તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ISIS K Could Reach South Asia From Afghanistan And Then India, A Terrorist Organization Could Raise Its Head Again

ભારત પણ સતર્ક:અફઘાનિસ્તાનથી દક્ષિણ એશિયા અને ત્યારબાદ ભારત પહોંચી શકે છે ISIS-K, ફરી માથું ઊંચું કરી શકે છે આતંકી સંગઠન

નવી દિલ્હી/કાબુલએક મહિનો પહેલા
  • અફઘાનિસ્તાનમાં તાલિબાનના શાસન બાદ આતંકવાદી સંગઠનોને નવો જુસ્સો મળ્યો

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં ગુરુવારે ઠેયેલા આત્મઘાતી હુમલામાં 170 લોકો માર્યા ગયા છે. આ હુમલાની જવાબદારી આતંકી સંગઠન ISIS-K (ખુરાસાન ગ્રૂપ)એ અવિકારી છે. મીડિયા રિપોર્ટ મુજબ, કાબુલમાં થયેલા બ્લાસ્ટ બાદ ભારતીય ગુપ્તચર એજન્સીઓ પણ સતર્ક થઈ ગઈ છે. એવી આશંકા છે કે આ સંગઠન દક્ષિણ એશિયા અને ત્યાર બાદ ભારત પહોંચવાનો પ્રયત્ન કરી શકે છે. ISIS ખુરાસાન કટ્ટરવાદી ઇસ્લામિક શાસન લાદવા માંગે છે.

જેહાદ એક્સપોર્ટ કરવાનું કાવતરું
ISIS-Kને IS-K એટલે કે ઇસ્લામિક સ્ટેટ ખુરાસાન પણ કહેવામાં આવે છે. આ સંગઠનને તાલિબાન અને અલ-કાયદા કરતાં પણ કટ્ટરપંથી માનવામાં આવે છે. ભારતીય ગુપ્તચર અધિકારીઓને આશંકા છે કે આ જૂથ જેહાદી માનસિકતાને વિસ્તૃત કરવા માંગે છે. તે મધ્ય એશિયા અને પછી ભારત સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યું છે. તેનો હેતુ યુવાનોને તેના સંગઠન સાથે જોડવાનો અને પછી આતંકવાદી બનાવવાનો અને પછી હુમલો કરાવવાનો છે.

અધિકારીઓનું માનવું છે કે ખુરાસાન ગ્રૂપ ખલીફાના નિઝામને લાવવા માંગે છે અને તે ભારત પહોંચવાનો પ્રયત્ન કરશે. ભારતીય ગુપ્તચર એજન્સીઓ પણ એલર્ટ છે કારણ કે કેરળ અને મુંબઈના કેટલાક યુવાનો પહેલેથી જ ISISમાં જોડાઇ ચૂક્યા છે. કેટલાક વધુ યુવાનોને ફસાવવામાં આવી શકે છે.

માથું ઊંચું કરી શકે છે કટ્ટરવાદી સંગઠન
એક અધિકારીનું કહેવું છે કે જો આ આતંકી સંગઠન કાવતરું રચે છે તો ભારતમાં કેટલાક કટ્ટરવાદી કે આતંકી સંગઠન ફરી માથું ઊંચું કરી શકે છે. ખુરાસાન ગ્રુપ યુવાનોને પોતાની સાથે જોડવાનો પ્રયાસકરી શકે છે. અફઘાનિસ્તાનમાં તાલિબાનના શાસન બાદ આતંકવાદી સંગઠનોને નવી તાકાત મળી છે.

ભારતમાં ઘણા હુમલા માટે જવાબદાર જૈશ-એ-મોહમ્મદ હવે અફઘાનિસ્તાનના હેલમંદ પ્રાંતમાં પહોંચી ગયું છે. તેની સરહદ કંદહાર સાથે જોડાય છે. એ જ રીતે પૂર્વ અફઘાનિસ્તાનના કુનાર પ્રાંતમાં લશ્કર-એ-તૈયબા કાર્યરત છે. 2008ના મુંબઈ હુમલા પાછળ લશ્કર જ જવાબદાર હતું.

કાબુલ હુમલો તાલિબાનને એક સંદેશ
સૂત્રો મુજબ, કાબુલમાં ગુરુવારે થયેલા આતંકી હુમલો ખરેખરમાં તાલિબાન ને પણ એક સંદેશ છે કે તે સુરક્ષા વ્યવસ્થા ન કરી શકે. ખુરાસાન ગ્રૂપ તાલિબાન સરકારમાં પણ પોતાનો અડિંગો જમાવવા માંગે છે.

આ સંગઠન સૌથી પહેલા 2014માં સામે આવ્યું હતું. બાદમાં તેને ખૂબ જ દુષ્ટ અને ઘાતકી સંસ્થા તરીકે તેની ઓળખ થવા લાગી. હક્કાની નેટવર્ક અને પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI સાથે તેના સંબંધો છે. અમેરિકન અધિકારીઓ માને છે કે આ જૂથમાં પાકિસ્તાની અને ઉઝબેક લડવૈયાઓ સામેલ છે. ખાસ વાત એ છે કે આ સંગઠન અને અફઘાન તાલિબાન વચ્ચે પણ દુશ્મની છે. જો કે, તે સ્પષ્ટ નથી કે ઇરાક અને સીરિયામાં સક્રિય આઇએસ સાથે તેના કેટલા સારા સંબંધો છે.

અન્ય સમાચારો પણ છે...