મુંબઈ રેલવે સ્ટેશન પર US-જાપાન જેવી સુવિધા:IRCTCએ પહેલી પોડ હોટલ શરૂ કરી, કેપ્સ્યૂલ જેવા દેખાતા લક્ઝરી રૂમમાં આરામ કરી શકશે યાત્રી

મુંબઈ2 મહિનો પહેલા
  • મુંબઈ સેન્ટ્રલ ટર્મિનસના પહેલા માળે આ પોડ હોટલમાં કુલ 48 રૂમ છે
  • 3000 સ્ક્વેરફૂટમાં ફેલાયેલી છે હોટલ

ઈન્ડિયન રેલવેએ મુંબઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશન પર બુધવારે પોતાનો પહેલી પોડ હોટલ કે પોડ રૂમ શરૂ કરી દીધો છે. આ પ્રકારના રૂમ અમેરિકા અને જાપાનમાં ઘણા જ પ્રસિદ્ધ છે. જો કોઈ યાત્રી ટ્રેનની યાત્રા પછી થાક ઉતારવા માગતો હોય તો તે સ્ટેશન પર જ આ પોડ હોટલમાં રોકાઈને આરામ કરી શકે છે.

આધુનિક સુવિધાઓથી સજ્જ આ કેપ્સ્યૂલવાળા રૂમની હોટલમાં એક યાત્રી 12થી 24 કલાક સુધી રોકાય શકે છે. અહીં રોકાવા માટે ભાડું 999 રૂપિયાથી લઈને 1999 રૂપિયા સુધીનું હશે. રેલવેનું કહેવું છે કે યાત્રિકોની સુવિધાને ધ્યાનમાં રાખીને ભાડું ઘણું જ ઓછું રાખવામાં આવ્યું છે.

રેલવેએ તેને અર્બન પોડ નામ આપ્યું છે, જેમાં વર્લ્ડ ક્લાસ સુવિધાઓ છે.
રેલવેએ તેને અર્બન પોડ નામ આપ્યું છે, જેમાં વર્લ્ડ ક્લાસ સુવિધાઓ છે.

રેલવેના જણાવ્યા મુજબ, પ્રાઈવેટ પોડનું ભાડું 1249 રૂપિયાથી લઈને 2499 રૂપિયા સુધીનું હશે. જો તમે કોઈ શોર્ટ બિઝનેસ ટ્રિપ પર મુંબઈ જાઓ છો કે બાળકોના ગ્રુપને ફરવા લઈ જવા માગો છો તો આ હોટલમાં રોકાવા માટે શાનદાર જગ્યા છે. રેલ મંત્રાલયે પોતાના સોશિયલ મીડિયાના પેજ પર આ વર્લ્ડ ક્લાસ પોડની કેટલીક તસવીરો પણ શેર કરી છે.

આ હોટલને સુંદર રીતે શણગારવામાં આવી છે, જેથી અહીં આવતા યાત્રિકોને શાનદાર અનુભવ મળી શકે.
આ હોટલને સુંદર રીતે શણગારવામાં આવી છે, જેથી અહીં આવતા યાત્રિકોને શાનદાર અનુભવ મળી શકે.

આ દેશમાં પહેલેથી જ છે 'પોડ હોટલ'
IRCTCના અધિકારીઓના જણાવ્યા મુજબ, મુંબઈ સેન્ટ્રલ ટર્મિનસના પહેલા માળે આ પોડ હોટલમાં કુલ 48 રૂમ છે. આ રૂમની લંબાઈ 7 ફૂટ, જ્યારે પહોળાઈ અને ઊંચાઈ 4 ફૂટ છે. 'પોડ્સ'માં હોટલની જેમ આરામદાયક બેડ છે. દુનિયામાં સૌથી પહેલા આ પ્રકારની હોટલની શરૂઆત જાપાનમાં થઈ હતી.. હવે જાપાન સહિત રશિયા, યુએસ, યુકે, નેધરલેન્ડ્સ, સિંગાપોર અને મલેશિયામાં મોટે પાયે પોડ હોટલ છે. અર્બન પોડ ભારતમાં શરૂ થનારી પહેલી બુટીક પોડ હોટલમાંની એક છે.

એક યાત્રી અહીં 12થી 24 કલાક સુધી રોકાય શકે છે.
એક યાત્રી અહીં 12થી 24 કલાક સુધી રોકાય શકે છે.

શું છે પોડ હોટલ?
પોડ હોટલમાં કેપ્સ્યૂલવાળા રૂમ હોય છે. આ તમામ એરકંડિશન રૂમ હોય છે. હાલના સમયમાં પોડ હોટલને ચાર કેટેગરીમાં વેચવામાં આવી છે, જેની અલગ અલગ કિંમત અને સુવિધાઓ છે. મુંબઈ સ્ટેશન પર બનેલા પોડ રૂમને ક્લાસિક પોડ, એક્સક્લૂઝિવ લેડીઝ પોડ અને સ્યૂટેડ પોડમાં વેચવામાં આવ્યા છે. આ આધારે જ એની કિંમત પણ નક્કી કરાઈ છે.

હોટલમાં હશે આ સુવિધાઓ

  • કોમન એરિયામાં લોકોને બેસવા માટે સ્થાન બનાવવામાં આવશે.
  • અહીં સફાઈનું વિશેષ ધ્યાન રાખવામાં આવશે.
  • પોડ હોટલના રૂમમાં બાથરૂમ નહીં હોય.
  • રૂમમાં સેટેલાઈટ ટીવી, કોમ્પ્લિમેન્ટરી વાઈફાઈ હશે.
  • રૂમની બહાર બેગેજ લોકર, પાવર સોકેટ, USB પોર્ટની સુવિધાઓ હશે.
  • પોડ હોટલમાં 2 બિઝનેસ સેન્ટર ડેસ્ક પણ ઉપલબ્ધ હશે, જ્યાં વ્યક્તિ કોફીની સાથે પોતાનું કામ કરી શકશે.
  • આ હોટલમાં ઉપલબ્ધ કેફેટેરિયામાં વ્યક્તિને રાત્રે 10 વાગ્યા સુધી ખાવાનું પણ સર્વ કરવામાં આવશે.
આ કેપ્સ્યૂલ રૂમમાં લોકોની પ્રાઈવસીનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવશે.
આ કેપ્સ્યૂલ રૂમમાં લોકોની પ્રાઈવસીનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવશે.

3000 સ્ક્વેરફૂટમાં ફેલાયેલી છે હોટલ
IRCTCએ ઓપન ટેન્ડરના આધારે 9 વર્ષ માટે પીઓડી કોન્સેપ્ટ રિટાયરિંગ રૂમની સ્થાપના, સંચાલન અને પ્રબંધનનો કોન્ટ્રેક્ટ આપ્યો છે. આ સાઈટ મુંબઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશનની બિલ્ડિંગના પહેલા માળે છે. આ 3000 સ્ક્વેરફૂટમાં બનેલી છે.

ડોરમેટ્રીથી આ રીતે અલગ છે કેપ્સ્યૂલ રૂમ
કેપ્સ્યૂલ રૂમ પહેલેથી ચાલતા રેલવે રેસ્ટ રૂમ કે ડોરમેટ્રીનું આધુનિક અને કોમ્પેક્ટ રૂપ છે. રેલવે રિટાયરિંગ રૂમ AC કે નોન AC હોય છે, પરંતુ મુંબઈમાં શરૂ થયેલા આ તમામ કેપ્સ્યૂલ રૂમ સેન્ટ્રલ AC વેન્ટથી જોડાયેલા છે. એના બેડ રિટાયરિંગ રૂમથી વધુ આરામદાયક છે અને એના દરેક રૂમમાં ટીવી પણ છે.

અન્ય સમાચારો પણ છે...