• Gujarati News
  • National
  • Involved Citizens Of 100 Countries, More Than 5000 Criminals Sharing Content; Disclosure In CBI Investigation

ચાઇલ્ડ પોર્નોગ્રાફી કેસ:100 દેશોના નાગરિકો સામેલ, 5000થી વધુ ગુનેગારો શેર કરી રહ્યા છે સામગ્રી; CBI તપાસમાં ખુલાસો

નવી દિલ્હી11 દિવસ પહેલા
  • CBI વિદેશી એજન્સી સાથે કોર્ડિનેશન કરવાની યોજના બનાવી રહ્યું

ચાઇલ્ડ પોર્નોગ્રાફી સામગ્રી અને તેની ખરીદી ઝડપી વધી રહી છે. એક તારણ દર્શાવે છે કે સર્ચ એન્જિન એટલે કે ઇન્ટરનેટને ચાઇલ્ડ પોર્નોગ્રાફીથી સંકળાયેલા દરરોજ 116000થી વધુ સવાલ મળે છે. પ્રાથમિક તપાસ મુજબ, 50થી વધુ ગ્રુપ્સ છે, જેમાં 5000થી વધુ ગુનેગારો બાળ યૌન શોષણ સામગ્રી શેર કરી રહ્યા છે, જેમાં લગભગ 100 દેશોના વિદેશી નાગરિક/મોબાઈલ નંબર સામેલ છે. આ જાણકારી CBIના સૂત્રોના હવાલેથી સામે આવી છે.

વિદેશી નાગરિકો સામેલ હોવાનો ખુલાસો
તેમાં જે વિદેશી નાગરિકો/મોબાઈલ નંબર સામેલ છે, તેમાં પાકિસ્તાન (36), કેનેડા (35), યુએસએ (35), બાંગ્લાદેશ (31), શ્રીલંકા (30), નાઇઝીરિયા (28), અઝરબેજાન (27), યમન (24) અને મલેશિયા (22) છે. આ મામલે CBI વિદેશી નાગરિકો સામે આ મામલે કાર્યવાહી કરવા માટે જુદા જુદા દેશોની વિદેશી એજન્સી સાથે કોર્ડિનેશન કરવાની યોજના બનાવી રહ્યું છે. CBI સત્તાવાર અને બિનસત્તાવાર ચેનલોના માધ્યમથી સહયોગી એજન્સીઓની સાથે સંકલન કરી રહ્યું છે.

5000થી વધુ ગુનેગારો બાળ યૌન શોષણ સામગ્રી શેર કરી રહ્યા
શરૂઆતની તપાસમાં તે જાણવા મળ્યું છે કે કેટલીક વ્યક્તિઓએ રૂપિયાની લાલચમાં child sexual exploitation material (CSEM) સીએસઈએમ સામગ્રી શેર કરી છે. કેટલીક જગ્યાઓ પરે ઇલેક્ટ્રોનિક્સ ગેજેટ્સ, મોબાઈલ, લેપટોપ વગેરેની તપાસમાં જે જાણવા મળ્યું છે કે સોશિયલ મીડિયા ગ્રુપ, પ્લેટફોર્મો અને ત્રીજા પક્ષ પર લિન્ક, વીડિયો, તસવીર, ટેક્સ્ટ, પોસ્ટ અને એવી સામગ્રીના માધ્યમથી સીએસઇએમનો પ્રસાર કરી રહ્યા હતા. તેનો હેતુ સંગ્રહ/ હોસ્ટિંગ પ્લેટફોર્મ અને એવા ઓનલાઇન પ્લેટફોર્મ સાથે જોડાયેલ બેન્ક ખાતાઓમાં નિયમિત આવક મેળવવાનો છે. ગુનેગારોના બેકવર્ડ અને ફોરવર્ડ લીંકેજની જાણ મેળવવા માટે મની ટ્રેલની તપાસ કરવામાં આવી રહી છે. CBI તેમની ભૂમિકા અને જવાબદારીની તપાસ કરવા માટે કાયદાકીય જોગવાઇઓ હેઠળ સોશિયલ મીડિયા વેબસાઈટો અને હોસ્ટિંગ પ્લેટફોર્મો સાથે મામલો ઉઠાવવાની પણ યોજના બનાવી રહ્યું છે.

CBI તપાસને કઈ રીતે આગળ વધારશે

1- આ ઓપરેશન દરમિયાન CBI તપાસમાં સામે આવ્યું છે કે અનેક વ્યક્તિઓએ સામગ્રીનો વેચાણ કર્યું છે અને જુદા જુદા ગૃપો/પ્લેટફોર્મોમાં લિન્ક શેર કરી રહ્યા છે. એવા અનેક વ્યક્તિઓના બેન્ક ખાતાઓ આવા પ્લેટફોર્મ સાથે જોડાયેલ હોય છે અને તેના દ્વારા શેર કરવામાં આવેલી સામગ્રીના આધાર પર ચુકવણી કરવામાં આવી રહી છે. આ રીતે તેમને વધુમાં વધુ આવા ગ્રુપ્સમાં શેર કરવા માટે પ્રોત્સાહન આપવામાં આવે છે, જેથી મોટા પ્રમાણમાં તેનો પ્રસાર થાય છે.

2- ગુનેગારોના બેકવર્ડ અને ફોરવર્ડ લિન્કેજને શોધવા માટે મની ટ્રેલ ટ્રેસ કરવામાં આવી રહ્યું છે.

3- સીબીઆઈ આ મામલાને સોશિયલ મીડિયા વેબસાઈટ અને હોસ્ટિંગ પ્લેટફોર્મ પર ઉઠાવવાની પણ યોજના બનાવી રહ્યું છે.

4- CBI બાળ યૌન શોષણનો વીડિયો ક્યાં તૈયાર કરવામાં આવ્યો તેમાં નાતે આંતરરાષ્ટ્રીય બાળ યૌન શોષણ ડેટાબેઝ સાથે સમન્વય કરવાની યોજના પણ બનાવી રહ્યું છે જેથી તેના મૂળ સુધી પહોંચી શકાય.

5- સીએસઈએમ એવી સામગ્રીના મોટા પ્રમાણમાં પ્રસાર સામે મોટી સંખ્યામાં વિદેશી નાગરિકોની ભાગીદારી અને સામૂહિક આંતરરાષ્ટ્રીય ચિંતાને ધ્યાનમાં લેતા CBI વિદેશી નાગરિકો સમબધિત આગળની કાર્યવાહી કરવા માટે જુદા જુદા વિદેશી કાયદા અમલીકરણ એજન્સીઓ (LEA) સાથે સંકલન બનાવવાની યોજના બનાવી રહ્યું છે.