આતંકનો ઓછાયો:દક્ષિણનાં પાંચ રાજ્યમાં ફેલાઈ ચૂક્યું છે આઈએસ-અલ કાયદાનું નેટવર્ક

જયપુર / બેંગ્લુરુ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યુવા મોરચા નેતાની હત્યામાં PFI લિન્ક, તપાસ એનઆઈએને

કર્ણાટક સરકારે યુવા મોરચા નેતા પ્રવીણ નેતારુની હત્યાના મામલાને એનઆઇએને સોંપવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈએ શુક્રવારે કહ્યું કે પ્રવીણની હત્યાનું કાવતરું રચાયું હતું. આ સંગઠિત ગુનો છે. આ મામલાનું આંતરરાજ્ય જોડાણ છે. જોકે એનઆઈએની તપાસનો દાયરો આ ઘટના સુધી મર્યાદિત નહીં રહે. એનઆઇએ દક્ષિણ ભારતમાં ફેલાયેલા આતંકી નેટવર્કને પણ ચકાસશે.

એજન્સી સાથે સંકળાયેલા સૂત્રો અનુસાર ઈન્ટેલિજન્સ બ્યૂરો (આઈબી)થી તેમને કર્ણાટક અને કેરળ ઉપરાંત તમિલનાડુ, આંધ્રપ્રદેશ તથા તેલંગાણામાં ચાલી રહેલી આતંકી પ્રવૃત્તિઓ સાથે સંબંધિત મોટા ઈનપુટ મળ્યા છે. અહીં ઈસ્લામિક સ્ટેટ (આઈએસ) અને અલ કાયદાએ પગપેસારો કરી લીધો છે.

ઉલ્લેખનીય છે કે કેરળ અને કર્ણાટમાં આ આતંકી સંગઠનોની હાજરીના અનેક કેસ સામે આવ્યા છે પણ તમિલનાડુ, આંધ્રપ્રદેશ તથા તેલંગાણામાં સક્રિય હોવાની માહિતી પહેલીવાર સામે આવી છે. અહીં અલગ અલગ ધાર્મિક તથા સામાજિક સંગઠનો સાથે જોડાયેલા લોકો બંને આતંકી સંગઠનો માટે સ્લીપર સેલનું કામ કરી રહ્યા છે. તેમની સાથે સંકળાયેલા લોકોને ખાડી દેશોથી ફન્ડિંગ થઈ રહ્યું છે. બીજી બાજુ કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ નેતારુની હત્યામાં પીએફઆઈ અને એસડીપીઆઈની સંડોવણી હોવાની આશંકા વ્યક્ત કરી હતી.

દક્ષિણનાં રાજ્યોમાં આઈએમના આતંકીઓ ફરી સક્રિય
કર્ણાટક આતંકી પ્રવૃત્તિઓનું મોટું કેન્દ્ર રહ્યું છે. ઈન્ડિયન મુજાહિદ્દીનની સ્થાપના વર્ષ 2000માં ભટકલમાં થઇ હતી. તેમાં કર્ણાટક, આંધ્ર, તમિલનાડુ, કેરળના લોકો સામેલ હતા. સૂત્રો અનુસાર દક્ષિણ ભારતમાં ઈન્ડિયન મુજાહિદ્દીનનું જૂનું નેટવર્ક સક્રિય થઈ ગયું છે.

રાજ્યોમાં આ રીતે આતંકી પ્રવૃત્તિઓ વધી રહી છે
કેરળ-કર્ણાટક: હત્યામાં PFIનું કનેક્શન| IBના સૂત્રોના જણાવ્યા મુજબ કેરળ અને કર્ણાટકમાં થઇ રહેલી હત્યાઓમાં વિવાદિત સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા (PFI)નું નામ સામે આવ્યું છે. તેના ટોપ કેડર ઇસ્લામિક સ્ટેટ અને અલ કાયદા સાથે જોડાયેલા છે. તેમાંથી મોટાભાગના અગાઉ સિમીમાં સક્રિય રહ્યા છે.

તમિલનાડુ: ટીએનટીએસ, અલ ઉમા સક્રિય| તમિલનાડુમાં PFI ઉપરાંત તમિલનાડુ તૌહીદ જમાત (ટીએનટીએસ) અને અલ ઉમા આ નેટવર્કનો હિસ્સો છે. ટીએનટીએસ એ જ સંગઠન છે કે જેના અધ્યક્ષ રાગમથુલ્લા હમતુલ્લાહે હિજાબ મામલે ચુકાદો આપનારા કર્ણાટક હાઇકોર્ટના જજને ધમકી આપી હતી.

આંધ્ર પ્રદેશ-તેલંગાણા: દીનાર અંજુમનથી જોખમ| દીનાર અંજુમન સંગઠન સાથે જોડાયેલા શકમંદો આંધ્ર અને તેલંગાણામાં આઇએસ તથા અલ કાયદાના કામ કરી રહ્યા છે. આ સંગઠન પર 2001માં પ્રતિબંધ લાગી ચૂક્યો છે પણ તેની સાથે જોડાયેલા શકમંદો હજુ પણ સક્રિય છે અને આતંકી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા છે. દરેક બનાવમાં તેમની સંડોવણીના સંકેત મળે છે.

અન્ય સમાચારો પણ છે...