• Gujarati News
  • National
  • Iron, Steel Objects Stick To The Body After The Vaccine, The Government Ordered An Investigation

નાસિકના પરિવારનો અજીબ દાવો:વેક્સિન લીધા પછી લોખંડ, સ્ટીલની વસ્તુઓ શરીર પર ચોંટી જાય, સરકારે તપાસનો આદેશ આપ્યો

4 મહિનો પહેલા

મહારાષ્ટ્રના નાસિકના એક પરિવારે અજીબ દાવો કર્યો છે. દાવા મુજબ કોવિશિલ્ડ વેક્સિનનો બીજો ડોઝ લીધા બાદ 71 વર્ષીય પરિવારના મોભીનું શરીર ચુંબક જેવું થઈ ગયું છે. લોખંડ, સ્ટીલ કે અન્ય કોઈ મેટલની વસ્તુઓ રાખો તો તેમના શરીર પર ચોંટી જાય છે. પરિવારના સભ્યોએ તવેથો, ચમચી, ડિશ અને સિક્કા સહિતની વસ્તુઓનો ડેમો કર્યો. આ બધી જ વસ્તુઓ તેમના શરીર પર ચુંબકની જેમ ચોંટી જાય છે.

શર્ટના ખીસ્સામાં રહેલા સિક્કાઓ છાતીએ ચોંટી જતાં તેમને આ જાણ થઈ હતી. નાહ્યા બાદ પણ મેટલની વસ્તુઓ ચોંટતી હોવાથી તેના દીકરાએ વીડિયો બનાવ્યો હતો.

બીજા દિવસે અરવિંદભાઈ ડૉક્ટર પાસે ગયા હતા. ડૉક્ટરે ક્લિનિકમાં ડેમો કર્યો તો ખરેખર શરીર પર મેટલ ચોંટતી હતી. જો કે ડૉક્ટરે સ્પષ્ટ કહ્યું છે કે, વેક્સિન લેવાને કારણે આવું થતું જ નથી. આમ છતાં ડૉક્ટરે તેમને સિટી સ્કેન કરવાની સલાહ આપી છે અને વધુ સ્ટડી બાદ જ કંઈક કહી શકશે એવું જણાવ્યું છે. વીડિયો વાઇરલ થતાં મહારાષ્ટ્ર સરકારે પણ તેની નોંધ લીધી છે. મહારાષ્ટ્રના સ્વાસ્થ્યમંત્રીએ આ સમગ્ર મામલે તપાસનો આદેશ આપ્યો છે.

અન્ય સમાચારો પણ છે...