તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Is Rahul Gandhi A Problem For The Congress Or A Solution? The Former Finance Minister Expressed His Views On A Full time Congress President

ચર્ચા ચિદમ્બરમ સાથે:રાહુલ ગાંધી કોંગ્રેસ માટે સમસ્યા છે કે સમાધાન? કોંગ્રેસમાં પૂર્ણકાલિન અધ્યક્ષ અંગે પૂર્વ નાણા મંત્રીએ જણાવ્યા પોતાના મંતવ્યો

6 મહિનો પહેલા
99 ટકા કોંગ્રેસ કાર્યકર્તા રાહુલ ગાંધીને પોતાના નેતા માને છે અને તેઓને જ અધ્યક્ષ તરીકે જોવા માગે છે.- ચિદમ્બરમ
  • કોંગ્રેસમાં પૂર્ણકાલિન અધ્યક્ષ અને સંગઠનની ચૂંટણી કરાવવાની માગને લઈને ગુલામ નબી આઝાદની આગેવાનીમાં પાર્ટીના 23 નેતાઓએ સોનિયા ગાંધીને પત્ર લખ્યો હતો.

લોકસભા ચૂંટણીમાં મળેલી હાર બાદ રાહુલ ગાંધીએ કોંગ્રેસ અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દિધું હતું, જે બાદ પાર્ટીની કમાન સોનિયા ગાંધીના હાથોમાં છે. દોઢ વર્ષ પછી પણ કોંગ્રેસને પૂર્ણકાલિન અધ્યક્ષ મળી શક્યા નથી. કોંગ્રેસમાં એક ગ્રુપ છે જે પાર્ટીને સંકટ માટે ગાંધી પરિવારને ખાસ કરીને રાહુલ ગાંધીને દોષી માને છે જ્યારે એક જૂથ તેને બીજી વખત અધ્યક્ષ બનાવવાની માગ કરે છે.

કોંગ્રેસના હાલની રાજનીતિક પરિસ્થિતિને જોતા હંમેશા સવાલ ઉઠાવવામાં આવે છે કે રાહુલ ગાંધી પાર્ટી માટે સમસ્યા છે કે સમાધાન છે? આ વાતને એક ચેનલના કાર્યક્રમમાં કોંગ્રેસ વરિષ્ઠ નેતા પી. ચિદમ્મબરને પૂછવામાં આવ્યો જેના પર તેઓએ કહ્યું કે 99 ટકા કોંગ્રેસ કાર્યકર્તા રાહુલ ગાંધીને પોતાના નેતા માને છે અને તેઓને જ અધ્યક્ષ તરીકે જોવા માગે છે.

રાહુલ ગાંધી કોંગ્રેસ અધ્યક્ષ બનશે કે નહીં તે એક પ્રશ્નઃ ચિદમ્બરમ
ચિદમ્બરમે કહ્યું કે મને ખ્યાલ નથી કે રાહુલ ગાંધી કોંગ્રેસના અધ્યક્ષની ચૂંટણી લડશે કે નહીં. કોંગ્રેસ અધ્યક્ષ માટે અન્ય ઉમેદવારો પણ હોય શકે છે પરંતુ પાર્ટી મે પછી જલદીથી કોંગ્રેસ અધ્યક્ષની પસંદગી કરશે. ચિદમ્બરમે કહ્યું કે એક પાર્ટીના નેતા માત્ર પાર્ટીના સભ્યો દ્વારા ચૂંટવામાં આવી શકે છે. ચિદમ્બરમે જણાવ્યું કે તેઓએ એવી પણ સલાહ આપી છે કે સોનિયા ગાંધીને વચગાળાના અધ્યક્ષ બનવું જોઈએ. આ ઉપરાંત પાર્ટીમાં પૂર્ણકાલિન અધ્યક્ષ પણ હોવા જોઈએ. ચિદમ્બરમના મતે ચૂંટણી થવી જોઈએ અને મને લાગે છે કે વિધાનસભા ચૂંટણી પછી પાર્ટીમાં ચૂંટણી થશે. તેઓએ કહ્યું કે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી પણ કોંગ્રેસની ચૂંટણી માટે સહમત છે.

પૂર્વ કેન્દ્રીય નાણામંત્રીએ વધુમાં કહ્યું કે મેં છેલ્લાં ત્રણ મહિનામાં લગભગ 35 બૂથના કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરી છે, લગભગ 35 બેઠકોને સંબોધિત કરી છે. મેં પોતાના ક્ષેત્રના હજારો કાર્યકર્તાઓ સાથે વાત કરી જેમાં 100માંથી 99 કાર્યકર્તા રાહુલ ગાંધીને પાર્ટી અધ્યક્ષ તરીકે જોવા માગે છે પરંતુ તેનો નિર્ણય રાહુલ ગાંધી જ કરશે.

પત્ર બાદ કોંગ્રેસમાં બે ભાગલા
કોંગ્રેસમાં પૂર્ણકાલિન અધ્યક્ષ અને સંગઠનની ચૂંટણી કરાવવાની માગને લઈને ગુલામ નબી આઝાદની આગેવાનીમાં પાર્ટીના 23 નેતાઓએ ગત વર્ષે ઓગસ્ટમાં સોનિયા ગાંધીને પત્ર લખ્યો હતો. સાથે જ આ નેતાઓએ ગાંધી પરિવાર પર સવાલો ઉઠાવ્યા હતા. કોંગ્રેસના જી-23 નેતાઓએ માગ કરી હતી કોંગ્રેસ સંગઠનની ચૂંટણી કરાવવામાં આવે કે જેથી પાર્ટી ગ્રાઉન્ડ લેવલે જોઈ શકાય. જે બાદ કોંગ્રેસ બે જૂથમાં વહેંચાઈ ગઈ છે.

પાર્ટીમાં ચૂંટણી થવી જ જોઈએ
કોંગ્રેસમાં લોકતંત્રને લઈને કહ્યું કે અધ્યક્ષની ચૂંટણી પર ચિદમ્બરમે કહ્યું કે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી તે વાતનો ઈનકાર નથી કરતા કે પાર્ટીમાં ચૂંટણી થવી જોઈએ. પરંતુ મારા કેટલાંક મિત્રો જે રીતે બહાર ખુલીને બોલે છે તેનાથી હું સહમત નથી. મેં મારા મિત્રોને સલાહ આપી છે કે લેટર લખવાની જગ્યાએ સોનિયા ગાંધીની એપોઈન્મેન્ટ લઈને વાત કરવામાં આવે. સોનિયા ગાંધીનો હેત ચૂંટણી કરાવવાનો જ છે.

સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી પણ કોંગ્રેસના પ્રમુખની ચૂંટણી માટે સહમત છે.
સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી પણ કોંગ્રેસના પ્રમુખની ચૂંટણી માટે સહમત છે.

દરેક પક્ષની જેમ કોંગ્રેસમાં પણ ચડાવ-ઉતારનો સમય છે
શું ગત વર્ષની ચૂંટણી પરિણામોથી નથી લાગતું કે કોંગ્રેસ ICUમાં જતી રહી છે? આ સવાલના જવાબમાં ચિદમ્બરે કહ્યું કે, છેલ્લાં 50 વર્ષની પોતાની રાજનીતિમાં મેં વિરોધીઓને અનેખ વખતે એવું કહેતા સાંભળ્યા છે. 1977 હોય, 1988 હોય કે 2003. દરેક પક્ષની જેમ કોંગ્રેસમાં રાજકીય ઉતાર-ચડાવ આવતા રહે છે. 2018-19માં કોંગ્રેસે 5 વિધાનસભા ચૂંટણી જીતી હતી. ગોવા જેવાં અનેક રાજ્યોમાં ભાજપે સરકાર તોડી પાડીને કબજે કરી છે. હજુ પણ મણિપુરના 13 ધારાસભ્યોની સભ્યતા જવાનો ખતરો છે. ત્યાં પણ સરકાર ગેરકાયદે રીતે બની છે.

પાંચ રાજ્યોમાં ભાજપ હારશે તો તેઓ ICUમાં જતા રહ્યાં એવુ કહીશું
પાંચ રાજ્યોમાં થઈ રહેલી ચૂંટણીને લઈને ચિદમ્બરમે કહ્યું કે આવનારી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ અને તેમનું ગઠબંધન અનેક રાજ્યોમાં જીતશે. તેઓએ કહ્યું કે, અમને વિશ્વાસ છે કે કેરળમાં જીતીશું, અમારા ગઠબંધનમાં તામિલનાડુમાં પણ જોરદાર જીત મળશે. ગત વખતે રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્યપ્રદેશ જેવા ત્રણ રાજ્યોમાં ભાજપની હાર થઈ હતી અને આ વખતે પણ દક્ષિણમાં ભાજપ ક્યાંકને ક્યાંક નહીં જીતે તો તમે શું કહેશો કે ભાજપ ICUમાં જતું રહ્યું.

અન્ય સમાચારો પણ છે...