તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Sports
 • IPL 2021 Ravichandran Ashwin Left The Tournament Said Wants To Live With Family In Tough Time

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

IPLથી ખસવા લાગ્યા સ્ટાર ખેલાડીઓ:અશ્વિને લીગમાંથી નામ પરત લીધું, કહ્યું- કોરોનાના મુશ્કેલ સમયમાં પરિવાર સાથે રહેવા માગું છું, ટાઇ પણ ઘરે પરત ફર્યો

19 દિવસ પહેલા
 • રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની ટીમને મોટો ઝટકો, ટીમના બંને ફાસ્ટ બોલર કેન રિચર્ડસન અને લેગ સ્પિનર એડમ જામ્પા IPL 2021માંથી બહાર

આખો દેશ કોરોનાની બીજી લહેર સામે લડી રહ્યો છે. રોજ 3 લાખથી વધારે નવા કેસ આવી રહ્યા છે. મોટી સંખ્યામાં લોકોના જીવ જઈ રહ્યા છે. આ સંજોગોમાં પણ દેશમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)નું આયોજન કરવામાં આવ્યું છે. જોકે હવે અમુક મોટા ખેલાડીઓ મહામારીને ધ્યાનમાં રાખીને ટૂર્નામેન્ટમાંથી તેમનું નામ પરત લઈ રહ્યા છે. રવિવારે દિલ્હી કેપિટલ્સના સ્ટાર ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન અને રાજસ્થાન રોયલ્સના ફાસ્ટર બોલર એન્ડ્ર્યુ ટાઈએ પણ ટૂર્નામેન્ટમાંથી પાછા હટવાનો નિર્ણય કર્યો છે. આ પહેલાં રાજસ્થાનના જ લિયામ લિવિંગસ્ટોન પણ બાયોબબલથી કંટાળીને ઈંગ્લેન્ડ પરત જઈ ચૂક્યા છે. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ(RCB)ની ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ટીમેના ઝડપી બોલર કેન રિચર્ડસન અને લેગ સ્પિનર એડમ જમ્પા આઈપીએલ 2021થી બહાર થયા છે.

સોશિયલ મીડિયા પર આપી માહિતી
દિલ્હીના હૈદરાબાદ સામે સુપર ઓવરમાં જીત પછી અશ્વિને સોશિયલ મીડિયા પર મેસેજ દ્વારા લીગથી હટવાની માહિતી આપી છે. અશ્વિને લખ્યું છે કે મારા પરિવારના સભ્ય અને અન્ય પરિવારજનો કોરોના સામે લડી રહ્યાં છે. આ મુશ્કેલ સમયમાં હું તેમની સાથે રહેવા માગું છું. જો સ્થિતિમાં સુધારો થશે તો હું ફરીથી રમવા આવીશ. ધન્યવાદ.

અન્ય બે ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓએ લીગ છોડવાની વાત કરી
માનવામાં આવે છે કે IPLમાં ભાગ લેનાર ઓસ્ટ્રેલિયાના બે અન્ય ખેલાડીએ (તેમનાં નામ હજી જાહેર કરવામાં આવ્યાં નથી) પણ તેમની ફ્રેન્ચાઈઝીને કહી દીધું છે કે તેમના પરત ફરવાની વ્યવસ્થા કરી આપે. તેઓ લીગથી બહાર થવા માગે છે. દિલ્હી કેપિટલ્સ ટીમના કોચ રિકી પોન્ટિંગે પણ કહ્યું હતું કે ખેલાડીઓ વચ્ચે ગ્રાઉન્ડની અંદરના પ્રદર્શથી બહાર થઈ રહ્યા છે, તેવી ચર્ચા ચાલી રહી છે. જોકે ત્યારે તેમણે એવું પણ કહ્યું છે કે આ સમયે કદાચ દેશમાં ખેલાડીઓ જ સૌથી વધારે સુરક્ષિત છે.

ઘણી ફ્રેન્ચાઈઝીએ પણ વિરોધ વ્યક્ત કર્યો
સૂત્રોએ ભાસ્કર ગ્રુપને જણાવ્યું હતું કે અંદાજે ચાર ફ્રેન્ચાઈઝીએ પણ એવું કહ્યું હતું કે આવા વાતાવરણમાં તેમના ખેલાડીઓ ટ્રાવેલ કરવા નથી માગતા. જોકે તેમણે લેખિતમાં લીગ રદ કરવાની કોઈ માગણી નથી કરી.

RCBની ટીમને મોટો ઝટકો, કેન રિચર્ડસન અને લેગ સ્પિનર એડમ જમ્પા IPL 2021માંથી બહાર
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ(RCB)ની ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ટીમેના ઝડપી બોલર કેન રિચર્ડસન અને લેગ સ્પિનર એડમ જમ્પા આઈપીએલ 2021માંથી બહાર થયા છે. રિચર્ડસન અને જમ્પાએ અગત કારણોસર ઓસ્ટ્રેલિયા પરત ફરવાનો નિર્ણય કર્યો છે. આરસીબીએ ટ્વિટ કરીને આ અંગેની માહિતી આપી છે.

એડમ જમ્પા અને કેન રિચર્ડસન ખાનગી કારણોથી ઓસ્ટ્રેલિયા પરત ફરી રહ્યાં છે
RCBએ લખ્યું એડમ જમ્પા અને કેન રિચર્ડસન ખાનગી કારણોથી ઓસ્ટ્રેલિયા પરત ફરી રહ્યાં છે. તેઓ આઈપીએલ 2021ની બાકીની મેચો માટે ઉપલબ્ધ રહેશે નહિ. 29 વર્ષના લેગ સ્પિનર એડમ જમ્પાને આ સિઝનની એક મેચ રમવાની પણ તક મળી નથી. જમ્પાએ ગત સિઝનમાં RCBની ત્રણ મેચ જ રમી હતી. આ દરમિયાન તેમના ખાતામાં માત્ર 2 વિકેટ જ આવી. આ પહેલા તેઓ માત્ર આઈપીએલ 2016 અને 2017માં રાઈઝિંગ પુણે સુપરજોઈન્ટ્સનો હિસ્સો જ હતા. પુના માટે રમતા જમ્પાએ 11 મેચમાં 19 વિકેટ લીધી હતી.

રિચર્ડસનને આરસીબીએ આઈપીએલ 2020ની હરાજીમાં ચાર કરોડ રૂપિયામાં ખરીદ્યો ​​​​હતો
જ્યારે 30 વર્ષના ઝડપી બોલર કેન રિચર્ડસનને આ સિઝન આઈપીએલમાં એક મેચ રમવાની તક મળી હતી. જેમાં તેમણે 29 રન બનાવીને એક વિકેટ પ્રાપ્ત કરી હતી. રિચર્ડસનને આરસીબીએ આઈપીએલ 2020ની હરાજીમાં ચાર કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. જોકે રિચર્ડસને ખાનગી કારણોના પગલે સંયુક્ત અરબ અમીરાત(UAE) થયેલી આઈપીએલમાંથી પોતાનું નામ પરત લઈ લીધું હતું. તે પછી RCBએ અડમ જમ્પાને પોતાની સાથે જોડ્યો હતો.

આરસીબી માટે આઈપીએલ -14માં અત્યાર સુધીની સફર શાનદાર રહી છે. આરસીબી તેની પાંચમાંથી ચાર મેચ જીતી છે. આરસીબીની આગામી મેચ મંગળવારે દિલ્હી કેપિટલ્સ સાથે થશે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો