• Gujarati News
  • National
  • Investigation Against 150 Policemen Who Met With Terrorists In Kashmir Will Be Suspended

મોટું અભિયાન:કાશ્મીરમાં આતંકીઓ સાથે મળેલા 150 પોલીસકર્મી સામે તપાસ, સસ્પેન્ડ કરાશે

જમ્મુ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસ બેડામાં સફાઇ થશે

જમ્મુ-કાશ્મીર પોલીસે તેના બેડાના કલંકિતોની ઓળખ કરીને આકરી કાર્યવાહી કરવાની રણનીતિ ઘડી છે. સૂત્રોના જણાવ્યાનુસાર આતંકીઓ કે ગુનેગારો સાથે સાંઠગાંઠ ધરાવતા તથા અન્ય ભ્રષ્ટ પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા અંદાજે 150 પોલીસકર્મી સામે તપાસ શરૂ પણ કરી દેવાઇ છે. તેમાંથી 10 જમ્મુના અને બીજા કાશ્મીરના છે.

મોટા ભાગના પોલીસકર્મી રાજૌરી, પૂંચ, જમ્મુ અને કિશ્તવારના છે. તપાસમાં દોષિત ઠરનારા પોલીસકર્મીઓને સીધા સસ્પેન્ડ કરાશે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીનું કહેવું છે કે તંત્રના આદેશાનુસાર ખાતાકીય તપાસ ચાલી રહી છે. કેટલાક પોલીસ અધિકારીઓ પણ આતંકી સંગઠનોના એજન્ટ તરીકે કામ કરી રહ્યા છે. જમ્મુ-કાશ્મીર પોલીસની ગુપ્તચર શાખા કલંકિત અધિકારીઓ સામે તપાસ કરી રહી છે, જે પૂરી થયા બાદ સસ્પેન્શન માટે એક્સપર્ટ કમિટીને ભલામણ કરાશે.

ગત વર્ષે પણ જમ્મુ-કાશ્મીર તંત્રએ કલંકિત પોલીસકર્મીઓને કડક ચેતવણી આપી હતી. સૂત્રોના કહેવા મુજબ પોલીસદળને વધુ કાર્યકુશળ બનાવવા માટે પણ અભિયાન છેડાશે, જે અંતર્ગત નિષ્ક્રિય કર્મીઓની પણ ઓળખ કરાઇ રહી છે. 48 વર્ષથી વધુ વયના અને 20 વર્ષથી વધારે સમય નોકરી કરી ચૂકેલા સામે તપાસ ચલાવાઇ રહી છે. આવા પોલીસકર્મી તપાસ બાદ ફરજમાં કોઇ પણ પ્રકારની બેદરકારી બદલ દોષિત જણાશે તો તેમને પણ સસ્પેન્ડ કરાશે.

ગત વર્ષે 2 પોલીસકર્મી સસ્પેન્ડ થયા હતા
જમ્મુ-કાશ્મીર તંત્રના આદેશથી જુલાઇ, 2021માં પણ કલંકિત કર્મચારીઓ સામે અભિયાન છેડાયું હતું, જે દરમિયાન કુલ 11 કર્મચારીને ગેરરીતિઓના આરોપસર સસ્પેન્ડ કરાયા હતા. આતંકીઓ સાથે સાંઠગાંઠ બદલ બે પોલીસકર્મી સામે પણ સસ્પેન્શનની કાર્યવાહી કરાઇ હતી. બંધારણની કલમ 311(2)(સી) હેઠળ તંત્ર દ્વારા આ કાર્યવાહી કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...