• Gujarati News
  • National
  • 1985 Bench IPS Subodh Kumar Jaiswal Was Made The New Director Of CBI, Now The Head Of CISF

CBIના નવા વડા:1985 બેંચના IPS સુબોધ કુમાર જયસ્વાલને CBIના નવા ડાયરેક્ટર બનાવાયા, અત્યારે CISFના વડા છે

8 મહિનો પહેલા
  • કૉપી લિંક
સુબોધ કુમાર જયસ્વાલ. - Divya Bhaskar
સુબોધ કુમાર જયસ્વાલ.

વર્ષ 1985 બેંચના IPS સુબોધ કુમાર જયસ્વાલને CBIના નવા ડાયરેક્ટર બનાવવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ સોમવારે યોજાયેલી ઉચ્ચ સ્તરીય સમિતિની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો. આ સમિતિમાં ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ એનવી રમના અને લોકસભામાં વિપક્ષના નેતા અધિર રંજન ચૌધરીએ ભાગ લીધો હતો.

CBI ડાયરેક્ટરની સ્પર્ધામાં ઉત્તરપ્રદેશના DGP એચસી અવસ્થી, SSBના DG કુમાર રાજેશ ચંદ્રા અને ગૃહ મંત્રાલયના વિશેષ સચિવ વીએસકે કૌમુદી આગળ ચાલતા હતા, પણ અંતે સુબોધ કુમાર જયસ્વાલના નામ પર મહોલ લાગી છે. તેઓ બે વર્ષ સુધી આ પદ પર રહેશે. સુબોધ કુમાર જયસ્વાલ મહારાષ્ટ્રના DGP અને ATS ચીફ રહી ચૂક્યા છે. અત્યારે CISFના વડા છે.

જયસ્વાલ જાસૂસોના માસ્ટર માનવામાં આવે છે
સિનિયર IPS અધિકારી સુબોધ જયસ્વાલ સ્વચ્છ છબિ ધરાવતા અધિકારી છે. પોલીસસેવામાં સારી કામગીરી કરવા બદલ તેમને વર્ષ 2009માં પ્રેસિડેન્ટ પોલીસ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા. જયસ્વાલને જાસૂસોના માસ્ટર પણ માનવામાં આવે છે. તેઓ રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (રો)માં પણ સેવા આપી ચૂક્યા છે. તેઓ કેબિનેટ સચિવાલયમાં એડિશનલ સેક્રેટરી પણ રહી ચૂક્યા છે. જયસ્વાલે અનેક મોટી તપાસોનું નેતૃત્વ કરેલું છે.

મુંબઈ પોલીસમાં હતા ત્યારે કરોડો રૂપિયાના નકલી સ્ટેમ્પ પેપર કૌભાંડની તપાસ કરનારી સ્પેશિયલ ટીમના તેઓ વડા હતા. વર્ષ 2006માં થયેલા માલેગાંવ વિસ્ફોટની તપાસ પણ સુબોધ કુમાર જયસ્વાલે જ કરી હતી. આ ઉપરાંત વડાપ્રધાન, ભૂતપૂર્વ PM અને તેમના પરિવારને સુરક્ષા આપનારી સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ (SPG)ના ઈન્ટેલિજન્સ બ્યુરોમાં પણ કામ કરી ચૂક્યા છે.

ત્રણ વખત NDAની પરીક્ષામાં નિષ્ફળ રહ્યા હતા
36 વર્ષના કરિયરમાં ચાર વડાપ્રધાન સાથે કામ કરી ચૂકેલા સુબોધ કુમારે એક કાર્યક્રમમાં કહ્યું હતું કે તેઓ ઝારખંડના એક નાના ગામમાંથી આવે છે. સ્નાતક અને MBA કરતી વખતે નેશનલ ડિફેન્સ એકેડમી (NDA)ની પરીક્ષા આપી હતી, પણ ત્રણ વખત નિષ્ફળ રહ્યા હતા. તેમણે એમ પણ કહ્યું હતું કે UPSCની પરીક્ષા પાસ કર્યા બાદ તેમને ખબર ન હતી કે હવે તેમને કઈ નોકરી મળશે.