• Gujarati News
  • National
  • Mahadev's Temple Is Located Between Vad And Pipla Tree, One Has To Go Inside The Tree For Darshan

શિવજીનું અનોખું મંદિર:વડ અને પીપળાનાં વૃક્ષ વચ્ચે સ્થિત છે મહાદેવનું મંદિર, ઝાડની અંદર જઈ કરવા પડે છે દર્શન

13 દિવસ પહેલા

બિહારના બગહામાં એક રહસ્યમય પ્રાકૃતિક મંદિર છે. આ મંદિર એક વડ અને પીપળાના ઝાડ વચ્ચે સ્થિત છે. પશ્ચિમી ચંપારણના ટડવલિયા ગામ સ્થિત આ મંદિરને જોઈ સૌકોઈ આશ્ચર્ય પામે છે.

સદીઓ જૂના આ મંદિરમાં ભગવાન શિવની પૂજા થાય છે. માત્ર આટલું જ નહીં, આ બંને પ્રાચીન વૃક્ષોની ડાળીઓ આશ્ચર્યજનક રીતે શિવના ધનુષ, ત્રિશૂળ, ડમરું અને ગળાના હાર એટલે કે સર્પનો આભાસ કરાવે છે.

આ ગામના રહેવાસી રઘુનાથ દ્વિવેદી, ગૌરી શંકર જયસ્વાલ, વિનોદ દ્રિવેદી અનુસાર તેમના પૂર્વજ કહેતા હતા કે આ મંદિર સેંકડો વર્ષ જૂનું છે. પૂર્વજોએ જણાવ્યું હતું કે અહીં પહેલા જંગલ હતું. અહીં શ્રીયોગી હરિનાથ બાબા તપ કરતા હતા અને અહીં જ તેમણે જીવિત સમાધિ લીધી હતી. સમાધિ બાદ જ્યારે શ્રીયોગીના ઉત્તરાધિકારી ઉમાગિરિ નાથ આ સ્થાન પર મંદિરનું નિર્માણ કરાવવા ગયા તો એક આશ્ચર્યજનક ઘટના બની. દિવસે મંદિર બનતું અને રાતે જાતે જ ધ્વસ્ત થઈ જતું. ત્યાર બાદ મંદિર બનાવવાનું કામ બંધ કરી દેવામાં આવ્યું.

જોકે સમાધિ સ્થળ પર પહેલેથી જ એક શિવલિંગ હતું. ત્યાર બાદ તે શિવલિંગ પાસે વડ અને પીપળાનું ઝાડ લપેટાઈ ગયાં અને એની શાખાઓએ મંદિરનું સ્વરૂપ ધારણ કરી લીધું. આજે આ મંદિરમાં જવા-આવવા માટે એક નાનકડો રસ્તો છે, જેમાં સહેજ ઝૂકીને અંદર જવું પડે છે અને અંદર ત્રણ-ચાર લોકો બેસીને આરામથી પૂજા પણ કરી શકે છે.

અન્ય સમાચારો પણ છે...