શિક્ષક ભરતી કૌભાંડમાં ધરપકડ કરવામાં આવેલી મંત્રી પાર્થ ચેટર્જી અંગે બંગાળના મુખ્યમંત્રી અને YMC નેતા મમતા બેનર્જીએ એક નિવેદન આપ્યું છે. મમતાએ સોમવારે કહ્યું કે જો કોઈ ભૂલ કરી છે તો તેને કોઈ પણ મોટી સજા મળે, મને કોઈ જ ફરક પડતો નથી. અમે આવા લોકોને સમર્થન કરશું નહીં. અલબત એક ચોક્કસ સમયમાં સત્યના આધારે નિર્ણય આપવામાં આવવો જોઈએ.
અત્રે ઉલ્લેખનીય છે કે શનિવારે EDએ પાર્થ ચેટર્જીની ધરપકડ કરી હતી તો તેમણે મમતા બેનર્જીને ત્રણ વખત ફોન કર્યો હતો. અલબત દીદીએ તેમનો ફોન ઉઠાવ્યો ન હતો. ત્યારબાદથી એવી અટકળો વહેતી થવા લાગી હતી કે મમતા બેનર્જી આ કેસમાં પોતાના મંત્રીનું નામ સામે આવ્યા બાદ તેમનાથી અંતર કરી રહ્યા છે.
ભૂવનેશ્વર એઈમ્સે કહ્યું- પાર્થના સ્વાસ્થ્યની સ્થિતિ સ્થિર
આ અગાઉ બંગાળના મંત્રી પાર્થ ચેટર્જી સોમવારે સવારે કોલકાતાથી ભુવનેશ્વર એઈમ્સ પહોંચ્યા હતા. તપાસ બાદ એઈમ્સના ડિરેક્ટર આશુતોષ બિસ્વાસે કહ્યું કે લાંબી માંદગીને લીધે તેમને સમસ્યા આવી રહી છે. અમે તપાસ બાદ અમારો અહેવાલ કોલકાત્તા હાઈકોર્ટમાં રજૂ કરી દીધો છે. ડો.બિસ્વાસે કહ્યું કે તેમને હૃદયમાં વધારે દુખાવો નથી. તેમના સ્વાસ્થ્યની સ્થિતિ એકંદરે સ્થિર છે અને તેમને આજે જ ડિસ્ચાર્જ કરવામાં આવશે.
ઈન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ પાર્થની શનિવારે ધરપકડ કરી હતી. ધરપકડ બાદ પાર્થે કહ્યું હતું કે તેઓ બિમાર છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે. હાઈકોર્ટના આદેશને ધ્યાનમાં રાખી કોલકાતાના SSKM હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
જોકે, ત્યારબાદ EDએ કોલકાત્તા હાઈકોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી અને કહ્યું હતું કે પાર્થને કોલકાતાની બહાર અન્ય કોઈ હોસ્પિટલમાં લઈ જવા માટે આદેશ આપવામાં આવે, કારણ કે તેઓ કોલકાત્તામાં પોતાની વગનો ઉપયોગ કરી શકે છે. EDએ હાઈકોર્ટમાં કહ્યું કે હોસ્પિટલમાં પાર્થની વર્તણૂંક કોઈ ડોન જેવી હતી. ત્યારબાદ હાઈકોર્ટે કહ્યું હતું કે તેમને ભુવનેશ્વરના એઈમ્સ ખાતે લઈ જવામાં આવે.
મમતાએ કહ્યું- દોષિતોને સજા મળે, EDએ 14 દિવસના રિમાન્ડ માગ્યા
પાર્થ ચેટર્જીની ધરપકડ થયા બાદ CM મમતા બેનર્જીએ એક નિવેદન આપ્યું હતું કે હું ભ્રષ્ટાચાર કે કોઈ અયોગ્ય કામનું સમર્થન કરતી નથી. જો કોઈ દોષિત માલુમ પડે છે તો તેને સજા થવી જોઈએ, જોકે હું મારી સામે ચલાવવામાં આવી રહેલા દુષ્પ્રચારની ટીકા કરું છું. પાર્ટી અથવા સરકારને આ મહિલા (અર્પિતા મુખર્જી) સાથે કોઈ સંબંધ નથી. રાજકારણ મારા માટે બલિદાન છે અને તૃણમુલ કોંગ્રેસ ચોર-ડાકુઓને માફ કરતી નથી.
EDએ કોલકાતા હાઈકોર્ટમાં AIIMSનો અહેવાલ સોંપ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે તેઓ ફિટ છે. માટે તેમને અટકાયત હેઠળ લઈ શકાય છે. સ્પેશિયલ કોર્ટે પણ સુનાવણી શરૂ કરી દીધી છે.
પાર્થ ભૂવનેશ્વર પહોંચતા લોકોએ કહ્યું- બંગાળને બરબાદ કરી રહ્યા છે
ED ચેટર્જીને એર એમ્બ્યુલન્સથી ભૂવનેશ્વર એઈમ્સ લઈ પહોંચી હતી. જ્યાં પાર્થને પ્રાઈવેટ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા. ત્યારબાદ સ્પેશિયલ કેબિનમાં લઈ જવામાં આવ્યા. ચેટર્જી સાથે તેમના બે વકીલ પણ હતા. દરમિયાન ત્યાં ઉપસ્થિત ભીડે પાર્થને જોઈને ચોર-ચોરના સૂત્રોચ્ચાર શરૂ કર્યાં હતા. લોકેએ ત્યા સુધી કહ્યું કે તેઓ બંગાળને બરબાદ કર્યાં બાદ સારવાર કરાવવા માટે અહીં આવ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.