• Gujarati News
  • National
  • Iranian Apples Entering Indian Market Illegally, 30 Million Boxes Of Kashmir Apples Not Sold

કાશ્મીરના સફરજનને લાગી ઈરાનની નજર:ગેરકાયદેસર રીતે ભારતીય બજારમાં ઈરાની સફરજન આવી રહ્યા છે, કાશ્મીરનાં સફરજનની 3 કરોડ પેટી વેચાઈ નથી

શ્રીનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આ વખતે કાશ્મીરના સફરજનની એક પેટી 600 રૂપિયામાં વેચવું પડી રહ્યુ છે

કાશ્મીરના અર્થતંત્રની કરોડરજ્જુ તરીકે ઓળખાતી સફરજનની ખેતી મુશ્કેલીમાં છે. તેનું કારણ છે ગેરકાયદેસર રીતે ઈરાની સફરજનનું ભારતીય બજારમાં આગમન. ઈરાની સફરજનના આગમનને કારણે આ વખતે કાશ્મીરી સફરજનના 3 કરોડ બોક્સ વેચાયા નથી. સફરજનની ખેતી કરતાં ખેડૂતોએ આ મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તક્ષેપની માંગ કરી છે.

કાશ્મીરમાં 7 લાખ પરિવારો પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સફરજનની ખેતી સાથે જોડાયેલા છે. આ કાશ્મીરના GDPના 7% છે. ઘાટીમાં 3.38 લાખ હેક્ટર જમીનમાં ફળોની ખેતી થાય છે. તેમાંથી 1.62 લાખ હેક્ટર જમીનમાં સફરજનની ખેતી થાય છે. ગયા વર્ષે વાવાઝોડા અને ભારે પવનને કારણે ખેડૂતોને નુકશાની વેઠવી પડી હતી અને હવે નવું જોખમ ઈરાનથી આવતા સફરજનનોનું છે.

ઈરાની સફરજનના કારણે આ વખતે કાશ્મીરી સફરજનની 3 કરોડ પેટી વેચાઈ નથી.
ઈરાની સફરજનના કારણે આ વખતે કાશ્મીરી સફરજનની 3 કરોડ પેટી વેચાઈ નથી.

400 કરોડનું નુકસાન થવાની ભીતિ ઈરાનથી આવતા સફરજન સસ્તા છે અને તે ખૂબ જ ઝડપથી બજારમાં આવી રહ્યા છે, જેના કારણે કાશ્મીરી સફરજનની માંગ ઘણી ઓછી થઈ ગઈ છે. સફરજનની ખેતી કરનાર અનંતનાગના નસરુલ્લા કહે છે કે ભારતમાં ઈરાની સફરજનના આગમનને કારણે કાશ્મીરી સફરજનની 3 કરોડ પેટી વેચાઈ નથી. જો તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે તો સફરજન ઉત્પાદકો અને તેના વેપારીઓને 400 કરોડનું નુકસાન થશે.

બારામુલ્લાના ખેડૂત મુકિત અહેમદ કહે છે કે ગયા વર્ષે કાશ્મીરના ઉચ્ચ ગુણવત્તાવાળા સફરજનની એક પેટી રૂ. 1,200માં વેચાતી હતી. આ વખતે વેચાણ ઘટવાને કારણે તેમને 600 રૂપિયામાં વેચવી પડી રહી છે. દેશમાં કાશ્મીરના સફરજનની માંગમાં નોંધપાત્ર રીતે ઘટાડો થયો છે. અનંતનાગના તજમુલ અહેમદનું કહેવું છે કે તેઓ સફરજનની ખેતીથી વાર્ષિક 8 લાખ કમાતા હતા અને આ ઈરાની સફરજનના કારણે માંગ ઘટી છે. માત્ર 1.5 લાખની કમાણી થઈ છે.

નાના અને મધ્યમ ખેડૂતો મુશ્કેલીમાં
કાશ્મીર ઘાટી ફ્રુટ ગ્રોઅર્સ એન્ડ ડીલર્સ યુનિયને આ સંબંધમાં વડાપ્રધાનને પત્ર લખ્યો છે. તેઓએ જણાવ્યું છે કે ઈરાની સફરજનના ગેરકાયદે વેચાણને કારણે ઘણું નુકસાન થઈ રહ્યું છે. કાશ્મીર વિશ્વમાં સૌથી વધુ સફરજન ઉત્પાદક છે અને જમ્મુ-કાશ્મીરની 70% વસ્તી તેના પર નિર્ભર છે. તે જમ્મુ-કાશ્મીર અને હિમાચલની અર્થવ્યવસ્થાનું કરોડરજ્જુ છે.

જમ્મુ-કાશ્મીરની 70% વસ્તી સફરજનની ખેતી પર નિર્ભર છે.
જમ્મુ-કાશ્મીરની 70% વસ્તી સફરજનની ખેતી પર નિર્ભર છે.

ઈરાની સફરજનની આયાત પર 100% ડ્યુટી લગાવવી જોઈએ
યુનિયને કહ્યું કે 1.50 કરોડ સફરજનના બોક્સ કોલ્ડ સ્ટોરેજમાં છે. આ સિવાય નાના અને મધ્યમ ઉત્પાદકોના ગોડાઉનમાં 1.5 કરોડ પેટી પડેલી છે. કેટલાક સફરજનના વેપારીઓ આપણા બજારમાં ઈરાની સફરજન લાવી રહ્યા છે. આ સફરજન દુબઈ અને અફઘાનિસ્તાનના રસ્તાથી આવી રહ્યા છે અને ફ્રૂટ માર્કેટમાં આપણાં સફરજનનો હિસ્સો ઘટી રહ્યો છે. ઈરાની સફરજન ગેરકાયદેસર રીતે લાવવામાં આવી રહ્યા છે.

નાના અને મધ્યમ ખેડૂતો માટે તે ખૂબ જોખમી છે. જેના કારણે આવકને પણ ભારે નુકસાન થઈ રહ્યું છે. ભારતીય બજારોમાં ઈરાની સફરજનના ગેરકાયદે પ્રવેશ પર પ્રતિબંધ મૂકવો જોઈએ. ભારતીય બજારમાં પ્રવેશતા ઈરાની સફરજન પર 100% ઈમ્પોર્ટ ડ્યૂટી લગાવવી જોઈએ.

અન્ય સમાચારો પણ છે...