મુકેશ અંબાણી નાના બન્યા:ઈશાએ ટ્વિન્સને જન્મ આપ્યો, દીકરીનું નામ આદ્યા અને દીકરાનું નામ ક્રિષ્ના પાડ્યું

17 દિવસ પહેલા

ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણીએ ટ્વિન્સ બાળકોને જન્મ આપ્યો છે. પરિવારે દીકરીનું નામ આદ્યા અને દીકરાનું નામ ક્રિષ્ના પાડ્યું છે. બાળકો અને ઈશાની તબિયત સારી હોવાનું પરિવારે જણાવ્યું છે. નીતા અને મુકેશ અંબાણીની દીકરી અને સ્વાતિ-અજય પિરામલના પુત્ર આનંદના ઘરે પારણું બંધાયું છે. નોંધનીય છે કે, ઈશા અને આકાશ પણ મુકેશ-નીતા અંબાણીનાં ટ્વિન્સ બાળકો છે.

મુકેશ અને નીતા અંબાણીની સાથે ઈશા અંબાણીના પતિ આનંદ પિરામલનાં માતા-પિતા અજય અને સ્વાતિ પિરામલ દ્વારા જારી કરાયેલ સંયુક્ત મીડિયા નિવેદનમાં જણાવ્યું હતું કે તેઓ જોડિયા બાળકોના આગમનની જાહેરાત કરતા અત્યંત ખુશ છે અને તેઓ બધા ખૂબ જ ખુશ છે. લોકોના આશીર્વાદ અને શ્રેષ્ઠતાની રાહ જોઈ રહ્યાં છીએ. આ તેમના જીવનનો સૌથી મહત્ત્વપૂર્ણ તબક્કો છે.

અંબાણી અને પીરામલ પરિવારનો ફોટો. ડાબેથી સ્વાતિ પીરામલ, અજય પીરામલ, ઈશા અંબાણી, મુકેશ અંબાણી, નીતા અંબાણી અને ઈશાના પતિ આનંદ પીરામલ.
અંબાણી અને પીરામલ પરિવારનો ફોટો. ડાબેથી સ્વાતિ પીરામલ, અજય પીરામલ, ઈશા અંબાણી, મુકેશ અંબાણી, નીતા અંબાણી અને ઈશાના પતિ આનંદ પીરામલ.

કોકીલાબેને ઈશા વિશે કહી હતી આ વાત
જ્યારે ઈશા અંબાણીની સગાઈ થઈ ત્યારે આ સગાઈની આ પાર્ટીમાં ઈશાનાં દાદી કોકિલાબેન અંબાણીએ એક ખાસ વાત શૅર કરી હતી. તેમણે પાર્ટીમાં કહ્યું હતું કે ઈશા છ મહિનાની થઈ ગઈ પછી તેના દાદા ધીરુભાઈ અંબાણી પૌત્રી ઈશાનો ચહેરો જોયા વગર ચા પણ પીતા નહોતા. તેમને ઈશા ઘણી જ વહાલી હતી. નોંધનીય છે કે છ જુલાઈ, 2002માં ધીરૂભાઈનું અવસાન થયું હતું.

ઈશા અને આકાશ પણ ટ્વિન્સ છે
એક ટીવી ઈન્ટરવ્યૂમાં નીતા અંબાણીએ કહ્યું હતું કે, ઈશા અને આકાશના જન્મ પહેલાં તે યુએસમાં હતી. તેમને મૂકીને મુકેશ ઈન્ડિયા પહોંચ્યા ત્યારે તેમના પર ફોન આવ્યો કે તમારે પરત આવવું પડશે. નીતા ગમે ત્યારે બાળકોને જન્મ આપી શકે છે. મુકેશ તેનાં માતા કોકિલાબેન અને એક ડોક્ટર સાથે સ્પેશિયલ પ્લેનમાં યુએસ આવવા નીકળ્યા. રસ્તામાં પ્લેનનો પાઇલટ તેમની પાસે આવ્યો અને કહ્યું કે એક દીકરો અને એક દીકરી એમ 2 બાળકોના પિતા બન્યા છો. આ સમાચાર બાદ પ્લેનમાં જશ્ન જેવો માહોલ હતો. જ્યારે મુકેશજી નીતા પાસે પહોંચ્યા ત્યારે તેણે બાળકોનું નામકરણ ખુદ કરવાની વાત કહી. આ દરમિયાન તેમણે કહ્યું હતું, હું જ્યારે પ્લેનમાં પહાડ પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે મને આ ખુશખબરી મળી. તેથી મારી દીકરીનું નામ ‘ઇશા’ રાખ્યું. જેનો મતલબ છે ‘પહાડોની દેવી.’ અમે આકાશમાં ઊડી રહ્યા હતા તેથી દીકરાનું નામ રાખ્યું ‘આકાશ.’

વર્ષ 2018માં થયાં હતાં ઈશા-આનંદ પિરામલનાં લગ્ન
વર્ષ 2018માં ઈશા અંબાણીનાં લગ્ન હેલ્થકેર બિઝનેસ ગ્રુપ પિરામલના માલિક અજય પિરામલના દીકરા આનંદ પિરામલ સાથે થયાં હતાં. તેમનાં લગ્ન દેશના સૌથી મોંઘાં લગ્નોમાં નોંધાયાં હતાં. તેમાં બોલિવૂડ અને દેશની મોટાભાગની સેલિબ્રિટીએ હાજરી આપી હતી.

રાજસ્થાનના ઝુંઝુનુ જિલ્લામાં પિરામલ પાસે કોઠીઓ, હવેલીઓ અને મહેલો છે. ઈશાની સાસુ સ્વાતિ પિરામલ પણ વ્યવસાયે વૈજ્ઞાનિક અને ઉદ્યોગપતિ છે. સ્વાતિ મુંબઈમાં ગોપીકૃષ્ણ પિરામલ હોસ્પિટલના સ્થાપક છે. તેણીને વર્ષ 2012માં પદ્મશ્રી એવોર્ડ મળ્યો છે. ઈશાની ભાભી નંદિની પિરામલ ગ્રુપનો આખો બિઝનેસ સંભાળે છે. ઈશા અંબાણીના સસરા અજય પિરામલ શ્રીરામ ગ્રુપના ચેરમેન, ટાટા સન લિમિટેડના નોન-એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર, હાર્વર્ડ બિઝનેસ સ્કૂલના બોર્ડ મેમ્બર, અનંત નેશનલ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ અને ચેરમેન, પ્રથમ એજ્યુકેશન ફાઉન્ડેશનના ચેરમેન ઉપરાંત અન્ય પદો ધરાવે છે.

મુકેશ અંબાણી પોતાના દોહિત્ર પૃથ્વી આકાશ અંબાણી સાથે
મુકેશ અંબાણી પોતાના દોહિત્ર પૃથ્વી આકાશ અંબાણી સાથે

ઈશા અંબાણી રિલાયન્સ રિટેલ વેન્ચર્સની ડિરેક્ટર છે
મુકેશ અંબાણીની એકમાત્ર પુત્રી ઈશા અંબાણીને હાલમાં જ રિલાયન્સ રિટેલ વેન્ચર્સની ડિરેક્ટર બનાવવામાં આવી છે. મુકેશ અંબાણીનાં ત્રણ સંતાનોમાં ઈશા અંબાણી સૌથી મોટી છે. તેણે અમેરિકાની યેલ યુનિવર્સિટીમાંથી સાયકોલોજીમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી છે. તેણે સ્ટેનફોર્ડ, કેલિફોર્નિયાથી બિઝનેસમાં MBAનો અભ્યાસ કર્યો છે.

નીચે તમે ઈશા અને આનંદના લગ્નની તસવીરો જોઈ શકો છો...

લગ્નની વિધિ દરમિયાન ઈશા અને આનંદ. સાથે પરિવારના કેટલાક અન્ય સભ્યો પણ નજરે પડે છે.
લગ્નની વિધિ દરમિયાન ઈશા અને આનંદ. સાથે પરિવારના કેટલાક અન્ય સભ્યો પણ નજરે પડે છે.
ઈશા અંબાણીના પતિ આનંદ પણ એક બિઝનેસમેન છે અને પિરામલ ગ્રુપના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે.
ઈશા અંબાણીના પતિ આનંદ પણ એક બિઝનેસમેન છે અને પિરામલ ગ્રુપના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે.
ઈશા અંબાણી તેના પતિ આનંદ પીરામલ સાથે. બંનેના લગ્ન ચાર વર્ષ પહેલા મુંબઈમાં થયા હતા.
ઈશા અંબાણી તેના પતિ આનંદ પીરામલ સાથે. બંનેના લગ્ન ચાર વર્ષ પહેલા મુંબઈમાં થયા હતા.
અન્ય સમાચારો પણ છે...