તથા મિસાઈલોથી સજ્જ હશે, સેનાએ દરખાસ્ત મોકલી

નવી દિલ્હીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
હેરોન ડ્રોન એક વખતમાં બે દિવસ સુધી ઉડી શકે છે અને 10 કિ.મી ઉંચાઈથી દરેક ગતિવિધિ પર નજર રાખી શકે છે - Divya Bhaskar
હેરોન ડ્રોન એક વખતમાં બે દિવસ સુધી ઉડી શકે છે અને 10 કિ.મી ઉંચાઈથી દરેક ગતિવિધિ પર નજર રાખી શકે છે
  • પ્રોજેક્ટ ચીતા નામના પ્રસ્તાવ પર સેના આગળ વધી છે, આશરે રૂપિયા 3,500 કરોડ ખર્ચ શઈ શકે છે
  • 90 હેરોન ડ્રોનને લેઝર-ગાઈડેડ બોમ્બ, એર-ટુ-ગ્રાઉન્ડ અને લોંચ્ડ એન્ટીટેક ગાઈડેડ મિસાઈલોથી અપગ્રેડ કરાશે

ચીન સાથે સીમા વિવાદની સ્થિતિ વચ્ચે ભારતીય સેના તેની શક્તિ વધારવા જઈ રહી છે. સેનાએ ઈઝરાયલી ડ્રોન UAVને વધારે શક્તિશાળી બનાવવાના પ્રોજેક્ટ પર કામ શરૂ કરી દીધુ છે. સેના હેરોન (Heron)ને લેઝર-ગાઈડેડ બોમ્બ (Laser-guided bomb), પ્રેશિસન-ગાઈડેડ મ્યૂનિશન્સ (Precision-guided munitions) તથા દુશ્મનના સ્થળો તેમ જ બખ્તરબંધ રેજીમેન્ટ માટે એન્ટી ટેન્ક મિસાઈલથી સજ્જ થઈ રહી છે.લાંબા સમયથી પડતર પ્રોજેક્ટ ચીત્તા નામની દરખાસ્તને સેનાએ ફરી આગળ વધારી છે. આ માટે આશરે રૂપિયા 3,500 કરોડ ખર્ચ થઈ શકે છે.

90 હેરોન ડ્રોનને અપગ્રેડ કરવામાં આવશે
સરકારી સૂત્રોને ટાંકી એવી માહિતી આપવામાં આવી છે કે આ પ્રોજેક્ટમાં ત્રણેય સેનાના 90 હેરોન ડ્રોનને લેઝર-ગાઈડેડ બોમ્બ તથા મિસાઈલો સાથે અપગ્રેડ કરવામાં આવશે. સંરક્ષણ સચિવ અજય કુમાર સહિત સંરક્ષણ મંત્રાલયની ઉચ્ચ-સ્તરીય સમિતિ આ માટે વિચારણા કરી રહી છે.
દુશ્મનોના સ્થળો પર નજર રાખવામાં મદદ મળશે
દરખાસ્ત પ્રમાણે સશસ્ત્ર દળોએ ડ્રોનની મદદથી દુશ્મનોના સ્થળો પર નજર રાખવાની વાત કરી છે. ભારતીય મીડિયમ એલ્ટીટ્યૂડ લોંગ ઈન્ડયૂરેન્સ ડ્રોનને અનમેન એરિયલ વ્હિકલ (UAV) કહે છે. તેમા હેરોનનો પણ સમાવેશ થાય છે. તેને સેના તથા વાયુસેનાએ ચીનની સીમા નજીક લદ્દાખ સેક્ટરના ફોરવર્ડ લોકેશન પર ગોઠવ્યા છે આ ડ્રોનને લીધે ચીનની ડિસંગઝમેન્ટ પ્રોસેસને વેરિફાઈ કરવામાં મદદ મળશે અને ઈનડેપ્થ એરિયામાં ચીન સેનાની ગતિવિધિની જાણ થઈ શકે છે. ત્રણેય સેના છેલ્લા કેટલાક વર્ષોથી હેરોન ડ્રોનનો ઉપયોગ કરી રહી છે. એક વખતમાં બે દિવસ સુધી ઉડી શકવા માટે તે સક્ષમ છે અને 10 કિલોમીટરની ઉંચાઈથી દુશ્મનની ગતિવિધિ પર નજર રાખી શકાય છે.

અન્ય સમાચારો પણ છે...