• Gujarati News
  • National
  • Hindi Urdu Is Taught On A Blackboard, A Third Teacher Is Also Stabbing A Student With A Stick

એક જ વર્ગખંડમાં ધોરણ 1થી 5!:એક બ્લેકબોર્ડ પર હિન્દી-ઉર્દૂ ભણાવાય છે, ત્રીજા શિક્ષક પણ લાકડી પછાડી વિદ્યાર્થીને શાંત કરી રહ્યા છે

એક મહિનો પહેલા

બિહારની એક શાળાનો વીડિયો સામે આવ્યો છે. રાજ્યમાં સરકારી શાળાઓની કેવી વાસ્તવિક સ્થિતિ છે તે આ વીડિયો પરથી જાણી શકાય છે. એક બાજુ હિન્દી અને બીજી બાજુ એ જ બ્લેકબોર્ડ પર ઉર્દૂ શીખવવામાં આવે છે. આ ઉપરાંત ત્રીજા શિક્ષક પણ મૌખિક અભ્યાસ કરાવી રહ્યા છે. વર્ગ 1 થી 5 ના વિદ્યાર્થીઓ વર્ગખંડમાં બેઠા છે. ચોતરફ એટલો બધો ઘોંઘાટ છે કે કોણ કોને ભણાવે છે, એ જ સમજાતું નથી.

આ વીડિયો નાયબ મુખ્યમંત્રી તારકિશોર પ્રસાદના ગૃહ જિલ્લા કટિહારનો છે. વીડિયો જિલ્લાના મણિહારીની ઉર્દૂ પ્રાથમિક શાળાનો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે બ્લેકબોર્ડની એક બાજુ મહિલા શિક્ષક હિન્દી શીખવી રહ્યા છે તો બીજી તરફ શિક્ષક ઉર્દૂ શીખવી રહ્યા છે. તેમની વચ્ચે એક ખુરશી પર બેઠેલા શિક્ષક ટેબલ પર લાકડી પછાડીને વિદ્યાર્થીઓને શાંત કરી રહ્યા છે. વર્ગમાં એટલો બધો ઘોંઘાટ છે કે કશું સાંભળી કે સમજી શકાતું નથી.

એક જ વર્ગમાં ધોરણ 1થી 5 સુધી અભ્યાસ કરતા બાળકો.
એક જ વર્ગમાં ધોરણ 1થી 5 સુધી અભ્યાસ કરતા બાળકો.

શિક્ષણમાં પરિવર્તનના દાવા વચ્ચે વાસ્તવિકતાથી વિપરીત
મણિહારી વિધાનસભામાં કુલ 29 શાળા અન્ય સ્થળોએ ખસેડવામાં આવી હતી કારણ કે તે ગંગા નદીના ધોવાણથી વિસ્થાપિત થઈ હતી. આ શાળા એ તે પૈકીની એક હતી. જિલ્લામાં આવી 271 શાળા છે, જે બિલ્ડીંગ અને અન્ય સાધનો વગરની છે. બિહારની NDA સરકાર જાહેર સભામાં કહે છે કે છેલ્લા 17-18 વર્ષના શાસન દરમિયાન રાજ્યની શિક્ષણ વ્યવસ્થામાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યું છે. જો કે જે વીડિયો સામે આવ્યો છે તે જમીની વાસ્તવિકતા કહી રહ્યો છે.

બાળકોનો શાંત કરતા શિક્ષક.
બાળકોનો શાંત કરતા શિક્ષક.

જિલ્લા શિક્ષણાધિકારી કામેશ્વર ગુપ્તાનું કહેવું છે કે જિલ્લામાં આવી બિલ્ડીંગ વિનાની શાળાઓને મિડલ સ્કૂલ સાથે ટેગ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં 25 શાળાને જમીન મળી છે. બાકીની શાખા માટે વાતચીત ચાલી રહી છે. જમીન સંપાદિત થતાં જ સરકારની અધિસૂચના મુજબ શાળાનું નિર્માણ કરવામાં આવશે.