• Gujarati News
  • National
  • FIR Against 9 People, Including Twitter, In Ghaziabad Case After Security Was Lifted, Accused Of Giving Sectarian Color To The Incident

ટ્વિટરનું લીગલ પ્રોટેક્શન સમાપ્ત:સુરક્ષા હટ્યા પછી ગાજિયાબાદ કેસમાં ટ્વિટર સહિત 9 લોકો સામે FIR, ઘટનાને સાંપ્રદાયિક રંગ આપવાનો આરોપ

ગાજિયાબાદ4 મહિનો પહેલા
  • ટ્વિટર પર આરોપ છે કે તેણે વીડિયો પર કોઈ કાર્યવાહી કરી નથી

ગાજિયાબાદમાં પોલીસે ટ્વિટર ઈન્ડિયા અને 2 કોંગ્રેસ નેતા સહિત 9 લોકોની વિરુદ્ધ FIR નોંધી છે. FIR મામલાને સાંપ્રદાયિક રંગ આપવાના આરોપમાં નોંધાઈ છે. ટ્વિટર પર આરોપ છે કે તેણે આ પ્રકારના વીડિયો પર કોઈ કાર્યવાહી કરી નથી. પોલીસે મામલામાં મોહમ્મદ જુબૈર, રાના અય્યુબ, ધ વાયર, સલમાન નિઝામી, મસકૂર ઉસ્માની, સમા મોહમ્મદ, સબા નકવી, ટ્વિટર કમ્યુનિકેશન ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડની વિરુદ્ધ FIR નોંધી છે. ગાજિયાબાદ પોલીસનું કહેવું છે કે પોલીસ દ્વારા મામલો સંપૂર્ણ રીતે સ્પષ્ટ કરવામાં આવ્યા પછી ટ્વિટરે ખોટા ટ્વીટને હટાવવા માટે કોઈ પગલુ ભર્યું નથી.

નિયમોનું પાલન ન કરવાનું ભારે પડ્યું
નવા આઈટી નિયમોનું પાલન ન કરવું ટ્વિટરને ભારે પડી ગયુ છે. ન્યૂઝ એજન્સીના જણાવ્યા મુજબ, ભારતમાં હવે ટ્વિટરે કાયદાકીય સુરક્ષાનો આધાર ગુમાવી દીધો છે. સરકાર તરફથી 25 મેથી લાગુ થયેલા આઈટી નિયમોને ટ્વિટરે અત્યારસુધી લાગુ કર્યા નથી, જે પછી તેની વિરુદ્ધ આ પગલું ભરવામાં આવ્યું છે, એટલે કે ટ્વિટર પર પણ હવે IPC અંતર્ગત કેસ નોંધાઈ શકશે અને પોલીસ પૂછપરછ પણ કરી શકશે.

સમજમાં અશાંતિ ફેલાવવાનો હેતુ હતો
FIRમાં કહેવામાં આવ્યું છે કે આ તમામ લોકોએ ટ્વિટર પર સત્યતાને તપાસ્યા વગર જ ઘટનાને સાંપ્રદાયિક રંગ આપ્યો. તેમના તરફથી સમાજમાં શાંતિ ભંગ કરવા અને ધાર્મિક સમૂહને ભડકાવવાના હેતુથી વીડિયો વાઈરલ કરવામાં આવ્યો. પોલીસના જણાવ્યા મુજબ, ઘટના પીડિત અને તોફાની તત્તવોની વચ્ચે વ્યક્તિગત વિવાદના કારણે થઈ. એમાં હિન્દુ અને મુસ્લિમ બંને કમ્યુનિટીના લોકો સામેલ હતા, જોકે આરોપીઓએ ઘટનાને એ રીતે રજૂ કરી કે બંને ધાર્મિક સમૂહોની વચ્ચે તણાવ પેદા થાય.

શું છે સમગ્ર મામલો

  • ઉત્તર પ્રદેશની ગાજિયાબાદ પોલીસે લોની વિસ્તારમાં અબ્દુલ સનદ નામના એક વૃદ્ધની સાથે મારપીટ અને અભદ્રતા કરવામાં આવી હોવાનો વીડિયો વાઈરલ થયા પછી FIR નોંધી હતી. આ તમામ પર ઘટનાને ખોટી રીતે સાંપ્રદાયિક રંગ આપવાના કારણે એક્શન લેવામાં આવ્યું. સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલા વીડિયોમાં દેખાઈ રહ્યું છે એક વૃદ્ધ મુસ્લિમને માર મારવામાં આવ્યો અને તેની દાઢી કાપી નાંખવામાં આવી.
  • પોલીસના જણાવ્યા મુજબ, મામલાનુ સત્ય કઈક અલગ જ છે. પીડિત વૃદ્ધે આરોપીને કેટલાક તાબીજ આપ્યા હતા, જેના પરિણામ ન મળવા પર નારાજ આરોપીએ આ વૃદ્ધને માર્યા હતા. જોકે ટ્વિટરે આ વીડિયોને મેન્યુપ્યુલેટેડ મીડિયાનો ટેગ ન આપ્યો. પોલીસે એ પણ જણાવ્યું કે પીડિતે નોંધાયેલી FIRમાં જય શ્રી રામના નારા ન લગાવવા અને દાઢી કાપવા જેવી કોઈ વાતનો ઉલ્લેખ કર્યો નથી.
  • જે લોકો પર કેસ નોંધાયો છે, તેમાં અય્યૂબ અને નકવી પત્રકાર છે, જ્યારે જુબૈર ફેક્ટ ચેકિંગ વેબસાઈટ ઓલ્ટ ન્યુઝના લેખક છે. આ સિવાય ડો.શમા મોહમ્મદ અને નિજામી કોંગ્રેસ નેતા પર પણ કેસ નોંધાયો છે. જ્યારે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના વિદ્યાર્થી સંઘના પૂર્વ અધ્યક્ષ ઉસ્માનીને કોંગ્રેસે ગત વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં બિહાર વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવાર તરીકે ઉતાર્યા હતા.

ઘટના પર રાજકારણ પણ
આ મામલામાં રાજકારણ પણ થઈ રહ્યું છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મંગળવારે કહ્યું કે આવી ક્રુરતા સમાજ અને ધર્મ બંને માટે શરમજનક છે. તેમણે ટ્વિટ કર્યું કે હું એ વાત માનવા તૈયાર નથી કે શ્રીરામના સાચા ભક્ત આવુ કરી શકે છે. એવી ક્રુરતા માનવતાથી ઘણી દૂર છે અને સમાજ અને ધર્મ બંને માટે શરમજનક છે.
આ અંગેનો જવાબ આપતા યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યાને ટ્વિટ કર્યું, પ્રભુ શ્રીરામની પ્રથમ શીખ છે- સત્ય બોલો, જે તમે ક્યારેય જીવનમાં કર્યું નથી. શરમ આવવી જોઈએ કે પોલીસ દ્વારા સત્ય કહ્યાં પછી પણ તમે સમાજમાં ઝેર ફેલાવવામાં લાગ્યા છો.

સરકારે સોશિયલ મીડિયા માટે શું ગાઇડલાઇન્સ જાહેર કરી?

1. તમામ સોશિયલ મીડિયા ભારતમાં પોતાના 3 અધિકારીએ, ચીફ કોમ્પ્લિયાંસ અધિકારી, નોડલ અધિકારી અને રેસિડેન્ટ ગ્રેવાંસ અધિકારીની નિમણૂક કરે. તેઓ ભારતમાં જ રહેતા હોય. તેમના કોન્ટેક્ટ નંબર એપ અને વેબસાઇટ પર જાહેર કરવામાં આવે.

2. આ પ્લેટફોર્મ પણ જણાવે કે ફરિયાદ દાખલ કરવાની વ્યવસ્થા શું છે. અધિકારી ફરિયાદ બાબતે 24 કલાકની અંદર ધ્યાન આપે અને 15 દિવસની અંદર ફરિયાદ કરનારને જણાવે કે તેમની ફરિયાદ બાબતે કાર્યવાહી કરવામાં આવી છે અને જો કાર્યવાહી નથી થઈ તો કેમ નથી કરવામાં આવી.

3. ઓટોમેટેડ ટૂલ્સ અને ટેકનોલોજી દ્વારા એવી સિસ્ટન બનાવે, જેના દ્વારા બળાત્કાર, બાલ યૌન શોષણના કન્ટેન્ટની ઓળખ કરો. આ ઉપરાંત આ બાબતે એવી ઈન્ફર્મેશનને પણ જાણવી, જે પહેલાં પ્લેટફોર્મ પરથી હટાવવામાં આવી હોય. આ ટૂલ્સના કામ કરવાનો રિવ્યૂ કરવો અને એના પર નજર રાખવા માટે પૂરતા પ્રમાણમાં સ્ટાફ હોય.

4. પ્લેટફોર્મ એક મંથલી રિપોર્ટ જાહેર કરે. એમાં મહિનામાં નોંધાયેલી ફરિયાદો, તેની સામે કરવામાં આવેલી કાર્યવાહીની જાણકારી હોય. જે લિન્ક અને કન્ટેન્ટ દૂર કરવામાં આવેલી હોય એની જાણકારી પણ આપવામાં આવેલી હોય.

5. જો પ્લેટફોર્મ કોઈ આપત્તિજનક માહિતીને દૂર કરે છે તો એની પહેલાં કન્ટેન્ટને બનાવનાર, અપલોડ કરનાર કે શેર કરનાર લોકોને તેની જાણકારી આપવી જોઈએ. એનું કારણ પણ જણાવવું પડશે. યુઝરને પ્લેટફોર્મની કાર્યવાહી સામે અપીલ કરવાની પણ તક આપવામાં આવે. આ વિવાદના ઉકેલ માટે મિકેનિઝમ પર ગ્રેવાંસ અધિકારી નજર રાખે.

અન્ય સમાચારો પણ છે...