તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Serum Institute Novavax Vaccine Likely To Be Tested On Children From July, Set To Launch In India By September

વેક્સિન વિશે સારા સમાચાર:90% એફિકેસી ધરાવતી નોવાવૈક્સની રસી સપ્ટેમ્બરમાં લોન્ચ થવાની શકયતા, જુલાઈથી બાળકો પર થઈ શકે છે ટ્રાયલ

નવી દિલ્હી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નોવાવૈક્સ અને ભારતની કંપની SIIએ કોરોના વેક્સિનના 200 કરોડ ડોઝ તૈયાર કરવાનો કરાર કર્યો છે

અમેરિકાની કંપની નોવાવૈક્સની વેક્સિન સપ્ટેમ્બર સુધીમાં ભારતમાં લોન્ચ થાય તેવી શકયતા છે. તેને ભારત સીરમ ઈન્સ્ટીટયુટ ઓફ ઈન્ડિયા(SII) કોવાવૈક્સના નામથી બનાવશે. SIIએ ગુરુવારે જણાવ્યું કે અમે સપ્ટેમ્બર સુધીમાં વેક્સિનને ભારતમાં લોન્ચ કરવાની તૈયારીઓ કરી રહ્યાં છે. જુલાઈથી બાળકો પર તેનુ ક્લિનિકલ ટ્રાયલ શરૂ કરવાની યોજના છે.

બ્રિટનમાં થયા ટ્રાયલ
બ્રિટેનમાં થયેલા નોવાવેૈક્સના ત્રીજા ફેઝના ટ્રાયલના પરિણામો આવી ચૂક્યા છે. આ પહેલા કંપનીએ સોમવારે જણાવ્યું હતું કે કોરોનાવાઈરસની વિરુદ્ધ તે ખૂબ જ અસરદાર સાબિત થઈ છે. વેક્સિને માઈલ્ડ, મોડરેટ અને સીવર ડિઝીઝમાં 90.4 ટકા ફાઈનલ એફિકેસી બતાવી છે.

સારા રિઝલ્ટના કારણે ઝડપથી આ વેક્સિનને ઈમરજન્સી યુજની મંજૂરી મળવાની શકયતા છે. આ વેકિસન અલગ-અલગ વેરિઅન્ટ્સથી પ્રોટેક્ટ કરવામાં રામબાણ રહી છે. વિશ્વમાં વેક્સિનની અછતની વચ્ચે કંપનીએ આ પરિણામ જાહેર કર્યા હતા.

સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયા(SII) હાલ કોવીશીલ્ડ વેક્સિનનું ઉત્પાદન કરી રહ્યું છે.
સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયા(SII) હાલ કોવીશીલ્ડ વેક્સિનનું ઉત્પાદન કરી રહ્યું છે.

200 કરોડ ડોઝ તૈયાર કરશે SII
નોવાવૈક્સ અને ભારતની કંપની SIIએ કોરોના વેક્સિનના 200 કરોડ ડોઝ તૈયાર કરવાનો કરાર કર્યો છે. ઓગસ્ટમાં આ ડીલ સાઈન કરવામાં આવી હતી. કરાર મુજબ ઓછી અને મધ્યમ આવક વાળા દેશો અને ભારત માટે ઓછામાં ઓછા 100 કરોડ ડોઝનું ઉત્પાદન તૈયાર કરવામાં આવશે.

હવે ટ્રાયલના પરિણામ આવ્યા પછી કંપની 2021ના ત્રીજા ત્રિમાસિકમાં અમેરિકા, UK અને યુરોપમાં ઈમરજન્સી યુઝનું એપ્રુવલ માંગી શકે છે.

વિદેશમાં થઈ ચૂકી છે બાળકો પર ટ્રાયલની શરૂઆત
નોવાવૈક્સ વિદેશમાં પોતાની વેક્સિનની ટ્રાયલ બાળકો પર શરૂ કરી ચુકી છે. કંપનીએ 12-17 વર્ષની ઉંમરના 3000 બાળકો પર ટ્રાયલ્સ શરૂ કર્યા છે. જોકે અત્યાર સુધીમાં કોઈ પણ દેશમાં મંજૂરી મળી નથી. તેમાં સામેલ થઈ રહેલા બાળકોની 2 વર્ષ સુધી દેખરેખ રાખવામાં આવશે.

અમેરિકા પહેલા જ કરી ચૂક્યું છે 12 હજાર કરોડની ડીલ
નોવાવૈક્સે અમેરિકાને 10 કરોડ ડોઝ આપવાનો કરાર કર્યો છે. આ ડીલ 1.6 બિલિયન ડોલર(લગભગ 12 હજાર કરોડ રૂપિયા)ની છે. આ સિવાય બ્રિટન, કેનેડા અને જાપાનની સાથે પણ રસીના સપ્લાઈ માટે કરાર કરવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...