તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પેચીદો સવાલ:કોરોનાની ત્રીજી લહેર કે અન્ય મહામારી માટે ભારત કેટલું તૈયાર?

15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા ગણાતા ભારતમાં દાયકાઓથી આરોગ્ય ક્ષેત્રની અવગણના થઈ છે
  • ગત વર્ષે મહામારીની પ્રથમ લહેર , આ વર્ષે શરૂ થયેલી બીજી લહેરે એ સત્ય બહાર લાવી દીધું છે કે દેશની જાહેર આરોગ્ય પ્રણાલી નિષ્ફળ અને અપૂરતી છે

ભારતમાં છેલ્લા 14 મહિનાથી એક અદૃશ્ય દુશ્મને બે લાખથી વધુ લોકોનો જીવ લીધો છે અને દુનિયાની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થાને લાચાર બનાવી દીધી છે. મહામારીએ જાહેર આરોગ્ય પ્રણાલીને ખંડેર બનાવી દીધી છે. લોકો ભયભીત અને અસુરક્ષિત છે, આ રાષ્ટ્રની સુરક્ષાનો એક ગંભીર મામલો છે કેમકે આ શત્રુ હજુય ઘાતક હુમલા કર્યે જાય છે.

ભારતે પાકિસ્તાન સાથે ત્રણ અને ચીન સાથે એક યુદ્ધ કર્યુ છે. છેલ્લા બે દાયકામાં ભારત પર અનેક ઘાતક આતંકી હુમલા થયા જેમાં સેંકડો દેશવાસીઓના જીવ હણાયા છે. પરંતુ અત્યાર સુધીમાં નાના-મોટા યુદ્ધો અને આતંકી હુમલાઓથી પણ આટલા લોકો મર્યા નથી કે અર્થવ્યવસ્થાને એવું નુકસાન પહોંચ્યું નથી જેટલું કોરોના વાયરસના કારણે થઈ રહ્યું છે. ગંભીર બાબત એ છે કે હજુય આ મહામારીનો કોઈ નીવેડો આવ્યો નથી.

આરોગ્ય સુરક્ષા સૌના માટે નહીં હોય તો કોરોના વાયરસ જેવી મહામારી સતત આપણી સામે આવતી રહેશે
આરોગ્ય સુરક્ષા સૌના માટે નહીં હોય તો કોરોના વાયરસ જેવી મહામારી સતત આપણી સામે આવતી રહેશે

ભારતમાં આરોગ્ય ક્ષેત્રની દાયકાઓથી અવગણના
ઉલ્લેખનીય છે કે વર્ષ 2020-21માં આરોગ્ય તથા પરિવાર કલ્યાણ મંત્રાલયનું બજેટ લગભગ 65 હજાર કરોડ રૂપિયા હતું, જ્યારે સંરક્ષણ બજેટ 4 લાખ 71 હજાર કરોડ રૂપિયાથી થોડું વધારે હતું. સંરક્ષણ મંત્રાલય માટે ફાળવણી કેન્દ્ર સરકારના તમામ મંત્રાલયોમાં સૌથી વધુ છે. સંરક્ષણ ખર્ચ કેન્દ્ર સરકારના બજેટના 15.5% જેટલો છે. જે આરોગ્યમાં 2 ટકાથી લગભગ સાડા સાત ગણુ વધારે છે. પબ્લિક હેલ્થ ફાઉન્ડેશન ઓફ ઈન્ડિયા કે જે દેશના આરોગ્ય ક્ષેત્રમાં રિસર્ચ અને નીતિગત મામલાઓમાં કામ કરનારી એક મોટી સંસ્થા છે, જેના અધ્યક્ષ પ્રોફેસર કે. શ્રીનાથ રેડ્ડીએ કહ્યું હતું, “દેશમાં આરોગ્ય સેવા પ્રણાલીની અવગણના અનેક દાયકાઓથી થતી રહી છે.

દેશના નીતિ ઘડવૈયાઓએ પ્રાથમિકતા બદલવાની જરૂર
ભારત સંરક્ષણ પર સૌથી વધુ ખર્ચ કરનાર દુનિયાનો ત્રીજા નંબરનો દેશ છે. આમ છતાં ચીનની સાથે સરહદે થયેલી અથડામણ સિવાય આપણે એક શાંતિપૂર્ણ સમયમાંથી પસાર થઈ રહ્યા છીએ. આનાથી ઉલટું આરોગ્ય સંકટના કારણે અસંખ્ય લોકોનાં મોત થયા છે. તો શું નેતાઓ અને દેશની નીતિઓ ઘડનારાઓએ પ્રાથમિકતા બદલવી પડશે, શું તેમના વિચારવાની રીતમાં ફેરફાર જરૂરી છે? વિશેષજ્ઞો કહે છે કે જે રીતે દેશની સરહદી સુરક્ષા અને તેની અખંડિતતાને સરકારો ગંભીરતાથી લે છે, એ જ રીતે તેમણે આરોગ્યને પણ સુરક્ષાના દૃષ્ટિકોણથી ગંભીરતાથી લેવું જોઈએ.

અમેરિકાની જોન્સ હોપકિન્સ યુનિવર્સિટી સાથે સંકળાયેલા અને આરોગ્ય સુરક્ષા અને ચેપી રોગોના વિશેષજ્ઞ અમેશ અદલજા કહે છે, “પબ્લિક હેલ્થના કેટલાક મુખ્યા હિસ્સાઓને રાષ્ટ્રીય સુરક્ષાની શ્રેણીમાં લેવા પડશે અને આ હિસ્સાોને એ જ રીતે સતત ફંડ કરવા પડશે જેમકે તમે તમારી સૈન્ય સુરક્ષા કે રાષ્ટ્રીય સુરક્ષાને સતત મોટા બજેટ આપો છો.” જ્યારે પ્રોફેસર શ્રીનાથ રેડ્ડી કહે છે કે ભારતમાં આરોગ્ય સુરક્ષાનો મતલબ સૌના માટે આરોગ્યની સુરક્ષા હોવો જોઈએ. જો આરોગ્ય સુરક્ષા સૌના માટે નહીં હોય તો કોરોના વાયરસ જેવી મહામારી સતત આપણી સામે આવતી રહેશે. અર્થવ્યસ્થા હચમચતી રહેશે અને જો અર્થવ્યવસ્થાનો વિકાસ દર 10-15 ટકા પણ હોય તો ય હેલ્થ ઈમર્જન્સીની સ્થિતિમાં તેનું ધનોતપનોત નીકળી જઈ શકે છે.

પ્રાથમિક આરોગ્ય પ્રણાલી ધરાશયી
ગ્લોબલ હેલ્થ સિક્યુરિટી ઈન્ડેક્સ પ્રકોપને રોકવા, જાણકારી મેળવવા, રિપોર્ટ કરવા અને તેના પર અમલ કરવાની પોતાની ક્ષમતાના આધારે દેશોને રેન્કિંગ આપે છે. આ સંસ્થાએ ભારતને 195 દેશોમાં 57મુ સ્થાન આપ્યું છે. ભારતની હેલ્થકેર એક્સેસનું રેન્કિંગ 149 રહ્યું છે અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર્યાપ્તતા 124મા સ્થાને છે. ઉલ્લેખનીય છે કે આ રેન્કિંગ મહામારી શરૂ થયાના થોડા અગાઉના સમયમાં અપાયું હતું. ગત વર્ષે મહામારીની પ્રથમ લહેર આ વર્ષે શરૂ થયેલી બીજી લહેરએ એ સત્ય બહાર લાવી દીધું છે કે દેશની જાહેર આરોગ્ય પ્રણાલી નિષ્ફળ અને અપૂરતી છે. 21મી સદીના ભારતમાં હોસ્પિટલમાં ઓક્સિજન અને બેડના અભાવે લોકો દમ તોડી રહ્યા છે, જે દર્શાવે છે કે વર્ષોથી આરોગ્ય ક્ષેત્રની ઉપેક્ષા કરવામાં આવી છે એમ વધુમા પ્રોફેસર રેડ્ડીએ જણાવ્યું હતું.

હાલની સ્થિતિ કહે છે કે આપણે મહામારી સામે લડવા તૈયાર નથી
વિશેષજ્ઞો કહે છે કે રેન્કિંગથી એ સંકેત મળે છે કે ભારત પોતાના હાલના બુનિયાદી માળખા અને હેલ્થકેર સિસ્ટમ સાથે મહામારી સામે લડવા તૈયાર નથી. આરોગ્ય પ્રણાલીમાં ખામીઓ શહેરી વિસ્તારોમાં પણ છે તો ગ્રામીણ વિસ્તારોમાં પણ છે. ખાસ કરીને પ્રાથમિક આરોગ્ય પ્રણાલી ધ્વસ્ત છે. અર્થાત્, છત્તીસગઢ જૂઓ તો અત્યારે તે પણ મહામારીની બીજી લહેરની ઝપટે ચઢ્યું છે. આ રાજ્યમાં એક્સપર્ટ તબીબોની 1596 જગ્યા સ્વીકૃત છે, જેમાંથી 1359 જગ્યા ખાલી છે. સ્ટાફ નર્સની 5329 સ્વીકૃત જગ્યાઓમાંથી 1895 ખાલી છે. ટેક્નિશિયનની 1436માંથી 989 જગ્યાઓ ખાલી છે. આ તો એક ઉદાહરણ છે, દેશમાં અનેક રાજ્યોમાં આવી સ્થિતિ છે.

ભાવિ મહામારીનો સામનો કરવા ભારત તૈયાર છે?
કોરોના મહામારીની બીજી લહેરની વાત કરીએ તો આવી સ્થિતિમાં 135 કરોડ લોકોનો દેશ કોરોનાની ત્રીજી લહેર કે અન્ય નવી મહામારીનો સામનો કરી શકશે? ભ્રમર મુખરજી કે જેઓ અમેરિકાની મિશિગન યુનિવર્સિટીમાં ગ્લોબલ પબ્લિક હેલ્થના પ્રોફેસર છે અને જાણીતા વિજ્ઞાની છે તેમણે ગત વર્ષના માર્ચથી ભારતમાં કોરોના મહામારી અંગે રિસર્ચ શરૂ કર્યુ છે.

તેમણે કોરોનાની બીજી લહેરની ભવિષ્યવાણી અગાઉ જ કરી દીધી હતી જે સાચી સાબિત થઈ છે. હવે તેઓ કહે છે કે બીજી લહેર તેની ચરમસીમાએ મેના પ્રથમ કે બીજા સપ્તાહમાં હશે જેમાં દરરોજ કોરોનાથી 5000 મોત થઈ શકે છે અને 8 લાખ સુધી લોકો દરરોજ સંક્રમિ થઈ શકે છે. તેમણે કહ્યું હતું, ‘હાલમાં ભારતમાં જેટલા લોકો બીમાર થઈ રહ્યા છે અને કોરોનાના લક્ષણો અનુભવી રહ્યા છે, તેમની સંખ્યા દરરોજ 3.5 લાખથી વધુની છે. તેમાં કોઈ શંકા નથી કે આ સંખ્યા બે-ત્રણ સપ્તાહમાં જ બમણી થઈ શકે છે. બીજું કે આ પ્રોજેક્શન સરકારી આંકડાઓ પર આધારિત છે, એટલે આ અંદાજ પણ ઓછો છે.’

આપણે મહામારીના યુગમાં પ્રવેશી ચૂક્યા છીએઃ વિશેષજ્ઞો
કોરોના મહામારી શરૂ થવાની તારીખ આપણે જાણીએ છીએ પણ આ મહામારી ક્યારે ખતમ થશે એ કોઈ વિશેષજ્ઞ ન જણાવી શકે. આ ઉપરાંત કોરોના વાયરસના નવા વેરિએન્ટ્સ પણ આવી રહ્યા છે. જેથી કોરોનાની હજુ ત્રીજી અને ચોથી લહેર પણ આવી શકે છે. વિશેષજ્ઞો ચેતવણી આપી રહ્યા છે કે આથી વિશેષ કોરોના સિવાય અન્ય કોઈ મહામારી પણ આવી શકે છે. આ અંગે અમેશ અદલજા કહે છે કે આગામી મહામારીનો સામનો કરવા માટે તો કોઈ દેશ તૈયાર નથી. પરંતુ કોરોના મહામારી સમગ્ર દુનિયા માટે એક વેકઅપ કોલ હોવો જોઈએ. આને તમામ દેશો એક રાષ્ટ્રીય જોખમની રીતે લે અને આરોગ્ય પ્રણાલીને પ્રાથમિકતા આપે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

વધુ વાંચો